Abtak Media Google News

કોરોના મહામારીથી છેલ્લા દોઢ વર્ષ થયા શિક્ષણ કાર્યથી લઈ સિનેમા સુધીનું બધું ઠપ પડ્યું છે. હાલમાં કોરોના સંક્રમણ ઓછું થતા રાજ્ય સરકાર દ્વારા ગાઈડલાઈનો જાહેર કરી ફરી પાછું બધું શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. જેમાં મુખ્યમંત્રી રૂપાણી દ્વારા આજે નર્સિંગ અને ITIના વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.

મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને મળેલી કોરકમિટીની બેઠકમાં આ મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. આ નિર્ણય અનુસાર રાજ્યની ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ ITIના વિદ્યાર્થીઓને આ વર્ષ પૂરતુ માસ પ્રમોશન આપવામાં આવશે. આ માસ પ્રમોશન ફક્ત ફાઇનલ વર્ષના વિધાર્થીઓ માટે જ આપવામાં આવ્યું છે.

મુખ્યમંત્રીએ એવો પણ નિર્ણય કર્યો છે કે, ‘રાજ્યમાં નર્સિંગના અભ્યાસક્રમમાં ફાઇનલ વર્ષની પરિક્ષા લેવાશે તે સિવાયના વર્ષના નર્સિંગના વિદ્યાર્થીઓને આ વર્ષ પૂરતુ માસ પ્રમોશન અપાશે. પ્રવર્તમાન કોરોનાની સ્થિતિમાં વિદ્યાર્થીઓના અભ્યાસને વ્યાપક અસર પહોંચી છે. તે સંદર્ભમાં મુખ્યમંત્રી રૂપાણીએ આ વ્યવસાયલક્ષી અભ્યાસક્રમોમાં નર્સિંગ ફાઇનલ વર્ષ સિવાયના વર્ષના નર્સિંગના વિદ્યાર્થીઓને અને ITIના વિદ્યાર્થીઓને આ એક વર્ષ માટે માસ પ્રમોશન આપવાની જાહેરાત કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.