Abtak Media Google News

કોરોનાની બીજી લહેર વિચાર્યા કરતા વધુ ભયાનક સાબિત થઈ હતી. જેમાં હોસ્પિટલમાં બેડ, ઓક્સિજન સુવિધાઓની અગવડતા સર્જાય હતી. ગુજરાત સરકારે ભૂતકાળની પરિસ્થિતિ ફરીના સર્જાય તે માટે અગોત્રી વ્યવસ્થા કરવામાં લાગી ગઈ છે. જો ભવિષ્યમાં કોરોનાની ત્રીજી લહેર આવે તો ગુજરાત તેનો સામનો કરવા સક્ષમ રહશે. જેને લઈને પાટણની હેમચંન્દ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા ઓક્સિજન પ્લાન્ટનું નિર્માણ કરવામાં આવ્યું છે.

આજ રોજ ગાંધીનગર ખાતેથી મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પાટણની હેમચંન્દ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા નિર્મિત ઓક્સિજન પ્લાન્ટનું વર્ચ્યુઅલ લોકાર્પણ કર્યું હતું. આ સાથે જ કોરોના કાળમાં ઓક્સિજન રિફીલીંગ પ્લાન્ટ શરૂ કરનારી રાજ્યની સૌ પ્રથમ ગ્રાન્ટેડ યુનિવર્સિટી બનવાનું ગૌરવ આ યુનિવર્સિટીને પ્રાપ્ત થયું છે.

Gandhinagarઓક્સિજન રિફિલીંગ પ્લાન્ટ વિશે વાત કરીયે તો તે 60 લાખના ખર્ચે માત્ર 15 દિવસમાં જ તૈયાર કરવામાં આવ્યો છે. 13 કિલો લીટર પ્રવાહી ઓક્સિજનની ક્ષમતા વાળા આ પ્લાન્ટથી એક સાથે 40 સિલીન્ડર ભરી શકાશે. પાટણ શહેર-જિલ્લા અને આસપાસના તાલુકાઓમાં કોરોના મહામારી દરમ્યાન ઓક્સિજનની જરૂરિયાત આ પ્લાન્ટથી પૂર્ણ થઇ શકશે.

આ ઉપરાંત યુનિવર્સિટીના વિવિધ ભવનોમાં રિસર્ચ અને ઉદ્યોગોમાં પણ આ ઓકસીજનનો ઉપયોગ જરૂરિયાત મુજબ કરવામાં આવશે. મુખ્યમંત્રીએ આ અવસરે સ્પષ્ટ પણે કહ્યું કે, ‘ગુજરાતમાં ઓકસીજનના અભાવે એક પણ વ્યક્તિનું મૃત્યુ થયું નથી. રાજ્ય સરકારે કેન્દ્ર સરકારની મદદથી રાજ્યમાં ઓકસીજન પુરવઠાની વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરી હતી. જેથી ઓક્સિજનની રોજની 250 ટનની ખપત વધીને 1200 ટન થઈ હતી.’

પાટણના આ ઓક્સિજન પ્લાન્ટ લોકાર્પણમાં સાંસદ ભરતસિંહ ડાભી, નગરપાલિકા પ્રમુખ સ્મિતા બહેન અને યુનિવર્સિટી વાઇસ ચાન્સેલર વોરા,રજિસ્ટ્રાર, તેમજ જિલ્લા કલેકટર ગુલાટી અને પ્લાન્ટમાં સહયોગ આપનારા દાતાઓ જોડાયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.