Abtak Media Google News

પોલીસે બાઈક, મોબાઈલ અને રોકડ મળી રૂા.60 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો

જૂનાગઢમાં રોટલા ટીપવાને બદલે શ્રાવણીયો જુગાર રમતી સન્નારીઓ ઉપર પોલીસે ઘોંસ બોલાવવાનું અવિરત ચાલુ રાખ્યું છે ત્યારે ગઈકાલે જાહેરમાં જુગાર રમતા 24 મહિલાઓ સહિત એક પુરુષને જુનાગઢ એ ડિવિઝન, બી ડિવિઝન તથા સી ડિવિઝન પોલીસે પાડેલા ત્રણ જુગાર અંગેના દરોડા દરમિયાન પકડી પાડતાં મહિલા જુગારીઓમાં ફફડાટ મચી જવા પામ્યો છે.

જૂનાગઢના દોલતપરા વિસ્તારમાં આવેલ દાસારામ એપાર્ટમેન્ટના નાકા પાસે જાહેરમાં જુગાર રમતા રેખાબેન જીતેન્દ્રભાઇ ગોહેલ, સવીતાબેન કરશનભાઇ ગોહેલ, કરશનભાઇ કેશવભાઇ ગોહેલ નબુબેન રમેશભાઇ ચૌહાણ, નીતાબેન અશોકભાઇ અગ્રાવત, ઉર્મીલાબેન અશ્વીનભાઇ રમેશભાઇ સોઢા, ચંદ્રીકાબેન પ્રફુલભાઇ  નાવલીયા સહિતની છ મહીલા તથા એક પુરષ મળી કુલ સાતેય ઇસમોને રેઇડ દરમ્યાન રોકડા રૂા.4340 તથા જુગારના સાહિત્ય ગંજીપત્તાના પાના સાથે એ ડિવિઝન પોલીસે પકડી પાડયા હતા.

બી ડિવિઝન પોલીસે જોષિપુરામાં શાંતેશ્વર રોડ ઉપર ત્રિમુર્તીનગર તિર્થ એપા. સામે જાહેર જગ્યામાથી સંધ્યાબેન રામજીભાઇ  હયાણી, આશાબેન રમેશભાઇ ઠાકર, હંસાબેન રાજેશભાઇ ગોંડલીયા, હંસાબેન અશ્વિનભાઇ  મકાણી, મુક્તાબેન રમેશભાઇ  ટાંક, શીતલબેન પિયુષભાઇ ચંન્દ્રેશા, કુંદનબેન દિનેશભાઇ  નિમાવત, ઉર્મીલાબેન રમેશભાઇ વ્યાસ, ભાવનાબેન મનસુખભાઇ ભેસાણીયાને જાહેરમાં ગંજી પતાના પૈસા પાના વડે રોન પોલીસ નામનો હાર-જીતનો જુગાર રમતા રોકડા રૂા.5130 તથા મો.ફોન નંગ-6 તથા મો.સા. નંગ-01 મળી કુલ રૂા.46130 ના મુદામાલ સાથે પકડી પાડયા હતા.

જ્યારે સી ડિવિઝન પોલીસે નાગરીક બેન્ક વાળી ગલી તક્ષશીલા સ્કુલ પાસે શેરી નં.-5 મા જાહેરમાં જુગાર રમતા નીતાબેન દિપકભાઇ નાંદોળ, મિતલબેન સંદિપભાઇ નથવાણી, લક્ષ્મીબેન રાકેશભાઇ શેઠીયા, ભારતીબેન  રોહીતભાઇ રાઠોડ, શિતલબેન જીતુભાઇ  અપારનાથી, પાર્વતીબેન નાજાભાઇ  વારગીયા,  રેખાબેન  શૈલેશભાઇ  રાઠોડ, કુસુમબેન માલદેભાઇ, દક્ષાબેન જેન્તીભાઇ મકવાણા નામની તમામ સ્ત્રીઓને રોકડા રૂા.10,330 સાથે ઝડપી લીધી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.