Abtak Media Google News

બેંકો દ્વારા સરળ અને પારદર્શક રીતે નાણાકીય સુવિધા પ્રદાન થાય તેવી પોલીસી 15 ઓગષ્ટ સુધીમાં જાહેર થશે: અમિત શાહ

પેટ્રોલ-ડિઝલના વધતા જતા ભાવ માત્ર જનતા માટે જ નહીં પરંતુ સરકાર માટે પણ એક ચિંતાનો મુદ્દો બન્યો છે. વધતાં જતાં ઈંધણના ભાવને કાબુમાં લેવા સરકારે પણ કવાયત હાથ ધરી છે. ત્યારે આ માટે ઈથેનોલના ઉપયોગ પર વધુ ભાર મુકાઈ રહ્યો છે.

ગઈકાલે કેન્દ્રીય ગૃહ અને કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે મહત્વનું નિવેદન આપ્યું છે કે ઇથેનોલના વધુ ઉત્પાદન માટે ખાંડ ઉત્પાદક કંપનીઓને પ્રોત્સાહિત કરાશે અને આ માટે સીધી જ બેંકો પાસેથી નાણાકીય સહાય સરળ રીતે મેળવવામાં આવે તેવી નાણાકિય પોલીસી 15મી ઓગસ્ટ સુધીમાં જાહેર કરવામાં આવશે. જણાવી દઈએ કે ગઈકાલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે એનસીપી નેતા શરદ પવાર સાથે નવી દિલ્હી ખાતે બેઠક કરી હતી.

એનસીપી નેતા શરદ પવાર કર જેઓ ખાંડ ઉત્પાદક કંપનીઓના સંયુક્ત મંડળના અધ્યક્ષ પણ છે. આ બેઠકમાં નેશનલ ફેડરેશન ઓફ કોઓપરેટીવ સુગર ફેકટરીઝના મુખ્યા પ્રમુખ જયપ્રકાશ દાંડેગાંવકર અને પ્રકાશ નાયકનવરે પણ હાજર હતા. તેઓએ ગૃહમંત્રી સાથે રાજકીય નહિ પણ સહકારી વાતચીત કરી હતી. બેઠક બાદ શરદ પવારે જણાવ્યું કે બેઠક દરમિયાન અમે એમએસપી અને ખાંડ મિલોના પરિસરમાં ઇથેનોલ ઉત્પાદન એકમો સ્થાપવા માટેની પરવાનગી મુદ્દે મહત્વની ચર્ચા કરી હતી. અમે આશા રાખીએ છીએ કે આ મુદ્દાઓ સહકાર મંત્રી દ્વારા વહેલી તકે વિચારવામાં આવશે અને ઉકેલવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.