Abtak Media Google News

Table of Contents

 વિપુલ બૌદ્ધિક ક્ષમતા હોવા છતાં પેટન્ટની ઉદાસીનતા ભારત માટે પડકારજનક? 

દેશમાં દર વર્ષે 50 હજાર પેટન્ટ ફાઇલ રજીસ્ટર થાય છે જે અન્ય દેશની તુલનાથી ખૂબ જ ઓછી છે

ગુજરાતની કંપનીઓ દ્વારા ફાઇલ થતી પેટન્ટની સંખ્યા માત્ર 1500: ગુજરાતમાં ફાર્મા બેઇઝ મોટો છે અને તે પેટન્ટ પર વધારે નોંધાવે છે

વિપુલ બૌદ્ધિક ક્ષમતા હોવા છતાં પેટન્ટની ઉદાસીનતા ભારત માટે પડકારજનક? દેશભરમાં લગભગ દર વર્ષે 50 હજારથી વધુ પેટન્ટ ફાઇલ ત્યાર થાય છે. જો કે અન્ય દેશોની સરખામણીમાં ભારતમાં ખૂબ જ ઓછી પેટન્ટ ફાઇલ રજિસ્ટર થાય છે જેનું મુખ્ય કારણ પેટન્ટ ફાઇલ રજીસ્ટ્રેશન કરાવવાનો ખર્ચ છે. ત્યારે હવે સરકાર પર આના પર ભાર મૂકી રહી છે અને હવે, પેટન્ટ રજીસ્ટ્રેશન કરનાર માન્ય ઇન્સ્ટિટ્યૂટોને ફીમા 80 ટકા રાહત આપવાનો નિર્ણય કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ દ્વારા કરવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, ઇન્ટલએક્ચ્યુઅલ પ્રોપર્ટી અંગે જાગૃતી વધવાને પગલે દેશભરમાં દર વર્ષે અનેક પેટન્ટ ફાઈલો રજિસ્ટર થતી હોય છે. ત્યારે તેમાં 80 ટકા જેટલી ભારતની બહારની કંપનીઓ હોય છે. તે સિવાય 10 હજાર પેટન્ટ ભારતમાંથી કંપનીઓ, ઉધોગો, રિસર્ચ સંસ્થાઓ કે સ્ટાર્ટઅપ નોંધાવે છે. તેમાં પણ ગુજરાતી કંપનીઓ દ્વારા ફાઇલ થતી પેટન્ટની સંખ્યા 1500 જેટલી છે. કુલ 50 હજારના આંકડા સામે આ સંખ્યા નાની ગણાય, પરંતુ ગુજરાતમાં ફાર્મા બેઇઝ મોટો છે અને તે પેટન્ટ પર વધારે નોંધાવે છે.

કંપનીઓ ઇનોવેશન પર ભાર મૂકી રહી છે તેથી હવે ગુજરાતમાં પણ કોલેજોના યુવાનો પણ તેમના સંશોધન અંગે પેટન્ટ ફાઇલ કરી રહ્યા છે. દેશભરમાંથી 50 હજાર માંથી જે ભારતીય કંપનીઓની 10 હજાર પેટન્ટ ફાઇલ થાય છે. તેમાં ગુજરાત, આંધ્રપ્રદેશ, કર્ણાટક અને મહારાષ્ટ્ર આગળ છે.

જો કે છેલ્લા 75 વર્ષ એટલે કે, 1940 થી લઈને 2015 સુધીમાં 11 લાખ પેટન્ટ ફાઈલો નોંધાઈ હતી જો કે બીજીબાજુ છેલ્લા 4 વર્ષની વાત કરીએ તો, 2016થી20 દરમિયાન 14.2 લાખ પેટન્ટ ફાઈલોનું રજીસ્ટ્રેશન થયું એટલે ચોક્કસ થી કહી શકાય કે, સ્ટાર્ટઅપ અને ઇનોવેશનમાં છેલ્લા ચાર વર્ષમાં તમામ સ્તરે કામ થતા પેટન્ટ ફાઇલ કરવાનું પ્રમાણ પણ વધ્યું છે.

