Abtak Media Google News

સમય આવ્યે ગોંડલ માટે માથુ દેતાં પણ અચકાશું નહીં: ગણેશભાઇ

ગોંડલીયું ગોકુળ અમારૂ ગોંડલીયું ગોકુળએ ગોંડલની ગઇકાલ આજ અને આવતીકાલએ વિષય પર વિસ્તૃત પાડવા માટે ‘અબતક’ ચેનલ અતિ લોકપ્રિય કાર્યક્રમ ચાય પે ચર્ચામાં પૂર્વ અને વર્તમાન ધારાસભ્યના પુત્ર અને યુવા ભાજપ અગ્રણી જયોતિરાદિત્ય સિહજી  જાડેજા (ગણેશભાઇ) તથા ગોંડલ નગરપાલિકાના દંડક રાજેન્દ્રસિંહ જાડેજા સાથેનો વાર્તાલાપ તાજેતરમાં જ ‘અબતક’ ચેનલ પરથી પ્રસારિત કરવામાં આવ્યો હતો જે અહિં પ્રસ્તુત કરાયો છે.

પ્રશ્ન:- ગોંડલની ગઇકાલ આજ અને આવતીકાલ વિશે?

જવાબ:- જો કે આજપણ ગોંડલ એટલે ભગવતસિંહજીબાપુનું ગોંડલ એમ કહેવાય છે પરંતુ ગોંડલમાં અગાઉ પ્રાથમિક સુવિધાઓને લઇને ઘણા પ્રશ્ર્નો હતા. તેનું નિરાકરણ લાવવાના અમારા પ્રયાસોને સફળતા મળી છે. જેથી  ગોંડલની આજ અને આવતીકાલ ઉજળી છે અને હજુ પણ ગોંડલને ગુજરાત રાજયમાં મોડેલ સીટી બનાવવાના અમારા પ્રયાસો પણ સફળ રહેશે તેવી અમને શ્રઘ્ધા છે.

પ્રશ્ન:- આજપણું ઘણા બહારના લોકો ગોંડલના નામથી ભડકે છે?

જવાબ:- ઘણા બહારના લોકો એવું માને છે કે ગોંડલમાં દબંગગીરી બહુ થાય છે. પરંતુ લોકોને જયારે એ સાચુ સમજાશે કે દબંગગીરી કોની સાથે? અને કોના માટે થાય છે ત્યારે એ લોકો ગોંડલને પ્રેમ કરશે. જયારે કોરોના કાળ મઘ્યે હતો. ઓકસીજનની તંગી હતી.  દર્દીઓ લાચાર હતા. હોસ્પિટલો દર્દીઓથી ઉભરાતી હતી ત્યારે કોરોના વોરિયર્સ તરીકેની અમારી કામગીરીને અમુક તત્વો દ્વારા બદનામ કરવાની કોશિષ કરવામાં આવતા કયાંક ને કયાંક દબંગગીરી કરવાની ફરજ પડી હતી. અને ગોંડલવાસીીઓ માટે ગણેશભાઇએ કંઇપણ કરી છુટવાની તૈયારી દર્શાવી હતી.

પ્રશ્ન:- નગરપાલિકામાં સતત ચાર ટર્મથી ચૂંટાવાનું કારણ શું?

જવાબ:- નગરપાલિકાના વોર્ડ નાના નાના હોય અને તેની પાયાની સવલત સિવાયના અનેક પ્રશ્ર્નો હોય જેમ કે, રાશન કાર્ડ, આધાર કાર્ડ વગેરે અન્ય કચેરીને લગતા પ્રશ્ર્નોને સાંભળી તેનું નિરાકરણ લાવવાનો અમારો પ્રયાસ સફળ રહે છે. અને અમાર કામથી લોકો સંતુષ્ઠ છે તેવું અમારુ માનવું છે.

