Abtak Media Google News

ધોરણ 12ના વિદ્યાર્થીઓ સાથે ધોરણ 10ના કમ્પાર્ટમેન્ટ વાળા વિદ્યાર્થીઓ માટે પણ પરીક્ષાઓનું આયોજન કરાશે

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન દ્વારા સીબીએસઇ 12મી કમ્પાર્ટમેન્ટ/ઇમ્પ્રૂવમેન્ટ પરીક્ષા સંબંધિત મહત્વની નોટિસ બહાર પાડી છે. સીબીએસઈના જણાવ્યા અનુસાર 16 ઓગસ્ટથી 19 સપ્ટેમ્બર 2021 સુધી એવા વિદ્યાર્થીઓ માટે પરીક્ષાઓ લેવામાં આવશે, જેઓ તેમના પરિણામથી સંતુષ્ટ નથી અથવા માર્ક્સ સુધારવા માટે પરીક્ષામાં હાજર રહેવા ઈચ્છે છે. નોંધનીય છે કે વિદ્યાર્થીઓ સીબીએસઇ દ્વારા બહાર પાડવામાં આવેલા મુખ્ય 19 વિષયોની કમ્પાર્ટમેન્ટ પરીક્ષામાં ઉપસ્થિત થઈ શકશે. ધોરણ 12ના વિદ્યાર્થીઓ સાથે ધોરણ 10ના કમ્પાર્ટમેન્ટ વાળા વિદ્યાર્થીઓ માટે પણ પરીક્ષાઓનું આયોજન કરવામાં આવશે.

સાથે સાથે જ 2019ની પરીક્ષામાં ભાગ લેનારા જે વિદ્યાર્થીઓનું પરિણામ કમ્પાર્ટમેન્ટ જાહેર થયું છે અને જુલાઈ 2019માં આપેલા ફર્સ્ટ ચાન્સમાં પાસ નથી થયા, તેમને બીજી તક આપવા માટે જણાવવામાં આવ્યું હતુ, એવા વિદ્યાર્થી પણ ઓગસ્ટ-સપ્ટેમ્બર મહિનામાં આયોજિત થનારી પરીક્ષામાં ભાગ લઇ શકે છે. આ પ્રકારે 2020ના પરિણામમાં કમ્પાર્ટમેન્ટ મેળવનારા વિદ્યાર્થી પણ પ્રાઇવેટ વિદ્યાર્થી તરીકે આ પરીક્ષામાં ભાગ લઇ શકશે.

સીબીએસઇ બોર્ડે જણાવ્યું કે જે વિદ્યાર્થી પોતાના પરીણામથી સંતુષ્ટ નથી અને પરીક્ષામાં બેસવા માગે છે, તેમને કોઇ પણ પ્રકારની ફી નહીં ચુકવવી પડે. તેની સાથે જ 2019 અથવા 2020ના કમ્પાર્ટમેન્ટ સેકન્ડ અટેમ્પ્ટવાળા વિદ્યાર્તીઓને પણ કોઈ ફી નહીં ચુકવવી પડે કારણ કે તેઓએ પહેલા જ કમ્પાર્ટમેન્ટ ફી ચુકવી દીધી છે. કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડના ધોરણ 12નું રિઝલ્ટ આ સપ્તાહે જાહેર થયું હતું.

આ વર્ષે 12માં ધોરણમાં 99.37 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે. CBSE બોર્ડમાં આવ ખતે વિદ્યાર્થીઓના પાસ થવાની ટકાવારી 99.67 ટકા અને વિદ્યાર્થીનીઓની પાસ થવાની ટકાવારી 99.13 ટકા રહી હતી. 65184 થી વધુ વિદ્યાર્થીઓનું પરિણામ હજુ જાહેર થયું નથી. અત્રે જણાવવાનું કે અનેક શાળાઓ કાં તો ખોટો ડેટા આપે છે અથવા તો સમયપર ડેટા જમા કરાવતા નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.