Abtak Media Google News

શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર દરરોજ ઉમટી પડે છે દુ=ખદર્દ લઇને મહાદેવના ધામમાં: તમામ ભાવિકોના દર્દ દૂર કરે છે મહાદેવ : એક જ મંદિરની અંદર 19 દેવીદેવતાઓ આરૂઢ થયા

હોય તેવું અલૌકિક મંદિર; અહીં શિવની સાથે હનુમાનજી પણ આપોઆપ અવતર્યા છે: કોરોના કાળમાં ભાવિકો માટે મંદિરના નિયમોના પાલન સાથે દર્શન કરવાની છૂટ

દરેક જીવમાં શિવ સમાયેલ છે. શિવની આરાધના તો ઠીક ખાલી સ્મરણ કરવાથી પણ અનેક જન્મોના પાપ ધોવાઈ જાય છે. આવા ભોળિયા ઠાકરની અસિમ કૃપાથી જ સૃષ્ટિ સોળે કળાએ ખીલી ઊઠે છે. એમાય શ્રાવણમાસતો શિવનો મહિમા. આ જ મહિનામાં અનેક ભાવિકો ખરા હૃદયે શીવની આરાધના કરતાં હોય છે. દરરોજ શિવાલયોએ ભાવિકોના ઘોડાપૂર ઉમટી પડે છે. આવું જ એક શિવાલય જામનગરમાં આવેલ છે. જે ભાવિકોના દુખદર્દને ક્ષણવારમાં દૂર કરતાં હોવાની માન્યતા છે. તેવા દુખભંજન મહાદેવના ચરણોમાં ભાવિકો શીશ જુકવી ધન્યતા અનુભવી રહ્યા છે.

શ્રવણમાસના આજના સોમવારના દિવસે અનેક ભાવિકોએ દુખભંજન મહાદેવના સાનિધ્યમાં પોતાનો સમર્પણભાવ દર્શાવી પ્રભુને રિજવ્યા હતા.સમય રાજશાહી વખતનો હતો, જે તે સમયે જામનગર નવાનગર તરીકે ઓળખાતું હતું. તાત્કાલિન જામરાજાઓએ અનેક દેવાલયોનું નિર્માણ કર્યું હતું. પરંતુ શહેરમાં આવેલા અનેક શિવાલયો એવા છે કે જેનું સર્જન આપોઆપ થયું હોય. તેવી માન્યતા સમાજમાં વ્યાપ્ત બની છે. આજ રાજશાહી વખતમાં વર્ષ 1840માં હાલમાં હવાઈચોક ખાતે દુખભંજન મહાદેવ ધરતી અંદરથી લિંગ સ્વરૂપે પ્રગટ થયા હતા. સંસારના તમામ દુખ હરનારા દુખભંજન મહાદેવ પ્રગટ થતાં જ ભાવિકોએ આ જ શિવલિંગને જે તે સમયે ભવ્ય શિવાલયનું રૂપ આપ્યું હતું અને પોતાની આસ્થા મહાદેવના ચરણોમાં સમર્પિત કરી હતી.

મહાદેવની સાથે જે તે સમયે મારુતિનંદન હનુમાનજી પણ શિવની સાથે ધરતી અંદરથી પ્રગટ્યા હતા. જે તે સમયે શીવલિંગની સાથે હનુમાનજી ને પણ શિવાલયમાં આરુઢ કરવામાં આવ્યા. આ ભક્તિભાવમાં ભાવિકોનો પ્રવાહ વર્ષે ને વર્ષે બેવડાતો જાય છે. જેવા નામ તેવા જ મહાદેવના ગુણને લઇને અનેક ભાવીકો પોતાનું દુખ લઈને મહાદેવના ચરણોમાં આવે છે. મહાદેવ ભોળિયો આ ભાવિકોના દુખ ક્ષણવારમાં દૂર કરે છે. આવી માન્યતાના કારણે ભાવિકોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.

તેમાંય શ્રાવણમાસમાં ભાવિકોનો પ્રવાહ ચાર ગણો વધી જાય છે.શિવાલયમાં શિવલિંગ તેમજ હનુમાનજી ઉપરાંત ગણપતિ, કાળભૈરવ, બટુકભૈરવ, ક્રુષ્ણ, ખોડિયારમાં, સંતોષી માં, રામ ભગવાન, અંબાજી, અષ્ટભુજા, રોજીમાં, સ્કંદમાં, નવદુર્ગામાં, પૂર્ણ પરસોતમ ભગવાન, જલારામબાપા, આશાપુરા માં, મોમાઇમાં, હિંગળાજમાં, પરશુરામભગવાનની મુર્તિ પણ આરુઢ કરવામાં આવી છે.શ્રાવણમાસના દરેક સોમવારે અંહી 108 દિવડાની મહાઆરતી થાય છે. આ સાથે જ કૈલાશ, રુદ્રાક્ષની લિંગ, પારદ લિંગ, ગંગા અવતાર, અમરનાથ સહિતના શિવ સ્વરૂપના શણગાર કરવામાં આવે છે. આ વર્ષે કોરોના સંક્રમણના કારણે શ્રાવણમાસના ગાળામાં ભાવિકોને થોડી નિરાશા મળી છે.

કારણ કે અગાઉ જે રીતે દર્શન અને પૂજા-અર્ચન થતાં હતા તેના પર નિયંત્રણો મુકવામાં આવ્યા છે. જો કે સોશિયલ ડિસ્ટન્સ સહિતના નિયમોને આધીન ભાવિકો માટે મહાદેવના દર્શન માટે મંદિર ખુલુ રાખવામા આવે છે તેવું મંદિરના પૂજારી પ્રવીણગિરિ ડી. ગોસાઇએ જણાવ્યુ હતું.

શહેરના સૌથી જૂના મંદિરોમાં એક ભીડ ભંજન મહાદેવ મંદિર

Bhid Bhanjan Mahadev

ઐતિહાસિક ભીડભંજન મહાદેવની સ્થાપના જામનગરના સંસ્થાપક જામ રાવલજી દ્વારા કરવામાં આવી હતી. મંદિરની દિવાલો અને સ્તંભો ઉત્કૃષ્ટ કોતરણીથી સજ્જ છે. ખાસ કરીને દરવાજા પર ચાંદીની જટિલ કૃતિ આજે પણ જામનગરમાં જોવા મળે છે. ભીડભંજન મંદિર શહેરના મધ્યમાં દેવત્વ અને શાંતિનો નૈસર્ગિક મંદિર છે. આ મંદિર શ્રાવણના પવિત્ર મહિના દરમિયાન સંખ્યાબંધ ભક્તોને આકર્ષે કરે છે. દેવી પાર્વતી અને ભગવાન ગણપતિ સહિત વિવિધ હિન્દુ દેવોને સમર્પિત 10 નાના મંદિરો પણ છે. લોકો માને છે કે અહીં મૃત્યુંજય મહાદેવ મંત્રનો જાપ કરવાથી ઘણો ફાયદો થાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.