પ્રશ્ન:- નાની ઉમરના નગરપાલિકામાં ઝંપલાવવાનો વિચાર કેમ આવ્યો? લોકોએ સ્વીકાર્યા પણ ખરાં…

જવાબ:- પચ્ચીસ વર્ષની ઉમરે સરકારી નોકરી કરતચા કરતા લોકોની સેવા કરવાની તીવ્ર ઇચ્છાએ મને રાજકારણ તરફ દોર્યો હતો. અને પ્રથમ વખત ચુંટણીમાં સારા મને ચુંટાઇ ને લોકોના કોઇપણ ને સાંભળ તેનું નિરાકરણ કરવામાં હું કયારેય ઉણો નથી ઉતર્યો વધુમાં રાજેન્દ્રસિંહ જાડેજા (રાજભા) એ પ્રજાની સેવામાં ઉણા ઉતરીએ તો તેનું હું ‘પાપ’ સમજું છું તેમ જણાવ્યું હતું.

પ્રશ્ન:- ગોંડલ શહેર અને તાલુકા માટે આવતા દિવસો માટે શું કરવાનું રહે છે?

જવાબ:- ગોંડલના રોડ-રસ્તાના કામો સહિત મોટાભાગના કામો પૂર્ણ કર્યા છે અને હવે યુવાનો માટે રમત ગમત અંગેની જે કામગીરી કરવાની છે તે સૌ સાથે મળીને અમો કરશું.

પ્રશ્ન:- ગોંડલમાં જ્ઞાતિનું રાજકારણ કે વિકાસનું રાજકારણ છે?

જવાબ:- ગોંડલમાં જ્ઞાતિ જાતિનું કોઇ રાજકારણ નથી આ વિસ્તારના ધારાસભ્યોએ પણ કોઇ જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર તમામ સમાજને મુંઝવતા પ્રશ્ર્નોનું નિરાકરણ કર્યુ છે. અને લોકોએ પણ ગોંડલના વિકાસના કામોને હર્ષભેર વધાવ્યા છે. જેથી આમ જોઇએ તો ગોંડલમાં જ્ઞાતિ જાતિ નહીં પરંતુ વિકાસને પ્રાધાન્ય આપવામાં આવે છે તેમ બન્ને મહાનુભાવોએ જણાવ્યું હતું.

પ્રશ્ન:- ધારાસભ્યના પુત્ર હોવાના નાતે તમારી જવાબદારી ખુબ વધે એ ખરૂં…?

જવાબ:- પિતા પૂર્વ ધારાસભ્ય હતા અને માતા વર્તમાન ધારાસભ્ય હોવાના નાતે અમારી જવાબદારી પણ ખુબ વધી જાય છે અને માતા-પિતાના સંસ્કારો અને તેમની એક જ શીખામણ હતી અને છે કે, આપણે ગોંડલના સુખે સુખી અને ગોંડલના દુ:ખે દુ:ખી રહેવાનું છે. જેથી ગોંડલ માટે કદાચ માથુ આપવું પડે તો તેમાં પણ અચકાશું નહી તેમ ગણેશભાઇએ જણાવ્યું હતું.

પ્રશ્ન:- ભકિતભાવમાં અવિરત રહેનાર માતાને એકાએક ધારાસભ્યની જવાબદારી આવતા તેની મનો વ્યથા વિશે…?

જવાબ:- સતત પૂજા પાઠમાં સમય ગાળતા માતુશ્રીને ધારાસભ્યની જવાબદારી આવતા પ્રજા વચ્ચે જવાનું થયું ત્યારે માતાનો એક જ શબ્દ તો કે સિંઘ ઘેર ન હોય તો સિંહણ ની ફરજ છે કે પ્રજાનું રક્ષણ કરવું તેમ ગણેશભાઇએ જણાવ્યુ હતું. જયારે આ બાબતે રાજભાએ જણાવ્યું હતું કે ગીતાબાને ચુંટણી લડવાનું થયું આ કઠીન પરિસ્થિતિમાં પણ ગીતાબાએ કહ્યું હતું કે આજ દિવસ સુધી મારુ ઘર અને મંદિર બન્ને એક હતા. પરંતુ હવે જયારે મેં સમાજ સેવાનું બીડુ ઝડપયુ છે ત્યારે સમગ્ર ગોંડલ પંથક મારૂ મંદિર અને પ્રજાજનો મારા ભગવાન છે. આવો જવાબ એક સ્ત્રીજ આપી શકે…. એક શકિત જ આપી શકે

