Abtak Media Google News

સમગ્ર વિશ્વનો પૌરાણિક ઈતિહાસ એમાં પણ માનવજાતિનો ઉદ્ભવ અને તેના સમયાંતર વિકાસનો ઈતિહાસ પહેલેથી જ ગૂંચવણ ભર્યો રહ્યો છે. અને એમાં પણ ખાસ ભારતનો ઈતિહાસ ખૂબ રસપ્રદ છે. આપણા દેશનો પ્રાચીન, અતિ પ્રાચીન, પાષાણ યુગ, વેદ યુગ સહિત ઘણાં પાસા અને સમય અનુસાર બીપીન તબક્કાઓમાં વહેંચાયેલો છે. એમાં પણ જો અતિ પ્રાચીન અને પાષાણ યુગની વાત કરીએ તો એમાં આદિમાનવનો ઉલ્લેખ છે.

વિશાળ જટા, શરીરે મોટું કદ અને નગ્ન હાલતમાં રખડતો ભટકતો માનવી આખરે આજનો આધુનિક માણસ કઈ રીતે બન્યો.? દાયકાઓ લાંબી આ પ્રક્રિયા અને આ વચ્ચેનો યુગનો ઈતિહાસ  હજુ પણ સંપૂર્ણપણે ઉકેલાયો નથી. ત્યારે આ અંગે તાજેતરમાં એક અભ્યાસ પ્રસ્તુત થયો છે.

પ્રાચીન અને પાષાણયુગના માનવીથી માંડી આજના

આધુનિક માનવી સુધીની સફર પર વૈજ્ઞાનિકોનો અભ્યાસ

Human 2

આદિમાનવ આજનો આધુનિક માણસ કેવી રીતે બન્યો..? જો કે આ માટે ડીએનએ પર પણ ગહન અભ્યાસ કરવામાં આવ્યો છે. ડીઓક્સી રીબોન્યુક્લિક એસિડ- ડીએનએ જ માણસની બદલતી જતી જીનોમ શૃંખલા માટે જવાબદાર છે. આ પર  કેલિફોર્નિયાની કોમ્પ્યુટેશનલ બાયોલોજીસ્ટ એન્ડ ધ કો-ઓથર યુનિવર્સીટીના વૈજ્ઞાનિકો દ્વારા રજૂ કરાયેલા એક રિપોર્ટમાં એ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આજના આધુનિક માણસના ડીએનએમાં માત્ર 7% જેટલો ફર્ક છે. એટલે કે આદિ માનવથી અત્યાર સુધીના આધુનિક યુગના માણસમાં ડીએનએ ચેનજીસ માત્ર 7% નો જ છે.

નગ્ન હાલતમાં રખડતા ભટકતા નિયંડરથલ અને આજનો શૂટ-બૂટ વાળા માનવીના ઉગઅમાં માત્ર 7 ટકાનો ફર્ક

આના પરથી એ જરુર કહી શકાય કે, આપણા પૂર્વજો અને આપણા ડી.એન.એ 7 ટકા મેચ થાય છે. તો બાકીના 93% ભાગ તો માણસની પોતાની મગજ શક્તિ, અને ઈચ્છા શક્તિ પર આધાર રાખે છે. પેટનો ખાડો બુરવા નગ્ન હાલતમાં રખડતો ભટકતો વ્યક્તિ આજે શૂટ-બુટ અને શાન બાન સાથે બ્રેક ફાસ્ટ, લન્ચ અને ડિનર લેતો થયો છે. આટલો મોટો ફેરફાર માણસની બૌદ્ધિક ક્ષમતાને કારણે જ ને !!

Human 1

વૈજ્ઞાનિકોની એક ટીમે પોતાની નવા સ્ટડીમાં દાવો કર્યો છે કે, નિયંડરથલથી આજનો મોર્ડન યુગનો માણસ ઘણો અલગ થઈ ગયો છે પણ ડીએનએમાં માત્ર 7 ટકાનો ફેરફાર થયો છે.

શું છે નિયંડરથલ..?? 

નિયંડરથલએ આદિમાનવની પ્રજાતિ છે. જે ધરતી પરથી કઈ લુપ્ત થઈ ગઈ છે. એમ કહેવાય છે કે આ સૌથી પુરાણી પ્રજાતિ છે. પૃથ્વી પર માનવજાતની ઉત્પત્તિ ક્યાંથી થઈ ..? કઈ રીતે થઈ..?? તેના મૂળ આ પ્રજાતિ પરથી શોધી શકાય છે. આંતરાષ્ટ્રીય વૈજ્ઞાનિકોએ અગાઉ પણ સ્ટડીમાં દાવો કર્યો છે કે, ધરતીના ચુંબકીય ક્ષેત્રનો અંત આવવાથી અને ધ્રુવો પલટવાથી આ પ્રજાતિ નાબૂદ થઈ હશે. આ ઘટના 42 હજાર વર્ષ પહેલા બની હતી અને લગભગ 1 હજાર વર્ષ સુધી આવી સ્થિતિ જળવાયેલી રહી હતી. વૈજ્ઞાનિકોનું આંકલન છે કે, આ ઘટના 2થી 3 લાખ વર્ષના અંતરે થાય છે અને જ રીતે ધરતીનું ચુંબકીય ક્ષેત્ર નબળું પડી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે ધરતીનું ચુંબકીય ક્ષેત્ર મનુષ્યો અને બીજા જીવો માટે જીવન શક્ય બનાવે છે.

7% DNA બાકીના 93% વિકાસનો માણસની મગજશક્તિ પર જ આધારિત 

વૈજ્ઞાનિકોના તાજેતરના અભ્યાસ પરથી એ જાણવા મળ્યું છે કે આપણા પૂર્વજો અને આપણા ડી.એન.એ 7 ટકા મેચ થાય છે. તો બાકીના 93% ભાગ તો માણસની પોતાની મગજ શક્તિ, અને ઈચ્છા શક્તિ પર આધાર રાખે છે. પેટનો ખાડો બુરવા નગ્ન હાલતમાં રખડતો ભટકતો વ્યક્તિ આજે શૂટ-બુટ અને શાન બાન સાથે બ્રેક ફાસ્ટ, લન્ચ અને ડિનર લેતો થયો છે. આટલો મોટો ફેરફાર માણસની બૌદ્ધિક ક્ષમતાને કારણે જ ને !! માણસ ધારે તો શું ના કરી શકે..!! માણસની ખરી તાકાત તેની અંદર જ પડેલી છે. સ્વામી વિવેકાનંદ તો આખી આખી ચોપડી મનમાં જ ઉતારી લેતા… અવનવી શોધ, આજની અત્યાધુનિક સુવિધાઓ ઉપલબ્ધ થઈ… આજે દરેક સેવા આંગળીના ટેરવે મળતી થઈ છે.  આવી મગજ શક્તિ માનવી પાસે હોય તો આદિ કાળનો માંડવી આધુનિક બની જ શકે ને !

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.