Abtak Media Google News

આજે બહુ ઓછા લોકોને ગળ્યું ભાવતું હશે ભાગ્યે જ કોઇ લાડવા, લાપસી, ચુરમુ ખાવાનું પસંદ કરે છે. આજે જંકફુડ, ફાસ્ટ ફુડના જમાનામાં પ્રાચીન વાનગીઓ વિસરાઇ છે. જો કે ‘ચુરમુ’ રાજસ્થાનની મુખ્ય પિરસાતી ગળી વાનગી છે. જે ખરેખર સ્વાસ્થય માટે ગુણકારી તો હતી જ સાથે સરળ અને સીમ્પલ પણ હતી.

આજે આપણે ચુરમાના લાડુને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી સમજવાના છે અને તેના ફાયદા જાણવાના છે. સિઘ્ધપુરના બ્રાહ્મણો વર્ષો પહેલા ભોજન માટે એક દિવસ અગાઉ ઉપવાસ રાખતાં. તો અહીં પ્રશ્ર્ન એ થાય છે  શું વધારે લાડવા ખવાય કે તેનો જવાબ છે.

ના,…. ખરો હેતુ શુગર કંટ્રોલનો હતો…, કે આગલા દિવસે ઉપવાસ કરવાથી શુગર લેવલ લો જાય તો બીજા દિવસે લાડવાની ડાયાબેટીક ઇફેક્ટ કાબુમાં રહે! અને લાડવાનું કમ્પોઝીશન તો જુઓ? લાડવાના કાર્બોહાઇડ્રેટ(ઘઉં),  ફેટ(ઘી), અને શુગર(ગોળ)ના ગુણો વિષે જાણીને તો આજે હેલ્થ કોન્શીયસ લોકોની આંખો ચાર થઇ જાય. પણ ખરી ખૂબી લાડવા બનાવવાની રીતમાં છે! ઘઉંના લોટ રૂપી કાર્બ ને ઘી ની ફેટમાં તળવામાં આવે કે જેથી ઘઉંના લોટના કણેકણ પર ઘી નું પડ  થઇ જાય.

પછી તેનો ભૂકો કરીને ગોળ ભેળવવામાં આવે અને તેની સાથે પણ ઘી ઉમેરવામાં આવે કે જેથી ગોળની કણી એ કણી ઉપર પણ ઘી નું (પડ) થઇ જાય. અને પછી વાળેલા ગોળ લાડવા ઉપર ખસખસ નું મુક્ત પડ ચડાવવામાં આવે.ખસખસ ના ઝીણાં ઝીણાં  બી માઈક્રોન   તરીકે કામ કરે છે. આ દરેકનું સ્ટેપનું આગવું મહત્વ છે.

ખસખસ છેલ્લે લગાવવાનું પણ કારણછે.જયારે ખસખસ લગાડેલ  લાડવો શરીરમાં જાય ત્યારે ડાયાબેટીક શુગર સ્પાઇક સામે ખસખસ ફર્સ્ટ લાઈન ઑફ ડીફેન્સ એક્ટીવેટ કરે છે. તેને કારણે લાડવાની ડી-કમ્પોઝીશન ની પ્રક્રિયા ધીમી પડે, કે જે બ્લડમાં ઘૂસી આવતી શુગર સ્પાઇક સામે રક્ષણ આપે. ત્યાર બાદ સેક્ધડ લાઇન ઓફ ડિફેન્સ કાર્યરત થાય, જેમાં ઘી મહત્વની ભૂમિકા ભજવે છે.

લોટ અને ગોળ ના કણ જે 3-4 માઈક્રોન થી  નાના  હોય તેને ધીમાં સાંતળી એના પર કોટીંગ કરેલ તે ઘીનું કામ હવે શરુ થાય છે.શરીર જયારે લાડવાને ડી-કમ્પોઝ કરવાનું શરુ કરે ત્યારે તેને પહેલાં તો ઘઉં અને ગોળ પર રહેલું ઘી નું કોટીંગ તોડવું પડે, કે જે ધીમી પ્રક્રિયા છે. તેને કારણે શુગર રીલીઝ થવામાં વાર લાગે કે  જે વન્સ અગેઇન બ્લડમાં આવતી શુગર સ્પાઇક સામે રક્ષણ આપે. એકવાર ઘઉં અને ગોળમાંથી શુગર મોલેક્યુલ્સ રિલીઝ થાય ત્યારે થર્ડ લાઈન ઑફ ડીફેન્સ એક્ટીવેટ થાય અને એ છે ખસખસ અગેઇન. આ ખસખસ એક મહામાયા છે.

એ ફક્ત લાડવાની ડી-કમ્પોઝીશન ને જ ધીમું કરે છે એવું નથી. ખસખસ રીલીઝ થયેલાં શુગર મોલિક્યુલ્સ ને બ્લડ સ્ટ્રીમમાં એબ્સોર્બ થવામાં પણ બ્રેક મારે છે. કે જે વન્સ અગેઇન બ્લડમાં આવતી શુગર સ્પાઇક સામે રક્ષણ આપે છે. આમ લાડવા બનાવવામાં જે સૂઝબૂઝ આપણા વડીલોએ બતાવી છે તે અદ્ભૂત છે. એટલે જ ત્યારે ડાયાબિટીસ ન હતો.ખાવાના  વધું શોખીન સિદ્ધપુરીયા અને હળવદીયા બ્રાહ્મણ, આગલા દિવસ ભુખ્યા રહેતાં ને વધુ જમાઈ જાય તો જમીને નદી એ ન્હાવા પડતાં. આ બંને હકીકત આરોગ્ય વિજ્ઞાન ની દ્રષ્ટીએ કેટલી સાર્થક છે તે આજે સમજાય છે ને? આજ સુધી આપણે જ આપણાં ભૂદેવઓની આ પ્રકારના વર્તન ને સમજ્યા વગર હસી કાઢતાં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.