Abtak Media Google News

હાલ વિશ્ર્વભરમાં કોરોનાની મહામારી ચાલી રહી છે અને આ મહામારીમાં પ્રાણવાયુની પણ મહામારી સર્જાય છે. અત્યારનો માનવી પોતાના પ્રાણ બચાવવા પ્રાણવાયુ માટે વલખા મારી રહ્યો છે ત્યારે કુદરત આપણને જે રીતે વૃક્ષોમાંથી પ્રાણવાયુ પુરો પાડે છે તેનું જતન કરવું પણ એટલું જ જરૂરી બન્યું છે એટલે આ મહામારીમાં આપણે એટલું તો જરૂરથી જ શીખવું જોઈએ કે વૃક્ષોના ઉછેર કરીને તેનું પુરતુ જતન કરીએ જેથી પ્રાણવાયુ લોકોને મળતો રહે અને લોકોના પ્રાણ બચી જાય. નહીં તો હજુ આગામી દિવસોમાં પ્રાણવાયુથી મનુષ્યના પ્રાણ હરાઈ જશે ત્યારે આ મહામારીના સમયમાં જ રાજકોટની પ્રખ્યાત એવી રાજકુમાર કોલેજમાં 200 વર્ષ જુનુ પ્રાણવાયુ દેતુ ગાંડુ ઝાડ કે જેના આજે પ્રાણ હરાયા છે.

આ વૃક્ષ લગભગ 200 વર્ષથી ઉભુ હતું. આ ગાંડુ ઝાડનું સાઈન્ટીફીક નામ એડનસનીયાડીજીટાટા (બાવ બાવ) છે. આ વૃક્ષ માત્ર પ્રાણવાયુ આપે તેટલું પુરતુ નથી પરંતુ જેને લાંબા સમયથી ઉધરસની બિમારી હોય તો આ ગાંડાની માનતા રાખે તો તે રોગથી બચી શકે તેવી શ્રદ્ધા છે. અંદાજે 200 વર્ષથી વધુ સમયથી ઉભેલું આ વૃક્ષ કુદરતી રીતે આજે ધરાશાયી થઈ ગયું હતું. આના જેવું જ બીજુ ગાંડુ વૃક્ષ રાજકોટ પેલેસમાં છે જયાં અંદાજે 700 વર્ષ જુનુ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.