Abtak Media Google News

ટેક્નોલોજીની પ્રત્યે ખાસ લગાવ રાખનારા લોકો માટે આ અઠવાડિયું ખુબ જ મજેદાર રહ્યું હતું. આ સપ્તાહ દરમિયાન અનેક એવી ઇવેન્ટ યોજાઇ જેના કારણે ટેક્નોલોજીના ક્ષેત્રમાં એક ડગલું આગળ વધ્યું છે. આ સપ્તાહ દરમિયાન અનેક મોટી કંપનીઓએ પોતાની નવી પ્રોડ્કટ માર્કેટમાં લોન્ચ કરી. ખાસ કરીને માઇક્રોસોફ્ટ, રિલાયન્સ જિઓ, રિયલ મી, શાઓમી અને સેમસન્સે પોતાના નવા ફોન લોન્ચ કર્યા. તો લેનોવાએ પોતાનું ફોલ્ડેબલ લેપટોપ પણ લોન્ચ કર્યું. તો આવી એક ટેકની દુનિયામાં એક ડૂબકી લગાવીએ.

માઇક્રોસોફ્ટનું વિન્ડોઝ 11

Window 11કોમ્પ્યુટર ઓપરેટરો માટે જાણે આતુરતાનો અંત આવી ગયો છે ત્યારે હવે સત્તાવાર રીતે windows 11 લોન્ચ થઇ ગયું છે. માઈક્રોસોફ્ટની નવી ઓપરેટિંગ સિસ્ટમ 2015માં લોન્ચ કરવામાં આવેલી windows 10 ના છ વર્ષ પછી ડેબ્યુ કરી રહી છે. જેમ જેમ જનરેશન બદલાય છે તેમ ઘણી ઇલેકટ્રોનિક વસ્તુઓમાં નવા નવા અપડેટ આવતા રહે છે અને સાથે ઘણા એવા નવા ફીચર્સ પણ આપવામાં આવે છે . ત્યારે 24 જૂનના રોજ માઈક્રોસોફ્ટ દ્વારા windows 11 ઓપરેટિંગ સિસ્ટમ લોન્ચ કરવામાં આવી છે. ઘણા બધા નવા અપડેટ તેમજ નવા ફીચર્સનો ઉમેરો કરવામાં આવ્યો છે.

windows 10 માં હેરાન કરનારી hi cortana હવે windows 11 માં જોવા નહિ મળે. સાથે સાથે ઘણા એવા નવા અપડેટ આવ્યા છે જેમાં windows start મેનુ સ્ક્રીનના સેન્ટરમાં જોવા મળ્યું છે. વોશીન્ગ્ટન સ્થિત કંપનીએ આ ઓપરેટિંગ સિસ્ટમ લોન્ચ કરતા જ mac os તેમજ chrome os નો સામનો કરતા જોવા મળી રહી છે.

Jio સસ્તો ફોન

Jio Next Mobileહાલમાં જ મળેલી રિલાયન્સની જનરલ બોર્ડ બેઠકમાં ચેરમેન મુકેશ અંબાણીએ અનેક મોટી જાહેરાત કરી જેમાં સૌથી ખાસ હતી સસ્તો સ્માર્ટ ફોન, રિલાયન્સ જિઓએ ગૂગલ સાથે મળી પોતાનો સૌથી સસ્તો 4જી સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. જીઓના આ ફોનમાં ગૂગલની એન્ડ્રોઇડ સર્વિસનો ભારતના લોકો સસ્તામાં લાભ લઇ શકશે.

શાઓમી Mi 11 lite

Xiamo 3સ્માર્ટફોન ક્ષેત્રે ઝડપથી ભારતમાં ટોચ પર સ્થાન મેળવવામાં સફળ રહેલી કંપની શાઓમી એક પછી એક પોતાના અપડેટેડ સ્માર્ટફોન લોન્ચ કરી રહી છે. હાલમાં જ કંપનીએ ​Xiaomi Mi 11 Lite ફોન લોન્ચ કર્યો છે. 732G સ્નેપડ્રેગન અને 33 W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટવાળા આ ફોનની કિંમત 21,999 રાખવામાં આવી છે. કંપનીએ આ ફોનના બે વેરિયન્ટ લોન્ચ કર્યા છે જેમાં 6GB+128GBના ફોનની કિંમત 21,999 અને 8GB+128GBની કિંમત 23,999 રૂપિયા રાખી છે. આ સ્માર્ટફોન ત્રણ કલર ટુસ્કાની કોરલ, ઝાઝ બ્લૂ અને વિનીલ બ્લેકમાં ઉપલબ્ધ હશે. ફ્લિપકાર્ટ પર પ્રી ઓર્ડર કરી શકો છો તથા miના સ્ટોર પર 25 જુનથી મળતા શરૂ થઇ જશે.

Lenovoનું ફોલ્ડેબલ PC

Lenovo 4હાલમાં જ લેનોવો કંપનીએ ભારતમાં પોતાનું પ્રથમ થિંકપેડ x1 ફોલ્ડેબલ PC લોન્ચ કર્યું છે. કંપનીનું કહેવું છે કે આ દુનિયાનું પ્રથમ ફોલ્ડેબલ પીસી છે. થિંકપેડ એક્સ1માં સ્પલિટ સ્ક્રીનનો અનુભવ આ લેપટોપને ખાસ બનાવે છે. યૂઝર્સ આ લેપટોપને બૂકની જેમ બે સાઇટ પર ફોલ્ડ કરી શકે છે. આ સિવાય આ લેપટોપમાં મલ્ટીટાસ્ક, જોટ નોટ્સ અને સ્ક્રીન કીબોર્ડની સુવિધા હશે. લેનોવોના આ ThinkPad X1ની સ્ટાર્ટિંગ કિંમત 3,29,000 રાખવામાં આવી છે. લેનોવોની વેબસાઇટ પર તેની કિંમત પર ઓફર ચાલી રહી છે જેમાં યૂઝર્સ 248,508માં ખરીદી શકે છે.

