Abtak Media Google News

ફિલ્મ જગતના જાણીતા સ્ટાર અક્ષય કુમાર આજે પોતાના જન્મ દિવસની ઉજવણી કરશે. તમને જાણીને નવાઇ લાગશે કે તે પોતાનો ૫૦ મો જન્મદિવસ સેલિબ્રેટ કરવાના છે. આ અભિનેતા ફિલ્મ જગતના કિંગ ગણાય છે. પરંતુ ઘણા ઓછા લોકો તેમની સાચી ઓળખ વિશે જાણતા હશે. આ સુપરસ્ટારનું જન્મનું રાજીવ હરીઓમ ભાટીયા છે.

ખેલાડીઓના ખેલાડી અને માર્શલ આર્ટમાં નિયુક્ત એવા રાજીવ હરીઓમ ભાટીયા ઉર્ફ અક્ષય કુમાર પોતાના બર્થ ડે જેવા ખાસ અવસર પર કોઇ મોટુ સેલિબ્રેશન કરવા માગતા નથી. પરંતુ તે પોતાની ફેમિલી સાથે સ્વિટ્ઝલેન્ડ વેકેશન પર જવાનુ વિચારી રહ્યા છે.

એક્શન ફિલ્મો દ્વારા પોતાની કારર્કીદીની શરૂઆત કરનાર અક્ષયે દરેક પ્રકારની ફિલ્મોમાં એક્ટિંગ કરી છે. જેમ કે કોમેડી, રોમેંટિક, ખલનાયક વગેરે….અને આથી જ તેને બોલીવુડના ખિલાડી કુમાર કહેવામાં આવે છે. પરંતુ અક્ષય કુમાર કહે છે કે ઇન્સ્ટ્રીમાં ફક્ત એક જ કિંગ છે. અને એ છે. બીગ બી અમિતાભ બચ્ચન.  ૯૦ની સાલમાં અક્ષયે બોલીવુડમાં પોતાની કારર્કીદીની શરૂઆત કરી હતી. અક્ષયે ફિલ્મોમાં આવ્યા બાદ ક્યારેય પાછુ વળીને જોયુ નથી અને દરેક પ્રકારના ચેલેન્જ સ્વીકાર્યા છે.

૧૯૯૧માં ફિલ્મ ‘સોગંધ’ દ્વારા તેમણે હીરો તરીકે શરૂઆત કરી હતી. પરંતુ તેમને ફિલ્મ ‘ખેલાડી’ દ્વારા સાચી ઓળખ મળી હતી. ‘ખેલાડી’ ફિલ્મની સફળતાની સાથે જ તે ‘ખેલાડી કુમાર’ બની ગયા. ત્યાર બાદ ખેલાડી નામે તેમની એક પછી એક ઘણી ફિલ્મો રિલિઝ થઇ. અને આવી રીતે તે બોલીવુડના નંબર વન એક્શન હીરો બની ગયા. તેમણે ૯૦થી વધારે હિન્દી ફિલ્મોમાં અભિનય કર્યો છે.

એક્શન હીરોની ઇમેજથી બહાર આવવા માટે તેમણે કોમેડી ફિલ્મોમાં ઝંપલાવ્યુ અને હેરા-ફેરી જેવી સુપર હિટ ફિલ્મ આપી. જેમાં લોકોને એક કોમેડી હીરો જોવા મળ્યો. અક્ષયને તેના પ્રશંસકોઑ કોમેડી હીરો તરીકે પણ સ્વીકારી લીધો. આવી રીતે તેમણે ધડકન,અજનબી, ગરમ-મસાલા જેવી દરેક પ્રકારની ફિલ્મો કરી અને દરેક પ્રકારના પાત્રોમાં તેમની નિપુણતા બતાવી. ફિલ્મોમા કામ કરતા તેનુ નામ ઘણી અભિનેત્રીઓ સાથે જોડાયુ જેમાં રવીના ટંડન, શિલ્પા શેટ્ટીના નામનો મુખ્ય સમાવેશ થાય છે. પરંતુ અક્ષયે ટવિકંલ ખન્ના સાથે લગ્ન કરી આ બધી વાતો પર રોક લગાવી દીધી આમ અક્ષય રાજેશ ખન્નાના જમાઇ બની ગયા. અક્ષયે સસરા પાસેથી પણ ઘણુ બધુ શિખ્યુ છે. રાજેશ ખન્ના પણ ફિલ્મ જગતના દિગ્ગજ અભિનેતા ગણાય છે.

ફિલ્મોમાં મળેલી સફળતા પછી ખેલાડી અક્ષય કુમારે નાના પડદા તરફ પણ ઝુકાવ્યુ અને તેમાં પણ તેમના પ્રશંસકોએ તેમણે ખૂબ આવકાર્યો. આથી જ પહેલા શોની સફળતા પછી તેનો શો ફિયર ફેક્ટર ખતરો કે ખેલાડી ફરીથી નાના પડદા પર આવી ગયો છે. ખેલાડી અક્ષય કુમાર આવી જ રીતે સફળતા મેળવતા રહે એવી તેમને શુભેચ્છા તેમના જન્મદિન નિમિતે આપીએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.