Abtak Media Google News

રાજકોટ જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુએ સમાજ સુરક્ષા વિભાગની વિવિધ યોજના અંગે સમીક્ષા બેઠક યોજી હતી. જેમાં ભિક્ષુક સ્વીકાર કેન્દ્ર, દિવ્યાંગ ધારા, નેશનલ ટ્રસ્ટ એકટ, બાળ સુરક્ષા સમિતિ, મેંટેનેન્સ એકટ, તથા ચાઈલ્ડ વેલ્ફેર કમિટીની સમિક્ષા બેઠક યોજી સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનો આપ્યા. આ વેળાએ કલેકટર દ્વારા લાભાર્થીઓની મુલાકાત પણ લેવામાં આવી હતી.

આ ઉપરાંત રાજ્ય સરકારના યશસ્વી પાંચ વર્ષ પૂર્ણ કરવાના અનુસંધાને તા. 2-8-21 થી તા. 9-8-21સુધી વિવિધ દિનની ઉજવણી સંદર્ભે યોજાનાર જાહેરહિતના કાર્યક્રમો અંગે સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે વિવિધ મુ્દાઓની ચર્ચા કરી જરૂરી સૂચનો કર્યા હતા. સાથે રોડ સેફ્ટી કાઉન્સિલ જિલ્લા કક્ષાની બેઠકમાં નેશનલ, સ્ટેટ, તથા પંચાયત હાઈવેના પ્રતિનિધિઓને ટ્રાફિક જાગૃતિ, અકસ્માત નિવારણ અને ગતિ નિયમન માટે જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી.

જિલ્લા તકેદારી સમિતિની બેઠકનું પણ આયોજન કરવામાં આવેલ હતું. જેમાં કલેકટર અરુણ મહેશ બાબુએ પેન્ડિગ પ્રકરણો અને પ્રગતિ અહેવાલોની સમીક્ષા કરી અધિકારીઓને જરુરી સૂચનાઓ આપી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.