Abtak Media Google News

છેલ્લા દોઢ વર્ષથી ઇમ્યુનીટી વધારવા માટે સૌથી વધારે ઉકાળાના સેવન પર જોર દેવામાં આવ્યું છે. અને લોકોએ વધુમાં વધુ ઉકાળાનું સેવન કયુૃ પણ છે.જયારે ઉકાળો બનાવવામાટે પ્રત્યેક વ્યકિતએ અપનાવેલી રીત અલગ અલગ હોય છે. સામાન્ય રીતે શિયાળામાં શરદી ઉઘરસથી બચવા માટે ઉકાળો અથવા ‘કાઢા’ દરેકમાં પસંદીદા નુસ્ખો રહ્યો છે. પરંતુ કોરોનાની કારણે હાલ બધા ગરીમમાં પણ ‘કાઢા’નુ: સેવન કરે છે. જેમ કે તેના ઉપયોગમાં લેવામાં આવતી દરેક ચીજો ગરમ હોયછે. આમાં સવાલ એ થાય છે કે ગરમીમાં ઉકાળાનું સેવન કરવું હિતાહક છે કે નહીં?

ચાલો જાણીએ ‘કાઢા’ એટલે કે ઉકાળો અક આયુર્વેદીક ઉપચાર છે. જે સ્વાસ્થ્ય માટે ફાયદેમંદ છે. તેમાં ગિલોય, મુલેઠી, લવીંગ, તુલસી, તજ તથા આદુ જેવા મસાલાઓનો ઉપયોગ કરવામાં આવે છે. તે ઋતુના કારણે ફેલાતું સંક્રમણ અને ફલુથી લડવામાં મદદ કરે છે. એ સિવાય ગઠિયા માથાનો દુ:ખાવો, અસ્થમા, યુરનરી ટ્રેક ઇન્ફેકશન અને બ્રોકાઇટીસથી પીડીત લોકો માટે લાભદાયી છે. જો કે કોરોના કાળમાં ઉકાળાનું સેવન ફાયદેમંદ છે. કારણ કે ઇમ્યુનીટી વધારવામાં સૌથી કારગર છે. તેમાં મોજુદ જડી બૂટીઓ અને મસાલા એન્ટી ઓકિસડેન્ટથી ભરપુર છે. આ મુશ્કેલ સમયમાં કોરોનાથી બચવાનો આ હેલ્ધી ઓપ્શન છે.

શું ગરમીમાં ઉકાળાનું સેવન સુરક્ષિત છે?

ઉકાળામાં ઉપયોગમાં લેવામાં આવતી દરેક ચીજોની તાસિર ગરમ હોય છે. તેથી અહીં સવાલ થાય  કે ઉકાળો પીવો એ હિતાવહ છે? કોઇ વ્યકિત જરુર કરતા વધારે ઉકાળો પીવે તો તેને એસીડીટી, નાકમાંથી લોહી નીકળવું ચાંદા પડવા હ્રદયમાં બળતરા વગેરે જેવી સમસ્યા તેમજ થઇ શકે છે.

‘ઉકાળો’ પીવાની રીત

ઉકાળો પીવાની રીત કેવી હોવી જોઇએ એ પણ જાણવુ: જરુરી છે. બપોરના સમયે 4 થી પ ની વચ્ચે ઉકાળો પીવો જોઇએ. ભૂખ્યા પેટે ઉકાળો ન પીવો જોઇએ, કારણ કે તેનાથી એસીડીટી થવાની સંભાવના વધી જાય છે. સવારે સેવન કરવું જ હોય તો બ્રેકફાસ્ટ બાદ કરવું જોઇએ એ સિવાય એક વારમાં 1પ0 મીલીલીટરથી વધારે ઉકાળો ન પીવો ઉકાળામાં મરી અને આદુનો ઉપયોગ ઓવો કરવો. હાઇપર એસીડીટીની સમસ્યાથી પિડીત વ્યકિતએ તેમાં મધ ભેળવીને પીવો જોઇએ. જો કે ડાયાબીટીસના દર્દીઓએ ઉકાળામાં મધ અને મુલેઠીનો ઉપયોગ ટાળવો જોઇએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.