Abtak Media Google News

કબડ્ડીમાં દક્ષિણ એસીપી  ટીમ સામે ક્રાઇમ એસીપી  ટીમનો વિજય: સાઇબર

એસીપીની ટીમ સામે પશ્ર્ચિમ એસીપીની ટીમે જીત મેળવી

પોલીસની જુદી જુદી આઠ ટીમ વચ્ચે દોડ,, ભાલા ફેંક, ગોળા ફેંક, ચક્ર ફેંક, લોંગ જમ્પ, કબડ્ડી, રસ્સા ખેંચ, બેડન્ટિન, ટેબલ ટેનિસ અને સ્વિમિંગ સહિત 22 ગેમ્સનું આયોજન

પોલીસ પરિવારનું સ્વાસ્થય સુધરે, શારિરીક ફીટનેશ રહે અને એકાગ્રતા વધે તે હેતુસર છેલ્લા ત્રણ વર્ષથી પોલીસ અધિકારીઓ, પોલીસ સ્ટાફ અને પોલીસ પરિવારના બાળકો તેમજ ટ્રાફિક વોર્ડન વચ્ચે વિવિધ રમતોત્સવનું આયોજન કરવામાં આવે છે. તા.15 ઓગસ્ટના સ્વતંત્રય દિવસે પોલીસ હેડ કવાર્ટર ખાતે શરૂ થયેલા રમોત્સવમાં ગઇકાલે કબડીના મેચ રમયા હતા તેમા એસીપી ક્રાઇમ અને પશ્ર્ચિમ વિભાગ એસીપીની ટીમ વિજેતા બની હતી.

ગત વર્ષે કોરોના મહામારીના કારણે પોલીસ પરિવાર વચ્ચે રમોત્સવનું આયોજન શકય બન્યું હતું. ગઇકાલથી શરૂ થયેલા રમોત્સવમાં એસીપી ઉત્તર (આર.એસ.ટંડન), એસીપી દક્ષિણ (જે.એસ.ગેડમ), એસીપી મહિલા વિભાગ (આર.એસ.બારીયા), એસીપી પૂર્વ (એચ.એલ.રાઠોડ), એસીપી પશ્ર્ચિમ (પી.કે.દિયોરા), એસીપી પોલીસ હેડ કવાર્ટર (જી.એસ.બારીયા), એસીપી સાઇબર (જી.ડી.પલસાણા), એસીપી ક્રાઇમ (ડી.વી.બસીયા) અને એસીપી ટ્રાફિક (વી.આર.મલ્હોત્રા)ની આઠ ટીમ વચ્ચે જુદી જુદી 22 ગેમ્સ રમવામાં આવશે. જેમાં 600 જેટલા પોલીસ અધિકારીઓ અને સ્ટાફ દ્વારા ભાગ લેવામાં આવનાર છે.

પોલીસ સ્ટાફની ઉમરને ધ્યાને રાખીને ગેમ્સમાં ભાગ લઇ શકે તેવું આયોજન કરવામાં આવ્યું છે. 50થી વધુ વર્ષના પોલીસ સ્ટાફ માટે અને તેથી ઓછી ઉમરના પોલીસ સ્ટાફ માટે 100 મીટર, 200 મીટર, 400 મીટર અને 800 મીટર દોડનું આયોજન કરવામાં આવ્યું છે.

આ ઉપરાંત ભાલા ફેંક, ગોળા ફેંક, ચક્ર ફેક, કબડી, રસ્સા ખેચ, બાસ્કેટ બોલ, ફુટબોલ, ટેબલ ટેનિશ સિંગલ, ટેબલ ટેનિશ ડબલ, બેડન્ટિન સિંગલ, બેડમિન્ટન ડબલ, ચેસ અને કેરમ જેવી 22 રમતમાં 600 પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ અને ટ્રાફિક બ્રિગેડ દ્વારા ભાગ લઇ પોતાનું કૌતુક બતાવશે. પોલીસ પરિવાર વચ્ચે યોજાનાર વિવિધ રમત માટે સારી સુવિધાની સાથે સાધનો પુરા પાડવામાં આવશે

15 ઓગસ્ટના 75માં સ્વતંત્ર દિવસ નિમિતે પોલીસ હેડ કવાર્ટર ખાતે ધ્વજ વંદન અને પરેડ બાદ શરૂ થયેલી ત્રીજી સ્પોર્ટસ મીટનો પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા પ્રારંભ કરાવ્યો હતો. જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી ઝોન-1 પ્રવિણકુમાર મીણા, ડીસીપી ઝોન-2 મનોહરસિંહ જાડેજા, એસીપી જી.એમ.બારીયા, એસ.આર.ટંડલ, વી.આર.મલ્હોત્રા, ક્રાઇમ બ્રાન્ચના પી.આઇ.વી.કે.ગઢવી, રિઝર્વ પીઆઇ એમ.એ.કોટડીયા સહિતના પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહી રમતવીરોને શુભેચ્છા પાઠવી હતી. ખેલદીલી સાથે ગેમ્સમાં ભાગ લઇ સ્ટેટ અને નેશનલ લેવલે પહોચી રાજકોટ પોલીસનું ગૌરવ વધારવા જણાવ્યું હતું.

રમોત્સવના પ્રથમ દિવસે દક્ષિણ વિભાગ એસીપી અને ક્રાઇણ એસીપીની ટીમ વચ્ચે કબડીનો મેચ રમાયો હતો. જેમાં ક્રાઇમ બ્રાન્ચ એસીપીની ટીમનો વિજય થયો હતો. ત્યાર બાદ પશ્ર્ચિમ એસીપી અને સાયબર એસીપીની ટીમ વચ્ચે રમાયેલા કબડી મેચમાં પશ્ર્ચિમ એસીપીની ટીમનો વિજય થયો હતો. દક્ષિણ વિભાગ મહિલા ટીમ અને ક્રાઇમ બ્રાન્ચ મહિલા ટીમ વચ્ચે રમાયેલા કબડી મેચમાં ક્રાઇમ બ્રાન્ચની મહિલા ટીમનો વિજય થયો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.