Abtak Media Google News

મુખ્યમંત્રીની હાજરીમાં ઉદ્યોગ અને ખાણ વિભાગે એમેઝોન સાથે કર્યા એમઓયુ

 

ગુજરાતના MSME ઉદ્યોગો એમેઝોનના ઇ-કોમર્સ પ્લેટફોર્મથી 200થી વધુ દેશોમાં પોતાની પ્રોડક્ટ એક્સપોર્ટ કરી શકશે

ઉદ્યોગોને ઘરઆંગણેથી મળશે વિશ્ર્વ વેપાર-કારોબારની તક

રાજ્યના MSME ઉદ્યોગો માટે એમેઝોનના 17 જેટલા ફોરેન ડિજિટલ માર્કેટપ્લેસ, બિઝનેસ ટુ કસ્ટમર્સ, ઇ-કોમર્સ એક્સપોર્ટ -ગ્રાહકો સાથે જ સીધા વેચાણની નવી તકો ઉભી કરશે

 

અબતક, ગાંધીનગર

રાજ્યના એમ.એસ.એમ.ઈ વિશ્વના 200થી વધુ દેશોમાં પોતાની પ્રોડક્ટ એક્સપોર્ટ કરી શકે તે હેતુથી રાજ્ય સરકારના ઉદ્યોગ અને ખાણ વિભાગ અને એમેઝોન ઈન્ડિયા વચ્ચે મેમોરેન્ડમ ઓફ અન્ડર્સ્ટેન્ડીંગ થયા છે જે; અંગે આજરોજ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ  જાહેરાત કરી છે.

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની ઉપસ્થિતિમાં ગુજરાત સરકારના ખજખઊ કમિશનર રણજીત કુમાર અને એમેઝોનના ગ્લોબલ સેલિંગ હેડ અભિજીત કામરાએ આ એમ.ઓ.યુ. પર હસ્તાક્ષર કર્યા હતા. ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ ડો. રાજીવ કુમાર ગુપ્તા અને એમેઝોનના પ્રોજેક્ટ હેડ, પબ્લિક પોલિસિ ઓપરેશન હેડ સહિતના અધિકારીઓ પણ આ અવસરે સહભાગી થયા હતા.

આ એમ.ઓ.યુ. અંતર્ગત એમેઝોન ઈન્ડિયા દ્વારા ઇ-કોમર્સ એક્સપોર્ટ માટેની ક્ષમતા વર્ધન કેપેસિટી બિલ્ડિંગ સવલતોનું નિર્માણ થતા રાજ્યના લાખો એમ.એસ.એમ.ઈ ઉદ્યોગોની મેડ ઈન ઇન્ડિયા- મેડ ઇન ગુજરાત પ્રોડક્ટ્સ આંતરરાષ્ટ્રીય બજારો અને ઉપભોક્તા વર્ગ સુધી સરળતાથી પહોંચતી થશે અને વોકલ ફોર લોકલની નેમ સાકાર થશે.

એમેઝોન ખાસ કરીને ટેક્ષ્ટાઈલ, જેમ એન્ડ જવેલરી, હસ્તકલા કારીગરીની ચીજ વસ્તુઓ તેમજ હેલ્થ કેર પ્રોડક્ટ અંતર્ગત હર્બલ પ્રોડક્ટ ઓર્ગેનિક પ્રોડક્ટ માટે ગુજરાતના એમએસએમઇને  વિશ્વના દેશોના ગ્રાહકો સુધી પહોંચાડવામાં મદદરૂપ થશે. 2020-21ના વર્ષમાં  ગુજરાત દેશની કુલ નિકાસમાં 21 ટકા યોગદાન સાથે એક્સપોર્ટ ક્ષેત્રે દેશનું અગ્રિમ રાજ્ય બન્યું છે.

હવે આ એમ.ઓ.યુ.ની ફલશ્રૃતિએ ઉદ્યોગ વિભાગના સહયોગથી એમેઝોન રાજ્યમાં ખજખઊ ક્લસ્ટર્સ ધરાવતા મુખ્ય શહેરો અમદાવાદ, વડોદરા, સુરત, ભરુચ અને રાજકોટ  સહિત ના શહેરોમાં ઇ2ઈ ઇ-કોમર્સ એક્સપોર્ટ અંગે ટ્રેનિંગ સેશન અને વેબીનાર તથા વર્કશોપના આયોજન કરી ખજખઊ એકમોને પોતાની પ્રોડક્ટ વિશ્વ બજારમાં  પહોચડવામાં સહાયરૂપ બનશે.

એટલુ જ નહી યુ.એસ., કેનેડા, બ્રાઝિલ, ફ્રાંસ, જર્મની, યુ.કે., ઓસ્ટ્રૈલીયા, જાપાન, સિંગાપોર, ટર્કી અને યુ.એ.ઇ. જેવા 17 દેશોમાં કાર્યરત એમેઝોનના ડીજીટલ માર્કેટ પ્લેસ ગુજરાતના ખજખઊ એકમો માટે બિઝનેસ ટુ કસ્ટમર્સ ઇ-કોમર્સ એક્સપોર્ટની એટલે કે નિકાસ દ્વારા ગ્રાહકો સાથે જ સીધા વેચાણની નવી તકો ઉભી કરશે.

મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી એ આ હેતુસર આગામી દિવાળી પૂર્વે રાજ્યના ચાર રીજીયન માં એમ એસ એમ ઇ માટે એમેઝોન તાલીમ કાર્યક્રમો શરૂ કરે તેવું પ્રેરક સૂચન  પણ કર્યું હતું જેથી હવે રાજયના અનેક ઉદ્યોગકારને  મોટુ પ્લેટફોર્મ મળી રહેશે. જેના દ્વારા હવે ઉદ્યોગકારોને સીધો લાભ મળી રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.