Abtak Media Google News

ગુરુવારે મોડીરાતેથી જમ્મુ-કાશ્મીરના પુલવામામાં ચાલી રહેલા એન્કાઉન્ટરમાં લશ્કર-એ-તૈયબાના પાંચ આતંકવાદીઓ માર્યા ગયા છે. તેમાંથી એક પાકિસ્તાની છે. પુલવામાના હંજીન રાજપોરા વિસ્તારમાં હજી પણ એન્કાઉન્ટર ચાલુ છે અને છુપાયેલા આતંકવાદીઓની શોધ ચાલુ છે. ક્રોસ ફાયરિંગ દરમિયાન સેનાનો એક જવાન પણ શહીદ થયો હતો.

Advertisement

એક સૈન્ય અધિકારીએ જણાવ્યું કે પ્રારંભિક ગોળીબારમાં એક જવાન ઘાયલ થયો હતો, જેનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જમ્મુ કાશ્મીર પોલીસના આઈજી વિજય કુમારે જણાવ્યું હતું કે પુલવામા એન્કાઉન્ટર દરમિયાન લશ્કરના પાંચ આતંકવાદીઓ માર્યા ગયા છે. તેમાંથી એક પાકિસ્તાની નાગરિક છે. કામગીરી હજી ચાલુ છે.

મોડી રાત્રે એન્કાઉન્ટર શરૂ થયું છે. ગુરુવારે મોડી રાત્રે જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું હતું. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, આતંકવાદીઓની હાજરીની બાતમી મળતાં પુલવામા જિલ્લાના રાજપોરા વિસ્તારના હાજિન ગામમાં સુરક્ષા દળોએ કોર્ડન અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. આતંકીઓ સુરક્ષા દળો પર ગોળીબાર કર્યા બાદ આ કાર્યવાહી એન્કાઉન્ટરમાં ફેરવાઈ હતી. સુરક્ષા દળોએ પણ ફાયરિંગનો યોગ્ય જવાબ આપ્યો હતો

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.