Abtak Media Google News

એલ.સી.બી. એ દરોડો પાડી 299 બોટલ શરાબ અને મોબાઇલ મળી રૂ. 1.61 લાખનો મુદામાલ કબ્જે

એલ.સી.બી.  પોલીસ ઈન્સપેક્ટર અજયસિંહ આર . ગોહીલ તથા  એ.એચ.ટી.યુ. શાખા રાજકોટ ગ્રામ્ય ના પો.સબ.ઈન્સ. ટી.એસ. રીઝવી સ્ટાફ સાથે પેટ્રોલીગમાં હતા તે દરમ્યાન મળેલ હકિકત આધારે ગોડલ તાલુકા ના ગોમટા ગામની સીમમાંથી વિદેશી દારૂનો જથ્થો પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી

જેમાં આરોપીઓ શૈલેષભાઈ મુળજીભાઈ સાગઠીયા જાતે અનજાતી. રહે. બીલાલચોક મેઈન રોડ જંગલેસ્વર રાજકોટ, 2મીજભાઈ મુસાભાઈ મલેક જાતે મુસ્લીમ રહે- કાલાવડ કુંભનાથપરા વિસ્તાર જી. જામનગર , હારૂનભાઈ સતારભાઈ મીર જાતે મુસ્લીમ રહે. બુધનગર શેરી નં. 37 જંગલેસ્વર રાજકોટ વાળાઓ ઝડપાયા હતા તેમજ તોસીફ ઉર્ફ બાંધો અસીમભાઈ ઉમરેટીયા રહે. ગ્રીનપાર્ક જંગલેસ્વર પાસે રાજકોટ, અલ્તાફભાઈ ઠેબા રહે. મેદપરા જી. જુનાગઢ, અજયભાઈ રાજપુત રહે. વડીયા જી. અમરેલી વાળાઓ ને ઝડપવા ચક્રોગતિમાન કર્યા હતા આ દરોડા માં

મેકડોવલ્સ નં-1 કંપનીની બોટલો નંગ  299 કી.રૂ. 89,700 , ફોર વ્હીલ કાર નંગ -1 કી.રૂ. 50,000, મોટર સાયકલ નંગ -1 કી.રૂ. 15,000, રોકડ રૂપીયા 5200, મોબાઇલ નંગ  2 કિ.રૂ. 1000/- કુલ મુદામાલ કિ.રૂ. 1,60,900 કબજે કરવામાં આવ્યો હતો. આ કામગીરી કરનાર ટીમમાં

એલ.સી.બી. રાજકોટ ગ્રામ્ય પોલીસ ઇન્સપેક્ટર એ. આર. ગોહીલ તથા એ.એચ.ટી.યુ. શાખાના પો.સબ.ઈન્સ. ટી.એસ. રીઝવી, તથા એલ.સી.બી.ના પો.સબ.ઈન્સ. એસ. જે. રાણા તથા પો.હેડ.કોન્સ. નિલેશભાઈ ડાંગર, પો.કોન્સ. દીવ્યેશભાઇ સુવા, તથા એ.એચ.ટી.યુ. શાખાના પો.કોન્સ. મયુરભાઈ વિરડા સહિતનાઓ જોડાયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.