છેલ્લા બે વર્ષમાં તો ગુજરાતમાં ઇજનેરીમાં વ્યાપ વધતા પેટન્ટ ફાઇલ કરવાની પ્રવુતિ વધી છે. ખાસ કરીને મોબાઈલ એપ બેઝ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, રીન્યુઅબલ એનર્જી, માટેના ઉપકરણોની પેટન્ટ વધી રહી છે. અત્યાર સુધી ફક્ત એક કે બે ટકા કંપનીઓ જ પેટન્ટનો કોમર્શિયલ ઉપયોગ કરી રહી છે.

જો કે હવે દેશમાં વધુ પેટન્ટ રજીસ્ટ્રેશન થાય અને તેના માટે ખર્ચ પણ ઓછો થાય તે માટે સરકાર દ્વારા પણ પૂરતા પ્રયાસો હાથ ધરવામાં આવે છે તેમજ ઈન્સ્ટિટ્યૂટ કે સંસ્થાઓને સહાય પણ આપવામાં આવે છે.

દેશમાં એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટમાં માત્ર 15 ટકા જ પેટન્ટ ફાઇલોનું રજીસ્ટ્રેશન: ડો.નવીન શેઠ

ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના કુલપતિ ડો.નવીન શેઠે ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, દર વર્ષે ચાઇના દ્વારા સાડા સાત લાખ પેટન્ટ, અમેરીકા દ્વારા 3.70 લાખ પેટન્ટ અને ભારતમાં માત્ર 53 હજાર જ પેટન્ટ ફાઇલ નોંધાય છે જે અન્ય દેશોની તુલનામાં ખૂબ ઓછી છે અને આ 53 હજાર પેટન્ટ ફાઈલમાં એજ્યુકેશન સંસ્થાઓમાંથી તો ફક્ત 15 ટકા જ પેટન્ટ ફાઈલોનું રજીસ્ટ્રેશન થતું હોવાનું જાણવા મળે છે.

જો કે છેલ્લા 2 વર્ષથી પેટન્ટ ફાઈલોનું રજીસ્ટ્રેશન વધ્યું છે મોટા ભાગના રિસર્ચ આઈ આઈ એમ અને સેન્ટ્રલ યુનિવર્સિટીમાંથી જ થાય છે. જીટિયુંએ ગત વર્ષે 68 પેટન્ટ ફાઇલ રજીસ્ટર કરી છે જે ગુજરાતમાં સૌથી વધુ છે. અને આ માટે અમારાં દ્વારા વિદ્યાર્થીઓને સાડા ચાર કરોડની ફેલોશીપ પણ આપવામાં આવી છે.

પેટન્ટ આપવામાં ક્યાંય કાચું ન કપાય જાય તે માટે વિશેષ સાવચેતી દાખવાય છે: પ્રો. ડો. ભાવિન સેદાણી

પેટન્ટ એટલે બૌધ્ધિક સંપદાનું વિશેષ અધિકાર તે જેવા તેવા ને ન મળી જાય તેની સરકારનો રાજધર્મ બને

પેટન્ટ લેવી અને તેના ઉપયોગ અંગેની જાગૃતિમાં ભારતનું ઔદ્યોગિક જગત દુનિયાથી ઘણું પાછળ ચાલી રહ્યું છે ભારતની મૂળભૂત વસ્તુઓ ની પેટન વિશ્વના બીજા દેશો લઈ લે છે,બૌદ્ધિક સંપદા પર ના અધિકાર માટે જાગૃતિ આવે અને નવા સ્ટાર્ટઅપ ને પ્રોત્સાહન મળે તે માટે સરકારે પેટન્ટની ફિમાં એસી ટકા જેટલી રાહત ની જાહેરાત કરી છે

