Abtak Media Google News

ઉપલેટામાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ અંતર્ગત નગરપાલીકા દ્વારા શહેરમાં વોર્ડ નં.9 સ્લમ વિસ્તારમાં સફાઈ અભિયાન હાથ ધરી કચરાના ગંજ હટાવાયા હતા.

Advertisement

શહેરમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ અંતર્ગત નગરપાલીકામાં ચીફ ઓફીસર આર.સી. દવેની સૂચનાથી પાલિકા પ્રમુખ મયુર સુવાની આગેવાની હેઠળ સેનેટરી ઈન્સ્પેકટર અશોકભાઈ ડેર, સુપરવાઈઝર અનુભા જાડેજા, દિલીપભાઈ વરૂ, આરોગ્ય સમિતિના ચેરમેન જીજ્ઞેશભાઈ વ્યાસ સહિતનો કાફલો વોર્ડ નં.9ના નગરસેવક રિયાજભાઈ હિંગોરા, હાજીભાઈ શિવાણી, બોદુભાઈ શેખ પૂર્વ નગરસેવક રજાકભાઈ હિગોરાને સાથે રાખી સ્મશાન રોડ પર આવેલ વિવિધ કોલોનીમાં ઘેર ઘેર કચરાનો નિકાલ યોગ્ય જગ્યાએ કરવા જયાં ત્યાં કચરો નાખવાથી ગંદકીની સાથે સાથે માંદગીમાં પણ ભાગ બનવું ને પડે તે માટે સુકો અને ભીનો કચરો અલગ રાખી નગરપાલીકાની ગાડી આવે ત્યાં તેમાં નાખવા સમજણ આપી હતી વિવિધ જગ્યાએથી કચરો ઉપાડી નિકાલ કરાયો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.