Abtak Media Google News

જામ ખંભાળીયામાં રસી લેવા માટે થતાં લોકોની ભીડમાં સામાન્ય બાબતે બોલાચાલી થયા બાદ સામ સામે મારામારી થતાં પાંચ લોકો ઘવાયા હોવાની ઘટના સામે આવી છે. જેમાં નોકરીમાં જવા માટે વહેલા વારો લેવાનું કહેતા બાબતમાં ઉભેલા લોકો વચ્ચે માથાકુટ થઇ હતી.

નોકરીમાં જવાનું કહી વહેલા વારો લેવાનું કહેતા સામ સામે મારામારી પાંચ ઘવાયા

શરીરમાં વેકસીન પહોચ્ચી અસર કરે ત્યાં જ રસીમાં કરંટ આવ્યો હતો. ભરાણા ગામમાં રસી મેળવવાની લાઇનમાં ઉભા રહેવા જેવી સામાન્ય બાબતમાં અહમના ટકરાવના કારણે ધીંગાણુ સજાૃયું હતું અને ઘવાયેલા પાંચ જેટલા ઇજાગ્રસ્તોને જામનગર જી.જી. હોસ્ટિપલમાં ખેસડવામાં આવ્યા હતા.આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ખંભાળીયા જામનગર માર્ગ પર આવેલા ભરાણા ગામમાં પ્રાથમિક શાળા વેકસીન લેવા લાંબી કતાર લાગી હતી જેથીલાઇનમાં ઉભા રહેલા એક વ્યકિતએ તેમને નોકરીમાં જવાનું છે માટે વચ્ચેથી રસી આપવા રજુઆત કરી હતી ત્યારે આ સમયે અન્ય એક વ્યકિત  દ્વારા અધવચ્ચેથી રસી આપવાનો વિરોધ કરતા ત્યાં જ બે વ્યકિત વચ્ચે એક બીજાને હાથો હાથનો જંગ ખેલાયો હતો.

બાદ લાઇન છોડી આ બે વ્યકિત દ્વારા બન્નેના જુથોને સામ સામી અથડામણ કરવામાં આવતા ભરાણા ગામ રણ મેદાન બની જવાથી ગામની દુકાનો મકાનો ફટાફટ બંધ થઇ ગયા હતા. ગામમાં લોહીયાળ જંગ ખેલવા વિરોધી જુથે પુર્ણ તૈયારી કરી હતી અને થોડી ક્ષણોમાં રીતસર માહોલ સર્જાયો હતો. ત્યાં જ કોઇ ચાણકર્ય પોલીસને જાણ કરતા ખંભાળીયા પોલીસના ડીવાયએસપી એલ.સી.વી. એસઓજી શાખા પહોચી જયાં સ્થિતિ કાબુમાં કરવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.