Abtak Media Google News

“ સ્વછતા ત્યાં પ્રભુતા” ગાંધીજીના આ સ્વપ્નને પૂરું કરવા માટે ભારત સરકારએ 2-10-2019 ના મહાત્મા ગાંધીના 150માં જન્મ દિવસ નિમિત્તે, સ્વચ્છ ભારતના ઉદેશ્ય સાથે, સ્વચ્છ ભારત અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી. આ  અભિયાનને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો હતો. ત્યારે જામનગરમાં તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. જ્યાં 3 દિવસ પહેલા જ લખોટા તળાવમાં સફાઈ કરવામાં આવી હતી. 3 દિવસ બાદ ત્યાં ફરી કચરાના ઢેર જોવા મળી રહ્યા છે.

જામનગરમાં આ તળાવને ગંદકી મુક્ત કરવા જામનગર મનપાના કર્મચારીઓ તથા ભાજપ અગ્રણીઓ દ્વારા તાજેતરમાં સફાઈ અભિયાન કરી કચરાનો નિકાલ કરાયો હતો. જે બેશક આવકારક બાબત છે પરંતુ ફોટોસેશન બાદ કચરાના ઢગલાં આજે પણ અડીખમ ઉભા છે. તળવામાં સફાઈ અભિયાન થયું પરંતુ જામનગરના પ્રવેશદ્વાર નજીક આવેલ નાગમતી નદી ગંદકીથી ગળાડૂબ છે. આટલી ગંદકી હોવા છતાં તંત્ર કોઈ પગલાં લઈ રહ્યું નથી.

લોકોએ કરેલી ફરિયાદ બાદ દર વર્ષે પ્રિ-મોન્સુન કામગીરીના નામે ઠેકઠેકાણેથી થોડો ઘણો કચરો ઉપાડ્યા ઉપરાંત અમુક કામો કરાવી લાખોના બિલ પાસ કરાવી સબ સલામતીના દાવા કરવામાં આવે છે. આથી પ્રજાના ટેક્સના પૈસાનો દુર્વ્યય થઇ રહ્યો છે અને શહેરમાં ‘આંધડો વણેને વાછોડો ચાવે’ તેવો ઘાટ સર્જાયો છે. એક સમયે જામનગરના ગૌરવ સમાન રહેલી નાગમતિ નદી હાલ ગંદકીથી ખદબદી રહી છે. તંત્રની ઉદાસીનતા અને આળસુ વહીવટના પાપે નાગમતિ નદીનો ખો નિકળી રહ્યો છે છતાં અધિકારીઓ, પદાધિકારીઓ, રાજકીય પક્ષના અગ્રણીઓ લાંબો ઘુંઘટો તાણીને બેઠા છે.z

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.