Realme Narzo 30 5G

Relmi 5તો સ્માર્ટફોનની દુનિયામાં રિયલમીએ પણ ઓનલાઇન પોતાના બે નવા ફોન Realme Narzo 30 5G લોન્ચ કર્યા છે. આ બંને સ્માર્ટફોનમાં 5000mAh બેટરી અને સાઇટમાં ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યા છે. રિયલમી નાર્ઝો 30 5જીની એક જ વેરિયન્ટમાં હશે, જેમાં 6GB+128GBની કિંમત Rs 15,999 રાખવામાં આવી છે. તો રિયલમી નાર્ઝો 30 બે વેરિયન્ટમાં 4GB+64GB અને 6GB+128GB છે. બંનેની કિંમત Rs 12,499 અને Rs 14,999 રાખવામાં આવી છે. બંને સ્માર્ટફોન રેસિંગ સિલ્વર અને રેકિંગ બ્લૂ કલરમાં ઉપલબ્ધ હશે.

રિયલમીએ લોન્ચ કર્યા નવા ઇયરબડ્સ અને ટીવી

06 3હાલમાં જ રિયલમીએ સ્માર્ટફોન નાર્ઝોની સાથે જ ઇયરબડ્સ Q2 અને રિયલમી સ્માર્ટ TVFHD 32 ઇંચ લોન્ચ કર્યા છે. વાત રિયલમીના ટીવની કરીએ તો તેમાં 32 ઇંચની ફૂલ HD અલ્ટ્રા-બ્રાઇટ ડિસ્પ્લે આપવામાં આવી છે જે 85 ટકા NTSCથી સજ્જ હશે. આ ટીવી ઢાળ વગરની ડિઝાઇનમાં 8.7 mm પાતળી હશે. સાથે જ એન્ડ્રોઇડ 9ની સાથે અનેક જાણીતી સ્ટ્રીમિંગ એપ પણ હશે. આ સિવાય આ સ્માર્ટ ટીવીમાં ડોલ્બી 24 w સ્ટીરીઓ સ્પીકર, MediaTek 64-bit quad-core processor, કંપનીએ આ ટીવીની કિંમત 18,999 રાખી છે જેનો સેલ 29 જુનથી શરૂ થશે.

તો રિયલમીના ઇયરબડ્સ Q2ની વાત કરીએ તો તેમાં એક્ટિવ નોઇસ કેન્સલેશન 25dbની સુવિધા હશે. આ ઇયરબડ્સની કિંમત 2,499 રાખવામાં આવી છે જેનો સેલ 30 જુને 12 વાગ્યાથી શરૂ થશે.

સેમસંગ ગેલેક્સી M32

07 6સ્માર્ટફોનની દુનિયામાં સેમસંગ ગેલેક્સીએ પોતાનો M32 સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. આ ફોનની સ્ટાર્ટિંગ કિંમત 14,999 રાખવામાં આવી છે. આ ફોનમાં બે RAM વેરિયન્ટ 4GB અને 6GB. 64GB અને 128GB સ્ટોરેજ મોડેલ હશે. બંને વેરિયન્ટની કિંમત Rs 14,999 અને Rs 16,999 રાખવામાં આવી છે. વાત કરીએ આ સ્માર્ટફોનના ફિચરની તો તેમાં 6.4 ઇંચ સુપર AMOLED ઇન્ફિનિટી U ડિસ્પ્લે. હાઇબ્રાટનેટ 800 નિટ્સ અને રેફ્રેસ રેટ 90 Hz હશે. સાથે જ એન્ડ્રોઇડ 11 ઓપરેટિંગ સિસ્ટમ તો ખરી જ. આ સ્માર્ટફોનનો સેલ જુન 28 તારીખે 12 વાગ્યાથી શરૂ થશે.

Vivo V21e 5G સ્માર્ટ ફોન

9 1ભારતમાં ઝડપથી ઉભરીને આગળ આવેલી સ્માર્ટફોન કંપનીએ પોતાની વી સીરિઝને આગળ વધારી V21e 5G સ્માર્ટ ફોન લોન્ચ કર્યો છે. આ સ્માર્ટફોન સિંગલ સ્ટોરેજ વેરિયન્ટ 8GB RAM અને 128GB ઇન્ટરનલ સ્ટોરેજની સુવિધા હશે. આ ફોનની કિંમત 24,990 રૂપિયા નક્કી કરવામાં આવી છે જેમાં બે કલર સનસેટ ઝાઝ અને ડાર્ક પર્લનો ઓપશન મળશે.

ગાર્મિન ફોરેર્યુનર 55 સ્માર્ટવોચ

99ભારતમાં સ્માર્ટવોટની દુનિયામાં ગાર્મિને પોતાની સ્માર્ટવોટ સીરિઝને આગળ ધપાવી છે. કંપનીએ ફોરેર્યુનર 55 વોચ લોન્ચ કરી છે. આ સ્માર્ટવોચમાં GPS ક્નેક્ટિવિટીની સુવિધા હશે. કંપનીનો દાવો છે કે આ ડિઝાઇન ખુબ જ પસંદ કરવામાં આવશે. આ સ્માર્ટવોચની કિંમત કંપનીએ 20,990 રૂપિયા રાખી છે જે ઓનલાઇન અમેઝોન, ફ્લિપકાર્ટ, ટાટા ક્લિક વગેરે પર મળી રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.