Abtak Media Google News

દામનગર, નટવરલાલ જે ભાતિયા: ‘વિશ્વ એક કુટુંબ’ આ સ્લોગન આપણે બધા લોકો સાથે માનવતા દર્શાવી, અને પરિવારના સભ્યો માનવા તેવું સૂચન કરે છે. જેમાં હરેક લેવલના લોકોને સમાનતાની દર્ષ્ટિથી જોવામાં આવે છે. આ સ્લોગને સાર્થક કરતુ કાર્ય દામનગર મહાનગર પાલિકા દ્વારા કરવામાં આવ્યું છે.

દામનગર નગરપાલિકા ખાતે એસઆઈની અધ્યક્ષતામાં “રેગપીકર્સ શ્રમજીવી આર્થિક વિકાસ યોજના’ હેઠળ પ્લાસ્ટિક વીણતાં શ્રમિકોને માર્ગદર્શન તાલીમ સાથે સેફટી કીટ અર્પણ કરાય છે. પ્લાસ્ટિક વેસ્ટ શહેરી વિસ્તારની મોટી સમ્સયા છે. શહેરી વિસ્તારમાં રેગપીકર્સ શ્રમજીવીઓ દ્વારા પ્લાસ્ટિક વેસ્ટ એકત્ર કરીને તેનું કબાડીવાળાને વેચાણ કરવામાં આવે છે.

પરંતુ આ એકત્ર કરવામાં આવેલ પ્લાસ્ટિક વેસ્ટનું વાજબી વળતર રેગપીકર્સ શ્રમજીવીઓને મળતું નહીં હોવાની બાબત સરકારનાં ધ્યાન પર આવેલ છે. આથી તેઓને વાજબી વળતર મળી રહે તથા તેઓને સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ સિસ્ટમમાં જોડવવા મળે તેથી સરકાર દ્વારા “રેગપીકર્સ શ્રમજીવી આર્થિક વિકાસ યોજના’ બનાવવામાં આવી.

આથી દામનગર નગરપાલિકા દ્વારા દામનગર હદ વિસ્તારમાંથી 15 જેટલા રેગપીકર્સ શોધી કાઢવામાં આવ્યા. આ રેગપીકર્સ શ્રમજીવીઓની આરોગ્યની જાળવણી માટે તેઓને સેફટી કીટ વિતરણ કરવામાં આવી આ કીટમાં ફ્લોરોસાન્ટ જેકેટ, હેન્ડ મોજા,રેઈનકોટ,બુટ ,માસ્ક,સેનીટાઈઝર,ટી શર્ટ,સાબુ વગેરે આપવામમાં આવ્યું. પાલિકા ખાતે 13/5/21ના તેમને કઈ રીતે કામગીરી કરવી તથા સરકાર તરફથી કેવા લાભો મળવા પાત્ર છે તે અંગે તાલીમ આપવાનું નગરપાલિકા દ્વારા આયોજન કરવામાં આવ્યું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.