Abtak Media Google News

જય વિરાણી, કેશોદ:

કહેવાય છે ને મન હોય તો માળવે જવાય… સફળતા માટે પરિશ્રમ સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. આ વાકયોને ખરા અર્થમાં કેશોદના નિકુંજ ધુડા નામના યુવાને સાર્થક કર્યા છે. જુલાઇ-2019માં યોજાયેલી જી.પી.એસ.સી.ની સ્પર્ધાત્મક પરીક્ષામાં ગુજરાતમાં 16માં રેન્ક સાથે પાસ કરી છે. એસ.સી કેટેગરીમાં પ્રથમ રેન્ક મેળવી ડેપ્યુટી કલેક્ટર તરીકે પસંદગી થઈ છે. ત્યારે કેશોદ તાલુકાના ડેરવાણ ગામના લોકો તેમજ પરિવાર દ્વારા તેમનું ઉત્સાહભેર રેલી દ્વારા સન્માન કરવામાં આવ્યું છે.

લોકોની પ્રાથમિક જરૂરીયાતોને પ્રાધાન્યતા આપીશ- નિકુંજ કુમાર ધુડા

કેશોદ તાલુકાના દેરવાણ ગામનો યુવાન નિકુંજ કુમાર ધુડા ઉત્તીર્ણ થયો છે. આ સાથે ડેપ્યુટી કલેક્ટર તરીકે તેની પસંદગી થઇ છે. બીજા પ્રયત્નમાં જી.પી.એસ.સી.ની પરીક્ષા પાસ કરનાર નિકુંજ કુમાર ધુડાની ઇચ્છા છે કે, જે તક મને મળી છે, તે તકનો ઉપયોગ કરીને હું લોકોની પ્રાથમિક જરૂરીયાતોને પ્રાધાન્યતા આપીશ. જેમાં ખાસ પાણીની વિકટ સમસ્યાનું નિરાકરણ કેવી રીતે લાવી શકાય..? તે માટે મારી પ્રાથમિકતા અને મહત્વનું કાર્ય રહેશે.

2

ખરી ખુશી ત્યારે જ મળશે જ્યારે સમાજ માટે કંઇક કરીશ- નિકુંજ ધુડા

નિકુંજ ધુડાએ જણાવ્યું કે મારું સપનું સાકાર કરવામાં મારી માતાનો સિંહ ફાળો છે. તેના પિતાનું સપનું હતુ કે તે મોટો અધિકારી બને. પિતાની છત્ર છાયા ગુમાવનાર નિકુંજ કુમારે પિતાનું અધૂરું સપનું પૂરું કર્યું છે. નિકુંજ કુમાર ધુડાએ વધુમાં જણાવતા કહ્યું કે, જી.પી.એસ.સી.ની પરીક્ષા દરમિયાન હું સતત કલાકો સુધી વાંચન કરતો હતો અને આખરે મને જી.પી.એસ.સી.માં સફળતા મળી છે. હું ખુબ જ ખુશ છું. પરંતુ, વધુ ખુશી ત્યારે જ મળશે જ્યારે હું ડેપ્યુટી કલેક્ટરનું પોસ્ટીંગ મળ્યા બાદ સમાજ માટે કંઇક કરીશ.

3યુવાનોને સંદેશો આપતા કહ્યું કે યુવાનોએ નાસીપાસ થવાની જરૂર નથી. આજના યુવાનો પોતાના લક્ષ્યમાં હારનો સામનો કરે છે, ત્યારે ડિપ્રેશનમાં આવીને આપઘાત સુધીનું પગલું ભરે છે. તો આવા નાસીપાસ થઇ જતાં યુવાનો માટે નિકુજે જણાવ્યું કે, નાસીપાસ થવાની કોઇ જરૂર નથી. ડિપ્રેશન સામાન્ય છે. જો તમે ડિપ્રેશનમાં આવી જાવ તો વ્યસ્ત થઇ સાથે સારા પુસ્તકો વાંચવાનું શરૂ કરી દેવું જોઇએ. ડિપ્રેશનને આપણા ઉપર હાવી થવા દેશો નહીં. જીવનમાં તમારા ધારેલા લક્ષ્યને ચોક્કસ સફળતા મળશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.