Abtak Media Google News

કોરોના મહામારીને કારણે પ્રતિબંધ મુકાયા બાદ હવે આગામી બુધવારથી ફરી એકવાર ગલ્ફ સાથેનો ભારતનો વિમાન વ્યવહાર શરૂ થઈ રહ્યો છે. બુધવારથી ભારતથી આવનારી તમામ ફલાઈટ પરનો પ્રતિબંધ ઉઠાવી લેવાની યુએઈ દ્વારા આજે જાહેરાત કરવામાં આવી હતી.

દુબઈ અને અબુધાબી સહિતના શહેરોએ ભારતથી આવતી ફલાઈટ બંધ કરી દીધી હતી પરંતુ કોરોનાની મહામારી એકદમ હળવી થઈ ગઈ હોવાથી હવે ગલ્ફ સાથેનો વિમાની વ્યવહાર પૂર્વવત થઈ રહ્યો છે.

યુએઈ સરકારે જાહેર કર્યું છે કે, ભારત ઉપરાંત દક્ષિણ આફ્રિકા અને નાઈઝીરીયાથી પણ ફલાઈટ આવવાનું શરૂ થઈ જશે. ભારતમાંથી આવનારા ઉતારૂઓ પાસે રેસિડેન્સ વિઝા બહુ જ જરૂરી છે.

તદ્ઉપરાંત યુએઈ દ્વારા માન્યતા પ્રાપ્ત રસીના બે ડોઝ લીધા હોવાનું પ્રમાણપત્ર પણ ભારતીય ઉતારૂએ સાથે રાખવું પડશે. આરટીપીઆરનો નેગેટીવ ટેસ્ટ રિપોર્ટ પણ સાથે હોવો જરૂરી છે. યુએઈ અને ભારત વચ્ચે એક સપ્તાહમાં 300 ફલાઈટની અવર-જવર થાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.