ભારતમાં પેટન્ટ મેળવવાનીની ટકાવારી નું પ્રમાણ ખૂબ ઓછું છે તેના કારણ અંગે અમદાવાદની એલ.ડી એન્જીનીયરીંગ કોલેજના પેટર્ન કમિટીના ઇન્ચાર્જ ડોક્ટર ભાવિન સેદાણી એ  અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે કોલેટી મેન્ટેનન્સ અને અયોગ્ય દાવાને માન્યતા ન મળી જાય તેની ચોકસાઈ ને લઈને આપણા દેશમાં નબળા દાવાને મંજૂરી મળતી નથી અને ફાઈલ કરેલી અયોગ્ય પેટન્ટ ગ્રાન્ટ ના થાય અને કંપનીઓ દ્વારા  મોનોપોલી ના ઇસ્યુ ના થાય તેના લીધે પ્રોડક્ટ ની પેટન્ટ ગ્રાન્ટ કરવા માટે પેટન્ટ ઓફિસે દ્વારા નક્કી કરાયેલી લાંબી  પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે

ભારતમાં પેટન મેળવવાની મુખ્ય ત્રણ તબક્કાની પ્રક્રિયા માંથી અરજદારને પસાર થવું  પડે છે.

  1. પેટન્ટ ફાઈલ
  2. પેટન્ટ પબ્લિકેશન
  3. પેટન્ટ ગ્રાન્ટ વગેરે

કોઈપણ નેચરલ પર્સન તરીકે  પેટર્ન મેળવવી હોય તો પ્રથમ રૂપિયા 1750 ની ફી ભરીને પેટન ફાઇલ રસીદ મેળવવાની હોય છે ત્યાર પછી અંદાજિત 18 મહિના સુધીમાં આ ફાઇલ પેટન્ટ ને ગુણવતા ના આધારે દર શુક્રવારે પેટન્ટ ઓફિસે ની વેબ સાઈટ પર  પ્રસિદ્ધ થતી જર્નલ માં  તે ને સ્થાન મળે છે.

પરંતુ જો અરજદાર 4500 રૂપિયા ની અર્લી પબ્લિકેશન માટે રૂપિયા 4500 ની ફી ભરી દે તો ત્રણ મહિનામાં જ  તેનું ઇન્સ્પેક્શન થઈ જાય છે અને ફાઈલ કરેલી પેટન્ટ પબ્લિશ થઇ જાય છે. આ સાથે અરજદારે પેટન્ટ ગ્રાન્ટ કરવા માટે પબ્લિશ થયેલી પેટન્ટ નું પરીક્ષણ   રૂપિયા 4000 ની ફી ભરીને કરવું પડે છે.

(જે મહત્તમ 4 વર્ષ સુધી માં કરાવી શકાય). આ ફી ભર્યા બાદ પેટન્ટ ઓફિસેના પરિક્ષક અવેલેબિલીટી પ્રમાણે 1 વર્ષ થી 4 વર્ષના સમયગાળા દરમિયાન અરજદારે માંગેલી પેટર્ન ના દાવ આમાં શું છે?અન્ય કોઇ જગ્યાએ આ પેટર્ન ઇસ્યુ થઇ છે? ઇનોવેશન શું છે ?

સ્કોપ શું છે? અરજદારે પેટન્ટ ઓફિસે ના 1970 ના નિયમ પ્રમાણે દાવા લાખ છે કે નહિ ? વગેરે બાબતોની  ચકાસણી કરવામાં આવે છે અને પરીક્ષક દ્વારા First Examination Report (FER) અરજદાર ને મોકલવા માં આવે છે અને પેટન કમિટી 6 મહિના ના  સમયગાળા દરમિયાન માંગણીનું પરીક્ષણ કરે છે અને  અભિપ્રાય આપે  છે.

