Abtak Media Google News

66 કે.વી.ના 150 સબ સ્ટેશનમાં વોટરપંપ રખાયા:  કર્મચારીઓ સ્ટેન્ડ ટુ રહેશે

જરૂર પડ્યે ઊતર ગુજરાતની 1600 ટીમોની મદદ લેવામાં આવશે

રાજ્યમાં તાઉતે વાવાઝોડાને પગલે દરેક તંત્ર એલર્ટ થયું છે ત્યારે રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં અને ખાસ દરિયાઈપટ્ટી ધરાવતા જિલ્લાઓમાં વીજ પુરવઠો જળવાઈ રહે અને વાવાઝોડા દરમિયાન કોઈ અકસ્માત કે નુકસાની ન થાય તે માટે રાજ્યના ઊર્જામંત્રી સૌરભભાઈ પટેલ પીજીવીસીએલના કંટ્રોલરૂમનું મોનિટરિંગ કરી રહ્યા છે અને સૌરાષ્ટ્રભરમાં આગોતરી વ્યવસ્થા અંગે તેઓએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર-કચ્છમાં પીજીવીસીએલની 291 અને કોન્ટ્રાક્ટરની ટીમ ખડેપગે રહેશે. ભાવનગર, જામનગર, અમરેલી, જૂનાગઢ, કચ્છ, મોરબી, બોટાદ, રાજકોટ શહેર અને ગ્રામ્ય એમ તમામ સૌરાષ્ટ્રના વિસ્તરોમા પીજીવીસીએલની ટિમ તૈનાત કરી દેવામાં આવી છે.પીજીવીસીએ કચેરીમાં રાઉન્ડ ધ કલોક કંટ્રોલ રુમ શરુ કરવામાં આવ્યો છે. ભૂતકાળનાં વાવાઝોડાની કામગીરીનાં અનુભવોને ધ્યાનમાં લઈને વીજ પોલ 1 લાખ, રપ હજાર કંડકટર, ર0 હજાર ટ્રાસ્ફોર્મર, 400 કી.મી.નો એલ ટી કેબલ, ડીજી જનરેટર સેટ, સબ સ્ટેશનોમાં પાણી ભરાય તો તેવી સ્થિતિમાં વોટર પમ્પ તૈયાર રખાયા છે. આ સાધનો વેરાવળ, સોમનાથ, ઉના, મહુવા, દ્રારકા, ખંભાળીયા, નલીયા, ગાંધીધામ, મુંદ્રા સહિતનાં સબ સ્ટેશનો ખાતે પહોંચવામાં આવી રહયા છે. ઉર્જા મંત્રી સૌરભ પટેલે આજે રાજકોટ પીજીવીસીએલ ખાતે ઉચ્ચ અધિકારીઓની બેઠકમાં  સ્થિતિની સમીક્ષા કર્યા બાદ જણાંવ્યુ હતું કે તૌક તે વાવાઝોડાની  સંભવિત અસરો જ્યાં ઉભી થશે તેવા વિસ્તારોને અલગ તારવીને  કોઈ પણ સ્થિતિને પહોંચી વળવા વીજ તંત્ર સજ્જ છે. કાંઠાળ વિસ્તારોમાં ડીજી સેટ સહિતના સાધનો પહોંચાડવામાં આવી રહયા છે

પીજીવીસીએલ ઉપરાંત જેટકોમાં 200 કે.વી. અને 132 કે.વી.ના 10 સબ સ્ટેશન અને 66 કે.વી.ના 150 સબ સ્ટેશનમાં પાણી ન ભરાય તે માટે વોટરપંપ રખાયા છે. 12 જિલ્લાઓમાં કુલ 391 કોવિડ હોસ્પિટલમાં 232 ફીડર દ્વારા વીજ પુરવઠો પૂરો પડાય છે. 41 જેટલા ઓક્સિજન પ્લાન્ટમાં 33 ફીડર દ્વારા વીજ પુરવઠો પૂરો પાડવામાં આવે છે.

12 જિલ્લાની 391 હોસ્પિટલમાં વીજ પુરવઠો જાળવવા બે ફીડરની વ્યવસ્થા

12 જિલ્લાઓમાં કુલ 391 કોવિડ હોસ્પિટલમાં વીજ પુરવઠો જાળવવા દરેક હોસ્પિટલને બે ફીડરનો પાવર મળે તેવી વ્યવસ્થા કરી છે આ ઉપરાંત જનરેટર સેટ પણ અપાયા છે. પીજીવીસીએલના તમામ ઈજનેર અને લાઈન સ્ટાફ સ્ટેન્ડ ટુ રખાયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.