Abtak Media Google News

આઈ એકટની કલમ ૬૬-એને લઈ સુપ્રીમ કોર્ટની લાલ આંખ: રાજ્યો કેન્દ્રશાસિત પ્રદેશો અને હાઇકોર્ટ રજિસ્ટ્રારોને નોટિસ મોકલી કર્યા આદેશ

ઇન્ફોર્મેશન ટેક્નોલોજી અધિનિયમની કલમ ૬૬-એને સુપ્રીમ કોર્ટ ધ્વરા રદ્દ કર્યા પછી તેને લઈને કેસ દાખલ કરાવવામાં આવી રહ્યા છે. સુપ્રીમ કોર્ટે તે લોકો સામે કાર્યવાહીની માંગ કરતી અરજીઓ પર તમામ રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશો અને તમામ રાજ્યોની ઉચ્ચ ન્યાયાલયોના રજિસ્ટ્રાર જનરલને નોટિસ જાહેર કરી છે. જે કથિત રીતે ઇન્ફોર્મેશન ટેક્નોલોજી અધિનિયમ (આઇટી એકટ)ની ધારા ૬૬એને સુપ્રીમ દ્વારા રદ્દ કરવા છતાં પ્રાથમિકી નોંધવામાં સામેલ છે.

સુપ્રીમ કોર્ટે રાજ્યો કેન્દ્રશાસિત પ્રદેશો અને તમામ રાજ્યોની હાઇકોર્ટોના રજિસ્ટ્રાર જનરલને તે અરજી ને લાણીએ નોટિસ મોકલી છે જેમાં કહેવામાં આવ્યું છે કે લોકો સામે આઇટી એકટની કલમ ૬૬એ હેઠળ હજુ પણ કેસ દાખલ કરવામાં આવી રહ્યા છે જયારે કે આ કલમ રદ્દ કરી દેવામાં આવી છે.

સુપ્રીમે કહ્યું છે કે તે સંપૂર્ણ આદેશ જાહેર કરશે જેથી આઇટી એક્ટ હેઠળ સમાપ્ત કરી દેવામાં આવેલ કલમ 66એ હેઠળ લોકોની સામે કેસ દાખલ કરવાના કિસ્સા કાયમ માટે ખતમ થઇ જાય. સુપ્રીમે કરતે ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટ ૨૦૦૦ની કલમ ૬૬ એ ના પ્રયોગ પર કેન્દ્ર સરકારને નોટિસ જાહેર કરી છે જેને ઘણા વર્ષો પહેલા ખતમ કરી દેવામાં આવી છે.

કોર્ટે કહ્યું આ કેસ ન માત્ર અદાલતો સાથે સંકળાયેલા છે પરંતુ પોલીસ સાથે પણ સંકળાયેલ છે. તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો અને હાઇકોર્ટોના રજિસ્ટ્રેટને નોટિસ મોકલવામાં આવે છે. આ આજેથી 4 સપ્તાહની સમયમર્યાદાની અંદર કરવામાં આવવું જોઈએ. રજિસ્ટ્રીને નોટિસ મળતા તેમની દલીલો અટેચ કરવાની રહેશે.

આઇટી એકટની કલમ ૬૬-એ શું છે?

આ કલમ હેઠળ પોલીસને આ સંદર્ભમાં ધરપકડનો અધિકાર આપવામાં આવે છે કે પોલીસકર્મી પોતાના વિવેકથી ‘આક્રમકઃ’ અટવા ‘ખતરનાક’ અથવા બાધા, અસુવિધા વગેરે પરિભાષિત કરી શકે છે.તેમાં કોમ્પ્યુટર કે અન્ય કોઈ સંચાર ઉપકરણ જેમ કે મોબાઈલ ફોન કે ટેબ્લેટના માધ્યમથી સંદેશ મોકલવા પર સજાને નિર્ધારિત કરી છે. જેમાં દોશીને વધુમાં વધુ ત્રણવર્ષની જેલ થઇ શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.