Abtak Media Google News

ગ્રુપ કોલિંગની વધતી જતી લોકપ્રિયતાને લઈને વોટ્સએપ દ્વારા વપરાશકારોની સુવિધા વધારવા માટે એક નવુ ફિચર્સ ઉમેરવામાં આવ્યું છે. વપરાશકારો માટે ગ્રુપ કોલિંગમાં ચાલુ વાતચીતે પણ નવા કોલ કરનારને જોડાવાની સવલત ઉપલબ્ધ કરી છે. કંપનીએ સોમવારે કરેલી જાહેરાતમાં જણાવ્યું હતું કે હવે ગ્રુપ કોલિંગની લોકપ્રિયતા વધતી જાય છે ત્યારે વપરાશકારોને ચાલુ કનઝર્વેશનમાં પણ નવા મિત્રના જોડાણની એક નવી સુવિધા આપવા કંપની જઈ રહી છે. લોકોની સામૂહિક વાતચીતની સુવિધા વધુ સરળ બનશે.

વાતચીત દરમિયાન કોઈ કોલ આવે તો તે સ્ક્રીન પર દેખાવાથી લઈને ચાલુ વાતચીતે તેને જોઈ શકાય તેવું એક ફીચર લોન્ચ કર્યું છે. જેમાં ચાલુ વાતચીતે નવા મિત્રો પણ કોલ જોઈ શકશે અને જુના ગ્રુપ વિડીયો કોલ પણ સ્ક્રીન ઉપર દેખાઈ શકશે. જેનાથી ચાલુ વાતચીત દરમિયાન કોઈ નો મીસકોલ આવ્યો હોય તો તેની જાણકારી યૂઝર્સને થઈ શકશે.

કંપની દ્વારા જણાવાયુ છે કે ગયા વર્ષથી ગ્રુપ કન્ઝર્વેશનની સુવિધા વધુ સુદ્દઢ બનાવવા માટે કંપનીએ સોફ્ટવેર વિકસાવવાનું શરૂ કરી દીધું હતું. વોટ્સએપ મેસેન્જર દ્વારા પોતાના વપરાશકારો અને વધુમાં વધુ સવલત આપવા અને ખાસ કરીને ગ્રુપ કોલમાં શક્ય એટલી વધુ સવલત આપવાનો અભિગમ અપનાવે છે. નવા ફીચર્સમાં ચાલુ વિડીયો કોલ અને ગ્રુપ કોલિંગમાં નવા મેમ્બરને જોડવાથી લઈને મિસકોલની વિગત પણ સ્ક્રીન ઉપર આવી જાય તેવી એપ્લિકેશનથી વપરાશકર્તાઓને સરળતા રહેશે.

વ્હોટ્સએપ પર મિસ્ડ ગ્રુપ કોલ કેવી રીતે જોઈન કરવો..?? 

  • વોટ્સએપ પર ગ્રુપ કોલ મિસ્ થયાના કિસ્સામાં હવે તમને એક નવો વિકલ્પ મળશે. જો તે ગ્રુપ કોલ હજી પણ ચાલુ છે, તો તમને વોટ્સએપના કોલ લોગમાં ટેપ ટુ જોઈનનો વિકલ્પ મળશે.
  • આ વિકલ્પ પર ક્લિક કરીને, તમે કન્ઝર્વેશનમાં જોડાઈ શકશો.
  • વોટ્સએપે એક નવી કોલ માહિતી સ્ક્રીન પણ રોલ કરી છે જે વપરાશકર્તાઓને એ પણ જણાવશે કે કોલ માટેનું આમંત્રણ આપ્યા હોવા છતાં કયા વપરાશકર્તા ગ્રુપ કોલમાં જોડાયા નથી.
  •  જ્યારે ગરૂપ કોલ આવે છે, ત્યારે તમને અવગણો અને જોડાવાના બે વિકલ્પો પણ દેખાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.