સ્ટાર્ટ અને ઉદ્યોગ ધોરણે લેડીઝ ફર્સ્ટ ના અભિગમમાં 2019 થી એવો નિયમ બનાવવામાં આવ્યો  છે કે જો અરજદારઓ માં કોઈ એક મહિલા હોય તો તેમને તાત્કાલિક ધોરણે અંદાજિત 4 મહિના માં  પરીક્ષા લેવામાં અન્વે છે અને  પેટર્ન ની પ્રક્રિયા 4 થી  6 મહિનામાં જ  પરીક્ષામાં ચોકસાઈપૂર્વક પરીક્ષણ કરી  મંજૂરી આપવી કે નહીં તેનું નિર્ણય લેવામાં આવે છે જો બધું યોગ્ય હોય તો મંજૂરી આપી દેવામાં આવે છે જો યોગ્ય ન હોય તો અરજદાર પાસે ફરી સ્પષ્ટતા  માંગવામાં આવે અને હિઅરીંગ આવામાં આવે છે  છે અને ત્યારબાદ  પેટન કમિટીને સંતોષ  થાય તોજ પેટન્ટ ને 20 વર્ષ સુધી ગ્રાન્ટ કરવામાં આવે છે.ડોક્ટર ભાવિન સેદાણી એ જણાવ્યું હતું કે પેટન નું રજીસ્ટ્રેશન એ બુદ્ધિ કૈ સંપ્રદાયની માન્યતા નું પ્રમાણપત્ર હોય ભારતમાં કોઈ અયોગ્ય માગણી મંજૂર ન થાય તેની ચોકસાઈ રાખવામાં આવે છે પેટન માં જેટલી ચોકસાઇ રાખવામાં આવે ગુણવત્તા એટલી જ સુધરે ભારતમાં પેટન મંજૂર થવાની સંખ્યા અને ટકાવારી ભલે ઓછી હોય પરંતુ ગુણવત્તા સાથે સમાધાન ન થાય તે અભિગમ રહેલો હોય છે પેટન ના અરજદારને પોતાના દાવા ની સાબિતી માટે સાંગોપાંગ પાર થવું પડે છે ભલે પેટન ની ટકાવારી ઓછી હોય પરંતુ ભારતની તમામ પેટન ગુણવત્તાયુક્ત ઉત્પાદન નિસ રતે જ પાસ થાય છે સરકાર દ્વારા રજિસ્ટ્રેશન સીમા મા એસી ટકાની આપેલી રાહત પેટર્ન મેળવવા માંગતા અરજદારો માટે પ્રોત્સાહન નું કારણ બનશે

ડો.ભાવિન સેદાણી પોતાની 6 પેટન્ટ પબ્લિશ અને 2 ગ્રાન્ટ

અમદાવાદની એલ.ડી એન્જીનીયરીંગ કોલેજના પેટર્ન કમિટીના ઇન્ચાર્જ ડોક્ટર ભાવિન સેદાણી પાસે પોતાની 8 પેટન નું રજીસ્ટ્રેશન ફેલ છે અને હજુ વધારાની બે પેટન પ્રોસેસમાં હોવાનું તેમણે જણાવ્યું હતું

ભારત સિવાય વિશ્ર્વના અમુક  દેશોમાં પેટર્ન રજીસ્ટ્રેશન સરળતાથી અને જે તે દેશ ના અલગ  માપદંડ પ્રમાણે  થઈ જાય છે

ભારતમાં પેટન્ટ મેળવવા અંગે ઉદાસીનતા સેવાથી હોવાનું ચિત્ર ઊભું થયું છે પરંતુ ખરેખર હકીકત જરા જુદી છે ભારતમાં પેટન આપવાની પ્રક્રિયામાં ચોકસાઈ નું પ્રમાણ રાખવામાં આવે છે અમુક દેશો માં માપદંડ અલગ હોવાથી  સરળતાથી પેટન એલોટ કરી દેવાના કારણે અન્ય દેશો માં રજીસ્ટ્રેશન પ્રમાણ વધુ હોવાનું એક ઓઝલ કારણ બહાર આવ્યું છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.