Abtak Media Google News

શિક્ષણ એ એક એવી મૂડી છે જે માણસ ફક્ત મહેનત દ્વારા જ કમાઇ શકે છે. જેને હાંસલ કરવાનો જુસ્સો માણસને ધારે ત્યાં પહોંચાડી શકે છે. તમને એવી વાર્તાઓ, કે કિસ્સાઓ સાંભળવા કે જોવા મળ્યા જ હશે કે જેમાં કોઈ ગરીબમાં ગરીબ અથવા કોઈ ખોડખાંપણ ધરાવતી વ્યક્તિ મોટી વ્યક્તિ એટલે કે આર્થિક રીતે ભલભલાને પાછળ ધકેલી દે એવી બની છે. પરંતુ આ પાછળ કાઈ દર વખતે કિસ્મત જ નથી હોતા. કહેવાય છે ને કે મહેનત આગળ તો નસીબે પણ ઝુકવું જ પડે છે.

Advertisement

આવા વ્યક્તિઓની કહાની ઘણા લોકોને હિંમત આપે છે. ઘણાં લોકો માટે એક પ્રોત્સાહિત કરનારો બનાવ બની જાય છે. ત્યારે હાલ સોશિયલ મીડિયા પર આવી જ એક કહાની અને પરિશ્રમની અથાગ ગાથા રજૂ કરતો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેમાં વ્યવસાયે એક મોચીનું કરતા પિતા તેની છત વગરની રોડ પરની એક દુકાન પર બેઠા જૂતા સીવી રહ્યા છે, અને તેમની બાજુમાં બેઠેલો તેમનો ટબુડિયો લેશન કરી રહ્યો છે.

Img 20210530 183632

એક તરફ પિતા બીજાના બૂંટ, ચંપલ સિવવામાં વ્યસ્ત છે તો બીજી તરફ તેમનો નાનો પુત્ર અભ્યાસમાં વ્યસ્ત છે. આ ચિત્ર ઉદાસીની સાથે શિક્ષણ માટે પ્રયત્ન કરતા પુત્રને જોઈ ખુશી પણ આપે છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી આ તસવીર ઘણા યૂઝર્સને પસંદ આવી રહી છે. ઘણા લોકોએ કહ્યું કે આ એક તસવીર ઘણું બધું કહી જાય છે. આ એક તસવીરે સમગ્ર દિવસ જુસ્સો આપી દીધો છે. તો ઘણા યુઝર્સે આ તસવીર જોઈ દેશની સિસ્ટમ પર ટીકા પણ કરી છે.

<blockquote class=”twitter-tweet”><p lang=”hi” dir=”ltr”>हो कही भी आग, लेकिन आग जलनी चाहिए? <a href=”https://t.co/EuNc6Fxhjq”>pic.twitter.com/EuNc6Fxhjq</a></p>&mdash; Susanta Nanda IFS (@susantananda3) <a href=”https://twitter.com/susantananda3/status/1398188362628878336?ref_src=twsrc%5Etfw”>May 28, 2021</a></blockquote> <script async src=”https://platform.twitter.com/widgets.js” charset=”utf-8″></script>

જણાવી દઈએ કે સૌપ્રથમ સોશિયલ મીડિયા પર આ પ્રકારની તસવીર આઈ. એફ. એસ. અધિકારી સુશાંતા નંદાએ શેર કરી છે તેમણે આ ફોટો પોસ્ટ કરતા કેપ્શનમાં લખ્યું છે કે આગ ક્યાંય પણ હોય પરંતુ તેમાં જાન હોવી જોઈએ…. આ તસવીરમાં એક પુત્ર અભ્યાસ કરી રહ્યો છે. અને બાજુમાં બેઠેલા તેના પિતા કામ કરી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.