Abtak Media Google News

વરસાદ ખેંચાતા રાજકોટમાં સંભવીત જળ કટોકટીને ખાળવા માટે રાજય સરકાર દ્વારા સૌની યોજના અંતર્ગત આજી ડેમમાં ૩૩૫ એમસીએફટી પાણી ઠાલવવામાં આવશે ગઈકાલે ધોળી ધજા ડેમથી નર્મદાના નીર રવાના કરવામાં આવ્યા હતા. આજે સવારે નર્મદાનું પાણી ત્રંબા ત્રીવેણીઘાટ ખાતે પહોચી ગયું હતુ. આવતીકાલ સાંજ સુધીમાં આજી ડેમ ખાતે નર્મદાનાનીર પહોચી જશે તેવી સંભાવના વ્યકત કરવામાં આવી રહી છે. વરસાદ ખેંચાતા રાજકોટમાં આગામી દિવસોમાં પાણીની કટોકટી ન સર્જાય તે માટે કોર્પોરેશનના પદાધિકારીઓ દ્વારા રાજય સરકાર સમક્ષ ૩૩૫ એમસીએફટી નર્મદાના

નીરની માંગણી કરવામાં આવી હતી. જેનો સરકાર દ્વારા સ્વીકાર કરવામાં આવ્યો છે. ગઈકાલ બુધવારથી ધોળી ધજા ડેમ ખાતેથી નર્મદાના નીર આજી ડેમ તરફ રવાના કરવામાં આવ્યા હતા. આજે સવારે આ પાણી ત્રંબા ખાતે પહોચી ગયું છે. જે નદીના કુદરતી વહેણમાં છોડવાનું શ‚ કરી દેવામાં આવ્યું છે. કાળીપાટનો ડેમ છલકાય બાદ આ પાણી આવતીકાલ સાંજ સુધીમાં આજી ડેમમાં પહોચી જાય તેવી સંભાવના વ્યકત કરવામાંઆવી રહી છે. હાલ આજી ડેમની સપાટી ૧૩.૫૦ ફૂટ છે. અને ડેમમાં ૨૦૮ એમસીએફટી પાણી સંગ્રહિત છે. આજીમાં ૩૩૫ એમસીએફટી નર્મદાનું નીર ઠાલવી દેવાતા રાજકોટને દિવાળી ડિસેમ્બર સુધી પાણીની શાંતી થઈ જશે.

મેઘરાજાએ ૪૮ કલાકમાં પાક અને પાણીનું ચીત્ર ફેરવ્યું જળ વૈભવ: ભાદર સહિત ૨૦ જળાશયોમાં

૧૦ ફૂટ સુધી નવા નીરની આવક

મોરસલમાં ૯.૮૮ ફૂટ, ઈશ્ર્વરિયામાં ૩.૬૧ ફૂટ, ફૂલઝરમાં ૨.૬૯ ફૂટ, વર્તુ-૨માં ૩.૨૮ ફૂટ, લીંબડી ભોગાવો-૧માં ૧.૪૧ ફૂટ, વઢવાણ ભોગાવો-૧માં ૧.૦૮ ટ અને ભાદર-૧ ડેમમાં અર્ધા ફૂટ પાણીની આવક

સૌરાષ્ટ્રમાં છેલ્લા બે દિવસથી સતત વરસી રહેલા વરસાદના કારણે જયાં ગત અઠવાડીયે દુષ્કાળના ડાકલા વાગી રહ્યા હતા ત્યાં બે દિવસમાં પાક અને પાણીનું ચિત્ર બદલાય ગયું છે. આજે સવારે પુરા થતા છેલ્લા ૨૪ કલાકમાં રાજકોટ સિંચાઈ વર્તુળ પૂર એકમ હેઠળ નોંધાયેલા જળાશયો પૈકી ભાદર સહિતના ૨૦ ડેમોમાં ૧૦ ફૂટ સુધી પાણીની આવક થવા પામી છે. હજી ધીમીધારે પાણીની આવક થઈ રહી છે. સિંચાઈ વિભાગના સુત્રોના જણાવ્યાનુસાર છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજકોટ જિલ્લાના ભાદર ડેમમાં નવું ૦.૪૯ ફૂટ પાણીની આવક થવા પામી છે. ૩૪ ફૂટે ઓવર ફલો થતા ભાદરની સપાટી હાલ ૨૦.૪૦ ફૂટે પહોચી જવા પામી છે. અને ડેમમાં ૨૦૦૮ એમ.સી.એફટી પાણી સંગ્રહિત છે. આ ઉપરાંત આજી-૨ ડેમમાં ૦.૪૯ ફૂટ પાણીની

આવક થવા પામી છે. ડેમ કુલ સંગ્રહ શકિતના ૯૦ ટકા જેટલો ભરાય ગયો હોવાના કારણે ડેમના દરવાજા ગમે ત્યારે ખોલવા પડે તેવી સ્થિતિમાં હોય નદીના પટમાં અવર જવર ન કરવા તથા હેઠવાસના ગામોને સાવચેત રહેવા જણાવવામાં આવ્યું છે. મોજ ડેમમાં નવું ૦.૬૨ ફૂટ પાણી આવ્યું છે. જયારે વેરીમાં ૦.૫૯ફૂટ ઈશ્ર્વરીયામાં ૩.૬૧ ફૂટ, કર્ણુકી ૧.૩૧ ફૂટ પાણીની આવક થવા પામી છે. મોરબી જિલ્લાનાં મચ્છુ -૧ ડેમમાં ૧.૦૫ ફૂટ, ડેમી-૧માં ૦.૩૯ ફૂટ, ડેમી-૨ ડેમમાં ૦.૬૬ ફૂટ, જામનગર જિલ્લાનાં આજી ૪ ડેમમાં ૦.૩૩ ફૂટ, ફુલઝર (કોબા) ૨.૬૯ ફૂટ, દેવભૂમી દ્વારકા જિલ્લાના વર્તુ-૨ડેમમાં ૩.૨૮ ફૂટ સોનમતીમાં ૦.૫૯ ફૂટ, કાબરકામાં ૦.૪૯ ફૂટ, સુરેન્દ્રનગર જિલ્લાનાં વઢવાણ ભોગાવો -૧ (નાયકા)માં ૧.૦૮ ફૂટ, વઢવાણ ભોગાવો-૨ (ધોળીધજા)માં ૦.૭૯ ફૂટ, લીંબડી ભોગાવો-૧માં ૧.૪૧ ફૂટ, ફુલકુમાં ૦.૧૬ ફૂટ, મોરસલમાં ૯.૮૮ ફૂટ, ત્રિવેણી ઠાંગામાં ૦.૬૬ ફૂટ પાણીની આવક થવા પામી છે. રાજકોટની જળ જ‚રિયાત સંતોષતા ભાદર સિવાયના એકપણ જળાશયમાં નવા નીરની આવક થવા પામી નથી.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.