Abtak Media Google News

ભૂકંપનું કેન્દ્રબિંદુ હરિયાણાના ઝજ્જરથી 10 કિમી દૂર ઉત્તરમાં નોંધાયું

5 જુલાઈને સોમવારે દિલ્હી-એનસીઆરમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ જણાવ્યું હતું કે આ ભૂકંપનું કેન્દ્રબિંદુ હરિયાણાના ઝજ્જરથી 10 કિમી ઉત્તરમાં હતું. સીસ્મોગ્રાફ પર આ ભૂકંપની તીવ્રતા 3.7 માપવામાં આવી હતી. આ ભૂકંપ રાત્રે 10:36 વાગ્યે આવ્યો હતો અને તેની ઊંડાઈ 5 કિલોમીટરની હતી.

આ અગાઉ 20 મી જૂને પણ ભૂકંપના હળવા આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 2.1 ની હતી. તે ભૂકંપનું કેન્દ્રબિંદુ દિલ્હીના પંજાબીબાગ વિસ્તારમાં હતું. તે દિવસે સવારે 12:02 વાગ્યે ભૂકંપના હળવા આંચકા અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર જમીનથી સાત કિલોમીટર નીચે હતું. જો કે, ખૂબ જ હળવા કંપનને લીધે મોટાભાગના લોકોને આ ભૂકંપ અનુભવાયો નહતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.