Abtak Media Google News

Rotary Club Of Rajkot Greater 3 રોટરી ક્લબ ઓફ રાજકોટ ગ્રેટર વર્ષોથી સમાજલક્ષી અને સારા કાર્યો કરી રહ્યું છે. પરંતુ કોરોનાને લીધે સમાજમાં અત્યારે ભૂતકાળમાં ન આવ્યા હોય એવા પડકાર આખી દુનિયા અનુભવી રહી છે ત્યારે રોટરી ક્લબ ઓફ રાજકોટ ગ્રેટર આ વર્ષે સમાજની જરૂરિયાત મુજબ અનેકવિધ નવા પ્રોજેક્ટસ લાવ્યું છે.

પ્રજ્ઞાનમ : રાજકોટની શિક્ષણ સમિતી દ્વારા સંચાલિત 88 શાળાઓના 1 થી 8 ધોરણના બાળકો માટે સ્વાતંત્રપર્વના 75માં વર્ષે રાષ્ટ્રધ્વજની થીમ પર રંગોળી બનાવાની. જેમાં 550 જેટલી એન્ટ્રીઝ આવી હતી અને દરેક ટીમમાં વધુમાં વધુ 2 લોકો ભાગ લઇ શકે એટલે લગભગ 1100 જેટલા બાળકોએ આમાં ભાગ લીધો. આનો એક ઉદ્દેશ્ય બાળકોને ભારત દેશ માટે દેશપ્રેમની ભાવના જાગે એ પણ છે. આ માટે અલગ અલગ ટીમને અલગ અલગ દિવસે બોલાવી પોતાની રંગોળી બનાવા આપવામાં આવી. નેશનલ થીમ પર એક સાથે આટલી મોટી સંખ્યામાં ભાગ લીધો હોય એવું પ્રથમવાર બની રહ્યું અને આના માટે વર્લ્ડ રેકોર્ડ ઓફ ઇન્ડિયામાં પણ અરજી કરી છે.

પર્યાવરણ પ્રત્યે પણ આપણી જવાબદારી છે અને આના ભાગરૂપે રાજકોટની શિક્ષણ સમિતી દ્વારા સંચાલિત 88 શાળાઓમાં 1000 વૃક્ષો વાવવામાં આવશે એટલું જ નહિ આ વૃક્ષોની 3 વર્ષ સુધી રોટરી ક્લબ ઓફ રાજકોટ ગ્રેટર કાળજી લેશે.

ઈ-રીક્ષા: પર્યાવરણની કાળજી રાખવા અને સ્ત્રી સશક્તિકરણ માટે ઈ-રીક્ષા પ્રોજેક્ટ લાવવામાં આવ્યો છે. જેમાં મહિલાઓ પણ પોતાના પગ પર ઉભી રહી શકે અને પરિવારને આર્થિક મદદ કરી શકે એ હેતુથી  આ પ્રોજેક્ટમાં મહિલાઓને ડ્રાઇવિંગની તાલીમ આપવામાં આવશે અને લાઇસન્સ કઢાવી આપવામાં પણ મદદરૂપ થશે. આ પ્રોજેક્ટમાં રોટરી તરફથી રૂા.80,000 આપવામાં આવશે, કેન્દ્ર સરકારની સબસીડી રૂા.37,000, રાજ્ય સરકારની સબસીડી રૂા.48,000 અને અરજદારે  રૂા.65,000 ભોગવવાના રહેશે અથવા રૂા.65,000 ની લોન કરાવી આપવામાં આવશે.

વર્ચ્યુલ મેરેથોન : રોટરી ક્લબ ઓફ રાજકોટ ગ્રેટર દ્વારા ડિસ્ટ્રીક્ટ 3060 ની 120 ક્લબ  તથા રોટરી ઇન્ટરનેશનલની અલગ અલગ દેશોની ક્લબોને  સાથે લઈને વર્ચ્યુલ મેરેથોનનું વર્લ્ડ લેવલ પર આયોજન કરવામાં આવશે જેમાં 1,00,000 લોકો ભાગ લે એવો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

ઓર્ગન ડોનેશન : આ વખતે રોટરી ડિસ્ટ્રીક્ટ 3060 તરફથી રોટરી ક્લબ ઓફ રાજકોટને ઓર્ગન ડોનેશન અવેરનેસ માટે નેતૃત્વ સોંપવામાં આવ્યું છે અને કલબના નેજા હેઠળ બધી જ 120 ક્લબો અવેરનેસ ફેલાવશે. ઓર્ગન ડોનેશન પ્રત્યે લોકો વધુ જાગૃત થાય એ માટે વિવિધ કાર્યક્રમો કરવામાં આવે છે જેમ કે સોશ્યિલ મીડિયા પર રેગ્યુલર પોસ્ટ અને વિડીયો, અલગ અલગ સેમિનારનું આયોજન કરી લોકો પાસે પ્રતિજ્ઞા લેવડાવવામાં આવે છે.

Rotary Club Of Rajkot Greater 2

હેલ્થ અવેરનેસ : આરોગ્ય જ સંપત્તિ છે આ વાત હવે બધાને સમજાઈ ગઈ છે. આરોગ્ય સારું રહે અને એ માટે લોકો વધુ જાગૃત થાય એ ઉદેશ્યથી અગ્રણી ડોક્ટરોના સેમીનાર – ટોક સીરીઝ સમયાંતરે યોજી લોકોમાં હેલ્થ પ્રત્યે જાગૃતિ આવે એવા પ્રયાસો કરવામાં આવે છે.

વોકેશનલ ટ્રેનીંગ : હાલમાં જયારે નોકરી મેળવવી મુશ્કેલ બનતું જાય છે ત્યારે વોકેશનલ ટ્રેનીંગ દ્વારા વ્યક્તિ પોતાની સ્કીલ વિકસાવી રોજગાર મેળવી શકે છે. જે લોકો વોકેશનલ ટ્રેનીંગ લેવા માંગતા હોય એમને અલગ અલગ પ્રકારની વોકેશનલ ટ્રેનિંગ આપવામાં આવશે જેમ કે ઇલેકટ્રીશ્યન, પ્લમ્બર, બ્યુટીશ્યન વગેરે.

આ બધા કાર્યો માટે રોટરી ક્લબ ઓફ રાજકોટ ગ્રેટરના પ્રેસીડેન્ટ પરેશભાઈ કાલાવડીયા, સેક્રેટરી ડો. હિતેશ સાપોવડીયા, વાઇસ પ્રેસીડેન્ટ ઇશિતા ચોટાઈ, જોઈન્ટ સેક્રેટરી ડો. પ્રિયંકા સુતરીયા, ટ્રેઝરર નિલેશ ભોજાણી, આઈ.પી.પી. મેહુલ નથવાણી, પી.ઈ. કુનાલ મહેતા, રાજેન શાહ, પ્રિયંક ભરાડ, જયદેવ શાહ, શીતલ પટેલ, પૂર્વી લાખાણી, ભાવેશ મહેતા, દિપેન પટેલ, ડો. કાર્તિક સુતરીયા, ડો. અમીબેન મહેતા, ડો. યોગેશ મહેતા, યશ રાઠોડ, કેતન કટારીયા, અશીની મોદી, રચના પુનાતર, ડો. અનિલ સાવલીયા, નેવીલ વૈષ્નવ, આશિષ જોષી, રવિ ગણાત્રા, જયદીપ વાઢેર, વગેરે ખુબ જહેમત ઉઠાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.