Abtak Media Google News

અભિનેત્રી યામી ગૌતમને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) દ્વારા આજે (જુલાઇ 2) સમન્સ પાઠવવામાં આવ્યું છે. વિક્કી ડોનર અભિનેત્રીને ઇડી દ્વારા વિદેશી વિનિમય વ્યવસ્થાપન અધિનિયમ (ફેમા) ના કથિત ઉલ્લંઘનમાં પૂછપરછ માટે બોલાવવામાં આવી છે. ફિલ્મ નિર્માતા આદિત્ય ધર સાથે તાજેતરમાં ગાંઠ બાંધનાર યામી ગૌતમ હાલ ઈડી સ્કેનર હેઠળ છે. અભિનેત્રીએ કથિત રીતે ફેમાનું ઉલ્લંઘન કર્યું છે. આ કેસની તપાસ ઈડીના ઝોન 2 દ્વારા કરવામાં આવી રહી છે. આ બીજી વખત છે જ્યારે અભિનેત્રીને ઇડી દ્વારા સમન અપાયું છે. જોકે હાલમાં ઘણી બોલિવૂડ ફિલ્મો ઈ ડી સ્કેનર અંતર્ગત છે. E D (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ) એ પ્રવર્તન નિર્દેશાલય એ અનિયમિત રીતે થતી ઘટનાઓ પાર દેખરેખ રાખે છે.

યામી ગૌતમે ગયા મહિને એક ઘનિષ્ઠ લગ્ન સમારોહમાં ઉરી દિગ્દર્શક આદિત્ય ધર સાથે લગ્ન કર્યાં હતાં.  અભિનેત્રીએ લગ્નની એક તસવીર સોશિયલ મીડિયા પર તેના ચાહકો અને ફોલોઅર્સ સાથે શેર કરવા માટે પોસ્ટ કરી હતી. તેના લગ્ન પછી તરત જ અભિનેત્રીએ તેની આગામી થ્રિલર ફિલ્મ એ ગુરુવારે ફરી શૂટિંગ શરૂ કરી દીધી હતી.

યામીએ વિક્કી ડોનર સાથે બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો અને ફિલ્મથી પ્રખ્યાત બન્યું હતું. વર્ષોથી, તેણે રિતિક રોશનની કબિલ અને વરૂણ ધવન અભિનીત બદલાપુર સહિત બોલિવૂડની ઘણી મોટી ફિલ્મોમાં કામ કર્યું છે.

તે છેલ્લે પુનીત ખન્નાની ગિની વેડ્સ સનીમાં જોવા મળી હતી. તેણે થોડા મહિના પહેલાં નેટફ્લિક્સ પર
રજૂ થયેલી આ ફિલ્મમાં તેણે વિક્રાંત મેસી સાથે સ્ક્રીન સ્પેસ શેર કરી હતી. તેણે બાલા, યુધામ, બદલાપુર,
સનમ રે, કાબિલ અને ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઈક જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.