Abtak Media Google News

કોરોના મહામારીમાં માસ્ક અને સેનિટાઈઝર લોકોની પહેલી જરૂરિયાત બની ગયા છે. થોડા સમય પહેલા સોશિયલ મીડિયા પર  સેનિટાઇઝર માટે આ વિડીયો પણ વાયરલ થયો હતો કે ‘અપના સેનિટાઇઝર હો તો પુચુક ઔર દૂસરો કા હો તો પુચ પુચ …’ લોકોને મફતમાં સેનિટાઇઝર વાપરવાની ખૂબ જ મજા આવે છે. મફતમાં સેનિટાઈઝર કેવી રીતે વપરાઈ  તેનો વિડીયો સોશ્યલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. આ  વીડિયો લોકો દ્વારા પસંદ કરવામાં આવી રહ્યો છે. આ વિડીયોમાં એક કાકા છે તેઓ હાથ સેનિટાઇઝર કરવાને બદલે સેટાઈઝરથી નાય લે છે.

50 સેકન્ડની આ ક્લિપમાં, એક કાકા માસ્ક પહેરેલ ખુરશી પર બેઠા જોઈ શકાય છે. પછી એક માણસ આવે છે અને તેના હાથમાં સેનિટાઇઝર છાંટે છે. હાથ સાફ કર્યા પછી, કાકા તેને તેના હાથ, વાળ, ચહેરા અને પગ પર પણ લગાડવાનું શરૂ કરે છે. આ પછી તે માણસ તેમને વધુ આરોગ્યપ્રદ માને છે. દુનિયામાં એવા ઘણા લોકો છે જેમને બીજાની વસ્તુ વાપરવામાં વધુ મજા આવે આપણે આ કાકાને તે લોકોમાનાં એક કહી શકીએ છીએ.

આ વીડિયો રુપીન શર્મા આઈપીએસએ ટ્વિટર પર શેર કર્યો છે જેમાં કાકાને સેનિટાઇઝર હાથ પર લગાવવા માટે આપે છે પરંતુ તે કાકા સેનિટાઈઝરથી નાહી લ્યે છે રૂપીને આ વિડીયો  શેર કરતાં મજેદાર કેપ્શન લખ્યું – જે આવી રીતે સેનિટાઇઝર વાપરશે તેનો કોરોના વાળ પણ વાંકો નહિ કરી શકે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.