Abtak Media Google News

પુરાણોમાં ઉલ્લેખ કરવામાં આવેલી બાબતોને ધ્યાનમાં રાખીને સંસ્થાના કર્મચારીઓ દ્વારા મંત્રોચ્ચાર સાથે રક્ષાસુત્ર તૈયાર કરાયું : 32 આચાર્યો રાખડી તૈયાર કરવાના કાર્યમાં જોડાયા

જામનગર નજીક વિભાપર ગામે સરસ્વતી શિશુ મંદિર દ્વારા રક્ષાબંધન નિમિતે ખાસ વૈદીક રાખડી તૈયાર કરાઇ છે. આ રક્ષાસુત્રની વિશેષતાએ છે કે, કોરોના જેવી મહામારી સામે પણ રોગોનો નાશ કરવા માટે અને મનુષ્યની રક્ષા કરવા માટે આપણા પુરાણોમાં જે ઉલ્લેખ કરાયો છે એ બાબતને ધ્યાને રાખે આ રક્ષાબંધન નિમિતની રાખડીનું નિર્માણ કરાયું છે.

સરસ્વતી શિશુ મંદિર વિભાપર દ્વારા દુર્વા, ચોખા, કેશર, ચંદન, સરસવ, થોડી માત્રામાં એક કોટનના કપડામાં વિટીને આ રક્ષાસુત્ર તૈયાર કરવામાં આવ્યું છે. ખાસ કરીને વરસાદની ઋતુમાં આ રક્ષાસુત્ર હાથમાં બાંધવાથી સંક્રમીત રોગોથી લડવાની મનુષ્યની રોગપ્રતિકારક શકિતનો વિકાસ થાય છે. સાથે સાથે રક્ષાસુત્ર આપણી અંદરની સકારાત્મક ઉર્જા ઉત્પન્ન કરે છે. આ ઉપરાંત આ રક્ષાસુત્ર પૂજાવિધી સાથે વનસ્પતી, પશુધન, યંત્રો, વાહનો, વગેરેને પણ બાંધી શકાય છે.

વિદ્યાલય દ્વારા વૈદિક રાખડીનું નિર્માણ છેલ્લા ત્રણ વર્ષથી થઈ રહ્યું છે. વૈદિક રાખડીનો ઉલ્લેખ આપણા વેદ-પુરાણોમાં પણ કરવામાં આવ્યો છે. આધુનિક સમયમાં જે અર્થહીન રાખડીઓ તૈયાર થઈ રહી છે, તેને ઘ્યાનમાં રાખીને વિદ્યાલય દ્વારા અર્થપૂર્ણ રાખડી તૈયાર કરવામાં આવી રહી છે. જે ભારતીય સંસ્કૃતિ દિન-પ્રતિદિન વિસરાઈ રહી છે તે સંસ્કૃતિને આ સમયે ફરીથી પ્રસ્થાપિત કરવા તેમજ લોકોમાં વૈદિક રાખડીનું મહત્વ સમજાય તે હેતુથી આ રાખડી બનાવવામાં આવે છે.વિદ્યાલયમાં શૈક્ષણિક કાર્યની સાથે સાથે કુલ 32 આચાર્યો દ્વારા આ રાખડી તૈયાર કરવામાં આવે છે તથા ઉત્સવ ઉજવણી નિમિત્તે પૂર્ણગ્રામજનોને ઘેર ઘેર જઈ અંદાજે 1000 રાખડીનું નિ:શુલ્ક વિતરણ કરી વિષય પહોંચાડીએ છીએ.તેમજ દર વર્ષે 5000 રાખડીનું નજીવા શુલ્કથી વેચાણ કરીએ છીએ તેમજ રાખડીનું મહત્વ સમજાવી સમાજ પ્રબોધનનું આદર્શ કાર્ય કરે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.