Abtak Media Google News

ગુજરાતમાં આ વર્ષે ચોમાસુ સારુ જવાના એંધાણ હવામાન ખાતાએ અગાઉથી જ આપી દીધા હતા પરંતુ કુદરત આ વર્ષે ગુજરાત પર કંઇક વધુ જ મહેરબાન હોઇ તેમ સીઝનનો ૧૦૦% થી પણ વધુ વરસાદ વર્ષી ચુક્યો છે. અને એમાં પણ મધ્યપ્રદેશનાં દક્ષિણ પશ્ર્ચિમ વિસ્તારના લો પ્રેસરનાં કારણે હજુ પણ વરસાદી માહોલ છવાયેલો રહેવાની આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે જેમાં જણાવ્યા અનુસાર આગામી ૧ સપ્ટેમ્બર સુધી હજુ મેઘમહેર થવાની સંભાવના રહેલી છે. જેમાં રાજ્યમાં અમદાવાદ સહિતના વિવિધ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થશે તેવું પણ જણાવવામાં આવ્યું હતું તેમજ લો પ્રેશરની અસર ઘટતાં વરસાદનું જોર પણ ક્રમશ : ઘટશે તેવી માહિતી પણ આપવામાં આવી છે.

સીઝનનો ૧૦૦. ૮૫ % વરસાદ વર્ષી ચુક્યા છે ત્યારે હજુ વધુ વરસાદ ખાબકવાથી કેવી પરિસ્થિતિ સર્જાશે તેનું તો અનુમાન જ લગાવવું રહ્યું ત્યારે રાજ્યમાં સૌથી વધુ વરસાદ મોરબી, બનાસકાંઠા જીલ્લામાં થયો છે. અને સૌથી ઓછો વરસાદ વડોદરા જીલ્લામાં નોંધાયો છે. તેવા સમયે કહી શકાય છે. રાજ્યનાં ૫૦ તાલુકા એવા છે જ્યાં આ સીઝનમાં ૧૦૦૦ મી.મી.થી પણ વધુ વરસાદ વર્ષી ચુક્યો છે. તેમજ ૬૬૧ તાલુકામાં ૫૦૦ મિ.મિ.થી વધુ અને માત્ર ૩૯ તાલુકા એવા છે જ્યાં ૫૦૦ મિમિથી ઓછો વરસાદ થયો હોય.

આટલી મેઘ મહેર બાદ હજુ પણ આગામી ૩૬ કલાક સુધી ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ગાજવીજ સાથે મેઘાવી માહોલ છવાશે તેવું દર્શાઇ રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.