Abtak Media Google News

છેલ્લા 15 વર્ષથી અફઘાની વેપારીઓને રાજકોટની ઈમીટેશન જવેલરી પસંદ પડી’તી

ફેમીલી સેટ, મોટા નેકલેસ,  ઈયરીંગ, વીંટી, મોટા બેંગલ્સ સહિતની ઈમીટેશન જવેલરીએ અફઘાનિસ્તાનને ઘેલુ લગાડયું’તું

Imitation Market Rajkot 3 એશિયા માં મોટાપાયે ઇમિટેશન માર્કેટ ગુજરાતના  રંગીલા રાજકોટમાં આવેલ છે. રાજકોટથી એશિયાના વિવિધ દેશોમાં ઇમિટેશન જ્વેલરીનો નિકાસ કરવામાં આવે છે. ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે પણ ઇમિટેશન જ્વેલરી નો ધંધો મોટાપાયે ચાલતો હતો ત્યારે અફઘાનિસ્તાનમાં જે રાજકીય ઊથલપાથલ થઈ છે. તેના કારણે ભારત અને અફઘાનિસ્થાન વચ્ચે ચાલતા ઇમટેશન ના ધંધાને મોટ આર્થિક પછડાટ લાગ્યો છે. તાલિબાન દ્વારા અફઘાનિસ્તાન પર જે રીતે કબજો કરી લેવામાં આવ્યો છે ત્યારે સંપૂર્ણ આયાત નિકાસ અને આર્થિક વેપારના તમામ ક્ષેત્ર ઠપ થઈ ચૂક્યા છે રાજકોટ માંથી અફઘાની વેપારીઓ પોતાની મનગમતી ડિઝાઇન વાળી જ્વેલરી બનાવડાવતા હતા.

અફઘાનિસ્તાનના વેપારીઓ જીવ જીખમમાં મુકાય તેવી સ્થિતિ હાલ ત્યાં સર્જી છે જેના કારણે હાલ કોઈ પણ જાતની ધંધાકીય આર્થિક વ્યવહાર તેઓ કરી શકે તેમ નથી.

ભારતમાંથી ખાસ તો શ્રીલંકા,બાંગ્લાદેશ, નેપાળ, અફઘાનિસ્તાનમાં ઇમિટેશન જ્વેલરી નિકાસ કરવામાં આવે છે. અફઘાનિસ્તાનમાં ફેમિલી સેટ ,કોમ્બો જ્વેલરી કે જેમાં મોટા નેકલેસ,એયરિંગ, વીટી અને મોટા પ્રકારના બેંગલ્સ પર એમના પસંદ મુજબ ની તમામ જેવલરી ની ઇમિટેશન પ્રોડક્ટ રાજકોટમાં બનાવવામાં આવતી હતી.રાજકોટની પ્રખ્યાત કાસ્ટિંગ કરેલી અને ફિટિંગ કામ કરેલી જેવલરી અફઘાનિસ્તાન માં મોકલવામાં આવતી હોય છે. આ જ્વેલરી બનાવતી લેબર વર્ક કરતી  મહિલાઓ છે તેમને પણ આની ખૂબ મોટી અસર પડી છે. હવે જોવાનું એ રહ્યું છે કે ત્યાં સુધી આ સ્થિતિ માટે ઇમિટેશન માર્કેટ ને પસાર થવાનું રહેશે.

રાજકોટની કાસ્ટિંગ અને ફિટીંગ કામવાળી ઇમિટેશન જેવલરી અફઘાનિસ્તાનમાં થતી નિકાસ: અલ્પેશભાઇ દુધાગરા

અફઘાનિસ્તાનની જે ખરાબ સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે. તેની અસર રાજકોટ ઇમિટેશન માર્કેટ ઉપર ખૂબ મોટાપાયે જોવા મળે છે. હાલ તેમનો ધાર્મિક અને પવિત્ર તહેવાર મોહરમ શરૂ છે. અફઘાનિસ્તાન ના લોકો હાલ ઉજવણી કરી શકે તેમ નથી લોકો ઘરની બહાર નીકળતા નથી ત્યારે ઈમીટેશન ની ખરીદી પણ કેવી રિતે કરી શકે. અફઘાનિસ્તાનમાં ચાલી રહેલી જ્વેલરી રાજકોટની પ્રખ્યાત કાસ્ટિંગ કરેલી અને ફિટિંગ કામ કરેલી જેવલરી હોય છે.

