Abtak Media Google News

હરેક માણસને ખુબસુરત દેખાવાનો શોખ હોય છે. માણસ માત્રની ખુબસુરતીમાં વાળ મહત્વનો ભાગ ભજવે છે. તમે જરા કલ્પના કરો કે થોડી ક્ષણો માટે તમારા વાળ ખરી જાય તો ! આવી કલ્પના કરતા જ આપણા હોશ ઉડી જાય છે. હક્કીકત માં આજના યુગમાં વાળ ખરવાની સમસ્યા વધતી જોવા મળે છે.

વાળ ખરવા પાછળના મહત્વના ત્રણ કારણો હોય શકે. પહેલુ કારણ એ હોય શકે કે, શરીરમાં પોષક તત્વોની કમી. આજે જે આપનો ખોરાક જે પ્રકારનો થઈ ગયો છે, જેમાં વધુ પડતું બહારની ખાવું, અથવા એવો આહાર લેવો જે લાંબા સમયે શરીર માટે નુકશાન કારક હોય. વાળ ખરવામાં આ એક મહત્વનું કારણ છે.

બીજું કારણ છે, વ્યસન. જેમ કે સિગરેટ, તમાકુ આ બધાના સેવનથી થાયરાઇડ ડીસઓર્ડર (અસંતુલન)ની બીમારી થઈ શકે છે. આ બીમારીની અસર એક સમયે તમારા વાળ પર થાય, ને એ ખરવાનું અથવા નાની ઉંમરમાં સફેદ થવાનું શરૂ થઈ જાય છે.

ત્રીજું અને મહત્વનું કારણ છે, માનસિક ટ્રેસ. અત્યારના યુગમાં ચિંતા માણસને ખાઈ રહી છે. આ ચિંતાથી જ વાળ ખરવાની સમસ્યા જોવા મળે છે. જેમ તમે ખોટો માનસિક ટ્રેસ તમે લેવાનું શરૂ કરો તેમ તે તમારા મગજ ને અસર કરે છે, આ કારણે તે તમારા વાળને જોતા તત્વનો નાસ કરે ને વાળ ખરવાની સમસ્યા શરૂ થાય છે.

હેર ટ્રીટમેન્ટથી થઈ શકે છે નુકશાન

વાળની ઉપરના ભાગને ક્યુટીક્લ કહેવાય છે, જેમાં દ્વારા જ આપણા વાળ સિલ્કી, રફ, વાંકડિયા બને છે. ક્યુટીક્લ એ વાળ માટે એક પ્રકારની પ્રોટેકશન લેયર હોય છે. વધુ પડતી હેર ટ્રીટમેન્ટ (જેમાં વાળને હિટ આપવામાં આવે) કરવાથી ક્યુટીક્લનો ભાગ નાશ પામે છે, અને પછી થોડા સમયમાં વાળ ખરવાની સમસ્યા સામે આવે છે.

વાળની મજબૂતી માટે શું કરવું ?

વાળની મજબૂતી માટે પોષ્ટીક આહાર લેવો જોયે, જેમાં વાળને જોયે એવા તત્વો મળી શકે. જેમ કે સોયાબીન, પનીર, દૂધ, ઇંડુ વગેરે. આ સાથે ખોટો માનસિક ટ્રેસ ઓછો કરવો ખુબ જરૂરી છે. દિવસમાં 30 મિનિટતો એવું કાર્ય કરવું અથવા એવી જગ્યામાં રેહવું જ્યાં તમારા મગજને માનસિક શાંતિ મળે. આ સાથે નિયમિત યોગ કરવા અને અઠવાડિયામાં 4 દિવસ વાળમાં તેલ નાખવાથી પણ વાળ ખરવાની સમસ્યામાં રાહત રહે છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.