Abtak Media Google News

સાબરકાંઠા, હિતેશ રાવલ: સમગ્ર ભારત વર્ષમાં અજય ગણાતો ઈડર ગઢ જાણે કે માલેતુજાર લોકોના હાથે પરાજિત થયો હોય, તેમ ખનન માફિયાઓ દ્વારા નિશ્ચિત નાબૂદ થઇ રહ્યો છે. જોકે ઇડરની સ્થાનિક જનતા સહિત જાગૃત જનતાએ હવે તંત્રની સામે હિંસક આંદોલનની ચિમકી આપી છે જેના પગલે સમગ્ર જિલ્લામાં ખળભળાટ સર્જાયો છે.

અંગ્રેજ સલ્તનત સહિત મોગલ સામ્રાજ્ય સુધી ઈડર ગઢ ક્યારેય ગુલામ બન્યો નથી. જોકે ઈડર ગઢનું કુદરતી સૌંદર્ય સહિત કરોડો રૂપિયાનું ખનીજ ધરાવે છે. ત્યારે ઈડર ગઢને હેરિટેજ સાઇટની યાદીમાં મુકાયો હોવા છતાં માફિયાઓની નજરે ચડતા પ્રતિબંધિત વિસ્તારમાં પણ વિના રોકટોક ખનન પ્રવૃત્તિ શરૂ કરાઇ છે. જેના પગલે ઈડર ગઢ ઉપર આવેલા પાકૃતિક કુદરતી સૌંદર્ય સહિત પશુ-પક્ષીઓને પણ ભારે નુકશાન થઇ રહ્યું છે.

Idar 2
એક તરફ ઈડર ગઢ ઉપર ખનન પ્રવૃત્તિ માટે થઈ રહેલા બ્લાસ્ટને પગલે તળેટીમાં પથ્થર પડવાની પણ શરૂઆત થઇ છે. જોકે તંત્ર આ મામલે તદ્દન અજાણ હોય તેમ જણાઈ રહ્યું છે. ઈડર ગઢ ઉપર શ્રીમદ રાજચંદ્ર થી લઈ રાજા વચ્છરાજ સુધી કેટલીયે જગ્યાઓ પૌરાણિક બની રહી છે. અમૂલ્ય વારસો ધરાવતી આ જગ્યા માટે કેટલાય પ્રવાસીઓ અને સહેલાણીઓ કુદરતી સૌંદર્ય સહિત પૌરાણિક ઝલક મેળવવા આવતા હોય છે, ત્યારે ખનન પ્રવૃત્તિના પગલે દિન-પ્રતિદિન વન્ય પ્રાણીઓ સહિત સ્થાનિક કક્ષાએ વસવાટ કરતા લોકોમાં પણ ગભરાટ ફેલાયો છે.

Idar3
એક તરફ વહીવટી તંત્ર દ્વારા વાર્ષિક કરોડો રૂપિયાની ગ્રાન્ટ થકી ઇડરગઢની રક્ષિત જગ્યા તરીકે જાહેર કરવામાં આવી છે. તો બીજીતરફ વહીવટી તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની લેખિત મંજૂરી આપ્યા સિવાય કરોડોની ખનન પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી છે. જેના પગલે સમગ્ર ઇડર શહેરમાં બારે વિરોધાભાસ સર્જાયો છે. જોકે સૌથી મોટું નુકસાન ઇડરગઢની થતું હોવાના પગલે ગઢ બચાવો સમિતિ દ્વારા આ મામલે પ્રાંત અધિકારી સહિત ગુજરાત સરકારને પણ લેખિત રજૂઆત કરવામાં આવી છે. જોકે આ મામલે હજુ સુધી કોઈ પણ પ્રકારની ઠોસ કાર્યવાહી હાથ ધરાઈ નથી. જેના પગલે ઈડર ગઢ બચાવો સમિતિ દ્વારા પણ આગામી સમયમાં અહિંસક લડત આપવાની ચિમકી ઉચ્ચારવામાં આવી છે.

Idar 4
મહાનાયકનું બિરુદ મેળવી ચૂકેલા અમિતાભ બચ્ચનથી લઇને યુવાપેઢીના રોડ મોડલ બનેલા રણવીર સિંહ સહિતના અભિનેતાઓ માટે ઈડર હવે પસંદગી નું શહેર બની રહ્યું છે. તેમજ ઈડર ગઢ કુદરતી સૌંદર્યની પ્રતિકૃતિ હોવાના પગલે હવે ગુજરાત સરકાર દ્વારા પણ આ જગ્યાને રક્ષિત જગ્યા તરીકે જાહેર કરાઈ છે. સાથોસાથ વાર્ષીક ૪ કરોડ જેટલી રકમની ફાળવણી કરવામાં આવી છે, ત્યારે એક તરફ કરોડો રૂપિયા થકી ઇડર ગઢને જાળવણી કરવાની જાહેરાતો થાય છે, તો બીજી તરફ ખનન માટે તંત્ર દ્વારા છુટ્ટો દોર આપવામાં આવતા હવે તંત્ર સામે પણ વિવિધ આક્ષેપ પ્રતિઆક્ષપો થઈ રહ્યા છે. જોકે સૌથી વધુ વિરોધાભાસ સ્થાનિક ધારાસભ્ય સહિત રાજ્યસભા તેમજ લોકસભાના સાંસદ સામે પણ ભારે ઉહાપોહ સર્જાયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.