Abtak Media Google News

દામનગર પાલિકા તંત્ર દ્વારા ‘જયારે વાડ જ ચીભડા ગળે’ જેવી સ્થિતિ સર્જાઈ છે. પાલિકામાં કરવામાં આવતા  બિન જરૂરી ખર્ચાઓ માટે જવાબદાર કોણ? તેવું પૂછવાવાળુ પણ કોઈ નથી એટલું જ નહી કર્મચારીઓનાં પાન-મસાલાનું બીલ પણ  પાલિકાના  નામે જયારે ચડાવાતું હોય તો આમા વિકાસ અર્થે  ખર્ચની રકમ કયારે વપરાશે તેવા અનેક  સવાલો  લોકોમાં  ચર્ચાઈ રહ્યા છે.

Advertisement

કર્મચારીઓનાં પાન-મસાલાનું બીલ પણ પાલિકાના નામે ચડાવાય છે તો  આમાં વિકાસ અર્થેનો ખર્ચ કયારે? પ્રજામાં ઉઠતા સવાલો

દામનગર નગરપાલિકા તંત્ર નો વિકાસ ફૂલ સ્પીડ માં કર્મચારી ઓના પાન મસાલા ના બીલ પણ પાલિકા માંથી ચૂકવાય રહ્યા છે સરદાર ચોક માં  22 હજાર રૂપિયા કરતા વધુ કિંમત નું ગટર નું ઢાંકણું  લુહારે બનાવ્યું કે સોની એ ? અનેક જગ્યા એ વિકાસ વંડી એ ચડ્યો  છે  સારી કન્ડિશન ના પેવર બ્લોક રસ્તા ઓ તોડી દલા તરવાડી ની યુક્તિ એ ખેતી વાડી ઓના રસ્તા ઓ ખાનગી માલિકી ઓમાં પેવર બ્લોક ની લ્હાણી કરતું પાલિકા તંત્ર કોઈ પણ જાત ના જાહેર નામાં વગર આઉટ સોસિગ થી કહીયાગરા કર્મચારી ની ભરતી કરી પાલિકા નું તંત્ર સંચાલન  કહ્યાગરા કર્મચારી ઓ દ્વારા બેરોકટોક નાણાં ચૂકવાય રહ્યાં છે.

બિન જરૂરી વસ્તુ ઓની ખરીદી કોઈ ભાવ કે ઓડર વગર ડિલિવરી થી તેરી ભી ચૂપ મેરી ભી ચૂપ શહેર ની નગરપાલિકા એ કોઈ પણ જાત ના ઠરાવ મંજૂરી કે ઓડર વગર મોટા પ્રમાણ ના કીટ નાશક નો ટ્રક ની ડિલિવરી મળી આ અંગે પ્રમુખ અને ચૂંટાયેલા બોર્ડ કાઈ જાણતું નથી આ કીટ નાશક કોણે શા માટે મંગાવી હશે ? સ્ટોર રૂમ માં બિન જરૂરી વસ્તુ ઓના ઢગલા ઓ શહેર ની મુખ્ય બજાર નું ગટર ઢાંકણ 22 હજાર નું બીલ થી બન્યા ની ચર્ચા તોક ઓફ ઘી ટાઉન આ  ઢાંકણ માં શુ ચાંદી વપરાય હશે?

પાલિકા ના ચૂંટાયેલા પદા અધિકારી ઓ ક્યાં? ચૂંટણી પછી ગાયબ સમાજ સેવી ગોત્ય જડતા નથી મોટા બીલ ઉધારતા અધિકારી ઓને લીલા લહેર વગર ઓડરે બિન જરૂરી ખરીદી કોના હિત માં ? ઓમ એન્જીનિયરીગ વર્કર્સ કોણ ?  વર્ષે લાખો ના ખૂબ મોટા અને ખોટા બિલો સરદાર ચોક માં સાચું હોય તો શરમ જનક પાઇપ નું ઢાંકણ 22 થી વધુ ની કિંમત બીલ થી બન્યું પાલિકા ના કર્મચારી ઓના પાન મસાલા ના બીલ પણ પાલિકા ચૂકવે છે પેટ્રોલ ડીઝલ ના લાખો ના બીલ ફીનાઇલ એસિડ ના ભાવ ત્રણ ગણા ચૂકવી ખરીદી માત્ર ચીફ ઓફિસર ની સહી થી જ નાણાં ની ચુકવણી સોફ્ટડ્રિક ગુટખા  સહિત ના ખર્ચા પાલિકા માંથી ચૂકવાય રહ્યા છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.