Abtak Media Google News

અબતક, નવી દિલ્હી : સંસદમાં આજથી ચોમાસુ સત્રની શરૂઆત થઈ છે. આ સત્રમાં  વિપક્ષ મોંઘવારી,  પેટ્રોલ-ડીઝલમાં ભાવવધારા, વેકસીનેશન સહિતના મુદ્દે તોફાન મચાવવાનું છે. જો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈકાલે બોલાવેલી સર્વપક્ષીય બેઠકમાં સરકાર હકારાત્મક સંવાદ કરવા સજ્જ હોવાનું કહ્યું હતું.

મોંઘવારી, પેટ્રોલ ડીઝલના ભાવ અને વેકસીનનેશન સહિતના મુદ્દે વિપક્ષ મચાવશે તોફાન

સંભવત 13 ઓગસ્ટ સુધી ચાલનારા સત્રમાં 20 બેઠક મળશે : સરકાર આ સત્રમાં નવા 17 ખરડા પણ લાવી રહી છે

આનંદો : પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડાના એંધાણ

કોરોનાની બીજી લહેર પછી પ્રથમ વખત સંસદનું ચોમાસુ સત્ર આજથી શરૂ થયુ છે. જેમાં 20 બેઠક મળવાની છે. આ સત્ર 13 ઓગસ્ટ સુધી ચાલે તેવી શકયતા છે. સરકાર આ સત્રમાં નવા 17 ખરડા લાવી રહી છે અને તે પસાર કરાવવા પૂરો પ્રયાસ કરવાની છે. આ સત્રમાં લવાઇ રહેલા 17 ખરડામાંથી 2 વટહુકમના સ્થાને લવાશે. એટલે કે 15 ખરડા નવા છે જ્યારે 2 વટહુકમ દ્વારા લાગુ થઇ ચૂક્યા છે. 6 ખરડા સંસદમાં અગાઉથી પડતર છે. કુલ 23 ખરડા સંસદમાં લિસ્ટેડ કરાયા છે.

બીજી તરફ વિપક્ષ પણ ખેડૂત આંદોલન, કોરોના અને સંરક્ષણ સેવાઓમાં હડતાળને ગુનો ગણવા સંબંધી વટહુકમ મામલે સરકારને ઘેરવાની તૈયારીમાં છે. તાજેતરમાં થયેલા કેન્દ્રીય કેબિનેટના વિસ્તરણ, પુનર્ગઠન બાદ યોજાઇ રહેલા આ સત્રમાં નવા મંત્રીઓની કસોટી થશે. શિક્ષણ મુદ્દે ધર્મેન્દ્ર પ્રધાન, સ્વાસ્થ્ય મુદ્દે મનસુખ માંડવિયા, પેટ્રોલ-ડીઝલના ભાવ અંગે હરદીપ સિંહ પુરી વિપક્ષનો સામનો કરશે જ્યારે સોશિયલ મીડિયા સંબંધી મુદ્દે અનુરાગ ઠાકુરે નવું મંત્રાલય સંભાળતા જ વિવિધ પ્રશ્નોના જવાબ આપવાની તૈયારી કરી લીધી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.