આ જ્વેલરી બનાવતી લેબર વર્ક કરતી  મહિલાઓ છે તેમને પણ આની ખૂબ મોટી અસર પડી છે. અફઘાનિસ્તાનની કરોડરજ્જુ ભાંગી પડી છે હાલ દેશનું કોઈ જ અસ્તિત્વ નહીં આ પરિસ્થિતિ અફઘાનિસ્તાન સાથે  ધંધા વ્યાપાર કરતા તમામ દેશોને વર્તી રહી છે. આની આર્થિક અસર ભારતને પણ ક્યાંક ને ક્યાંક થવાની જ છે. ખાસ તો ફેમિલી સેટ કોમ્બો જ્વેલરી કે જેમાં મોટા નેકલેસ,એયરિંગ, વીટી અને મોટા પ્રકારના બેંગલ્સ પર એમના પસંદ મુજબ ની તમામ ઇમિટેશન જેવલરી પ્રોડક્ટ રાજકોટમાં બનાવવામાં આવતી છે.

ખાસ તો રાજકોટમાં ઇમિટેશન પ્રોડક્ટ બનાવવામાં આવતી એકમાત્ર અફઘાનિસ્તાનના લોકોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવતી. અફઘાની જવેલરી રાજકોટ ખાતે ખૂબ મોટા પાયે બનાવવામાં આવતી હતી. રાજકોટ ઇમિટેશન જ્વેલરી માર્કેટ એ એશિયાના વિવિધ દેશો મા લોકો નો પહેરવેશ છે તેની માટેની જવેલરી બનાવે છે .ભારત એશિયાના દેશો જેવા કે શ્રીલંકા,અફઘાનિસ્તાન,નેપાળ, બાંગ્લાદેશ માં ઇમિટેશન જ્વેલરી એક્સપોર્ટ કરે છે.

Imitation Market Rajkot 1

છેલ્લા 15 વર્ષથી અફઘાની વેપારી અને રાજકોટના વેપારીઓનો નાતો અતૂટ: નરેન્દ્રભાઈ મેહતા

અફઘાનિસ્તાન ઘણા વેપારીઓ રાજકોટ ખાતે ઇમિટેશન જ્વેલરીની ખરીદી માટે આવતા હોય છે. મોટેભાગે તેઓ દિલ્હીથી જ્વેલરીની ખરીદી કરે છે. રાજકોટથી ઇમિટેશન જ્વેલરી દિલ્હી સપ્લાય કરવામાં આવતા આવે છે અફઘાની વેપારીઓ રાજકોટ આવી પોતાને ગમતી ડિઝાઈનની જ્વેલરી બનાવડાવે છે અફઘાનિસ્તાનમાં મુખ્યત્વે ગોલ્ડન જ્વેલરી અને લાંબા નેકલેસ પહેરવા ત્યાંની મહિલાઓને ખૂબ ગમે છે.

અફઘાનિસ્તાન ના વેપારી ખુબ ઈમાનદારી થી ધંધો કરે છે હાલ જે અપરા તફરી તેમના દેશમાં થઈ છે જેના કારણે તેઓ પણ ઘરની બહાર નીકળવાનું તારી રહ્યા છે ધંધા વેપાર માટે ખૂબ મોટો પડકારો અફઘાનિસ્તાનમાં સર્જાયો છે આ પરિસ્થિતિ જોરદાર ત્યાંના વેપારીઓ પણ આગળ શું થશે તેની કોઈ જ ખબર નથી અને હાલ તો બધા જ ધંધા વ્યાપાર ઠપ પડ્યા છે તેવી અમારે અફઘાન ના વેપારી સાથે વાતચીત થતી હોય છે છેલ્લા 15 વર્ષથી અફઘાનિસ્તાનના વેપારીઓ રાજકોટ ખાતે આવે છે જ્વેલરીની ડિઝાઇન બનાવડાવે છે અને ઇમિટેશન જ્વેલરીની ખરીદી પણ કરે છે

હાલની સ્થિતિ જોતા અફઘાનિસ્તાનના વેપારીઓ અને તાલિબાનો દ્વારા આપવામાં આવે છે કે અમે  હ્યુમન રાઇટ્સ ના નિયમો ફોલો કરશો પરંતુ અફઘાનિસ્તાનના લોકોને હજુ ત્યાં મોત અને ભયનો ડર રહ્યો છે હાલ તેઓ પોતાનો અને પરિવારનો જીવ બચાવવામાં જ પડ્યા છે તને કોઈ વાતચીત થતી નથી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.