પ્રશ્ન:- સંજોગો વસાત ઘણો સમય પિતાથી દુર રહેવું પડયું તે દિવસો વિશે…

જવાબ:- સંજોગો ને લઇ છ સાત વર્ષ પિતાથી અળગુ રહેવાના સમયે પણ માતુશ્રી દ્વારા પિતાની ખોટ બાળકમાં ન વર્તાય તે રીતે અમારો ઉછેર કરાયો હતો. અને સારી સ્કુલમાં અમોને ભણાવ્યા અને એ સમયે માતાને પણ ચુંટણી લડવા ભાજપના કાર્યકર્તાઓ તેમજ ગોંડલની પ્રજાએ પણ અમોને ખુબ સહયોગ આપ્યો છે. તેમ પણ ગણેશભાઇએ જણાવ્યું હતું.

પ્રશ્ન:- લોકશાહીમાં વિરોધ પક્ષ હોવો જરુરી છે. ત્યારે ગોંડલ પાલીકામાં વિરોધ પક્ષ જ નથી…?

જવાબ:- લોકશાહીમાં વિરોધ પક્ષ હોવો જરુરી છે પરંતુ લોકો જ જયારે ઇચ્છે છે અમારે વિરોધ પક્ષ જોતો જ નથી. અને તેમાં તો લોકોનો નિર્ણય છે અને ખાસ કરીને ગોંડલની વાત લઇએ તો અન્ય લોકો માટે ગોંડલ પ્રેરણા સ્ત્રોત છે જેમ કે એક પરિવારમાં પણ મતભેદ હોય તે સ્વાભાવિક છે પરંતુ મતભેદ ન હોઇ શકે અને એક એ પણ વાત છે કે બે સગાભાઇઓ કરતાં પણ અમારો અંદરો-અંદરનો વ્યવહાર મજબુત છે. ખાસ કરીને વિકાસના કામની વાત કરીએ તો સરકારમાંથી આવેલી ગ્રાન્ટને સરખા ભાગે તમામ વોર્ડનો વિકાસ કરવામાં આવે છે અને લોકોને પણ સંતોષ છે.

પ્રશ્ન:- વ્યવસાય અને રાજકારણ બન્નેમાંથી પ્રથમ પ્રાધાન્ય કોને આપશો.

જવાબ:- વ્યવસાયની સાથ સાથે લોકોએ અમોને મત આપ્યા છે. જેથી પ્રથમ પ્રાધાન્ય પ્રજાના પ્રશ્ર્નો ઉકેલવા અને ગોંડલ પંથકનો વિકાસ કરવામાં સમય ફાળવવાની સાથે વ્યવસાયને પણ ન્યાય આપવો એ લક્ષ્ય છે.

પ્રશ્ન:- આવતા દિવસોમાં તમે કયા સ્થાન પર તમને જોવા ઇચ્છો છો?

જવાબ:- પાર્ટીની સાથે રહી લોકોની સેવા કરવી અને ગોંડલનો વિકાસ કરવાની નેમ છે તેવું પણ ગણેશભાઇએ જણાવ્યું હતું. જયારે રાજભાએ જણાવ્યું હતું કે રાજકારણ એ મારી સેવાનું માઘ્યમ છે. જયારે ધાર્મિક દ્રષ્ટિની વાત કરીએ તો હું કર્મના સિઘ્ધાંત મુજબ જીવન જીવું છું. પરમાત્માએ જીવન આપ્યું છે તો થોડો સમય તેના માટે પણ કાઢવો જોઇએ તેવું મારુ માનવું છે. કોરાનાની મહામારીમાં સરકારી નિયમોનું આપણે સૌ પાલન કરીએ અને યુવાનો વધુને વધુ રાજકારણમાં જોડાય અને સમાજ સેવાના કામે લાગી જાય તેમ બન્ને મહાનુભાવો એ અંતમાં જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.