Abtak Media Google News

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા

Advertisement

અત્યારે વધુ વધુ લોકો વેક્સિન માટે સજાગ થાય તે માટે સરકાર પ્રયત્ન કરી રહી છે. સરકારના પ્રયત્નો દ્વારા પ્રજા પણ વેક્સિન લેવા માટે સજાગ થઈ છે. રક્ષતામક રસીકરણ અભિયાન માટે સરકારે ખૂબ પ્રચાર કરી રહી છે, અભિયાનો ચલાવી રહી છે. ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણની ગાઈડ લાઈન મુજબ આગામી ૧ ઓગસ્ટ સુધીમાં રસીકરણ ફરજીયાત કરાવી લેવાની તાકીદ કરવામાં આવી છે. ત્યારે દામનગરમાં વેક્સિનની અછતના પ્રશ્નો ઊભા થયા છે.દામનગરના સ્થાનિક પ્રજાજનોને વેક્સિનની અછતના કારણે મુશ્કેલી ઊભી થાય છે. લોકો રોજ જાય છે છતાં વેકનીન ન મળતા સ્થાનિકો રોષે ભરાયા છે.

આરોગ્ય કેન્દ્રને મર્યાદિત રસીના ડોઝ આપવામાં આવે છે તેના કારણે કલાકો સુધી લાંબી લાઈનોમાં ઉભા રહ્યા પછી પણ ડોઝ ખલાસ થઈ જતા લોકોને ખાલી હાથ જ ઘરે જવું પડે છે. પહેલા ડોઝ અને બીજા ડોઝ વચ્ચેની સમય મર્યાદા પૂરી થઈ ગઈ હોવા છતાં લોકોને સેકન્ડ ડોઝ મળતા નથી. તેથી દામનગર શહેરના વાણિજ્ય બજાર અને શહેરીજનો ને ધ્યાને રાખી દૈનિક ૨૫૦ થી વધુ ડોઝ ફાળવવા જોઈએ એવી માંગ ત્યનાં સ્થાનિકો દ્વ્રારા કરવામાં આવી છે. વેપારી એશો અને પાલિકા તંત્રએ આરોગ્ય તંત્ર પાસે વધુ ડોઝ મેળવવા રજૂઆતો કરીને લોકોને યોગ્ય સમયે વેક્સિન મળી રહે તેવી માંગ કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.