Abtak Media Google News

હિતેશ રાવલ, સાબરકાંઠા: ભગવાન જગન્નાથજીની રથયાત્રાને “સુપ્રીમ” મંજૂરી આપી દીધી છે. રુપાણી સરકાર અમદાવાદમાં નાથની નગરચર્યાને “ના” નથી કહી શકી. પરંતુ કોરોનાના સંક્રમણ વધી ન જાય તે માટે યાત્રામાં સરકારે નક્કી કરેલી કોવિડ ગાઈડલાઈનનું પાલન કરવું આવશ્યક રહેશે. જ્યાં-જ્યાં રથયાત્રા યોજાવાની છે ત્યાં બધે જ સરકારી નિયમોનું પાલન કરીને જ રથયાત્રા કાઢવામાં આવશે. ત્યારે સાબરકાંઠાના ઈડરમાં રથયાત્રાને લઈ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી.

આ સમિતિની બેઠકમાં સર્વ સમાજના લોકો જોડાયા લોકો જોડાયા હતા. આ બેઠક સાબરકાંઠાના એસપીની અધ્યક્ષતામા યોજાઈ હતી. તેમાં રથયાત્રાને લઈને મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. કોરોનાના મહામારીને ધ્યાનમાં રાખીને રૂટ માત્ર બે કિલોમીટરનો જ રાખવામા આવ્યો છે. રથયાત્રાના દિવસે જેટલો સમય યાત્રા નિકડશે તેટલો સમય  જનતા કરફ્યુ અમલમા રહેશે. રથયાત્રામા ખલાસી સહિત ૬૦ વ્યક્તિ જ ભાગ લઈ શકશે. રથયાત્રામા ભાગ લેનારને તમામ લોકોને આરટીપીસીઆર ટેસ્ટ નેગેટિવ હોવો જરૂરી છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.