Abtak Media Google News

કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ આધારિત રિટેલ ફુગાવો જુલાઇ ૨૦૨૧માં ૫.૫૯ ટકા અને ઓગસ્ટ ૨૦૨૦માં ૬.૬૯ ટકા હતો

ઓગસ્ટમાં રિટેલ ફુગાવો ઘટીને ૫.૩ ટકા થયો છે તેમ સરકાર દ્વારા જારી કરવામાં આવેલા આંકડામાં જણાવવામાં આવ્યું છે. સળંગ બીજા મહિને રિટેલ ફુગાવો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ક્મ્ફર્ટ ઝોનમાં રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે કન્ઝયુમર પ્રાઇસ ઇન્ડેક્સ(સીપીઆઇ) આધારિત રિટેલ ફુગાવો  જુલાઇ, ૨૦૨૧માં ૫.૫૯ ટકા અને ઓગસ્ટ, ૨૦૨૦માં ૬.૬૯ ટકા રહ્યો હતો તેમ નેશનલ સ્ટેટિસ્કિલ ઓફિસ(એનએસઓ) દ્વારા જારી કરવામાં આવેલા આંકડામાં જણાવવામાં આવ્યું છે.

દાળ સહિત અનેક જરૂરી ચીજવસ્તુઓના ભાવમાં ઘટાડાને કારણે ફુગાવાનો દર નીચે આવ્યો છે. ઓગસ્ટમાં રિટેલ ફુગાવાનો દર ૫.૫૯ ટકાથી ઘટીને ૫.૩૦ ટકા થયો છે. સતત બીજા મહિને ફુગાવાના આંકડામાં ઘટાડો જોવા મળ્યો છે. નિષ્ણાતોનું કહેવું છે કે ફુગાવાના દરમાં ઘટાડો થવો એ સારો સંકેત છે. આવી સ્થિતિમાં મંગળવારે શેરબજારમાં પણ તેજી આવી શકે છે. તેથી રોકાણકારોને પણ આનો લાભ મળશે. ઉપરાંત, આરબીઆઈને પણ વ્યાજ દરોની સમીક્ષા કરીને આ અંગે નિર્ણય લેવામાં સરળતા રહેશે.

ઓગસ્ટ, ૨૦૨૧માં ખાદ્યાન્ન ફુગાવો ૩.૧૧ ટકા રહ્યો છે. ગયા મહિને ખાદ્યાન્ન  ફુગાવો ૩.૯૬ ટકા રહ્યો હતો. ઉલ્લેખનીય છે કે ૨ ટકાથી ૬ ટકા સુધીનો ફુગાવો આરબીઆઇના કમ્ફર્ટ ઝોનમાં ગણવામાં આવે છે. જો કે છેલ્લા બે વર્ષથી રીટેલ ફુગાવો   ચાર ટકાથી વધુ રહ્યો છે.

સ્ટેટિસ્ટિક્સ એન્ડ પ્રોગ્રામ ઇમ્પ્લીમેન્ટેશન મંત્રાલય દ્વારા જારી કરાયેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે ૧૧૧૪ શહેરી બજારો અને ૧૧૮૧ ગામોંમાંથી વસ્તુઓના ભાવ કલેક્ટ કરવામાં આવ્યા પછી ફુગાવાનો દર નક્કી કરવામાં આવે છે.

આરબીઆઇએ નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ના પ્રથમ કવાર્ટરમાં ફુગાવો ૫.૭ ટકા, બીજા કવાર્ટરમાં ૫.૯ ટકા, ત્રીજા કવાર્ટરમાં ૫.૩ ટકા અને ચોથા કવાર્ટરમાં ૫.૮ ટકા રહેવાનો અંદાજ મૂક્યો હતો. નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ના પ્રથમ કવાર્ટર માટે રીટેલ ફુગાવો ૫.૧ ટકા રહેવાનો અંદાજ મૂકવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે મે, ૨૦૨૧માં રિટેલ ફુગાવો ૬.૩ ટકા હતો. જેની સરખામણીમાં જુલાઇ અને ઓગસ્ટમાં રિટેલ ફુગાવામાં ઘટાડો જોવા મળ્યો છે. જુલાઇમાં ઔદ્યોગિક ઉત્પાદન વધીને ૧૧.૫ ટકા રહ્યું હતું. મેન્યુફેકચરિંગ,માઇનિંગ અને વીજ સેક્ટરના સારા દેખાવને પગલૅે ઔદ્યોગિક ઉત્પાદનમાં વૃદ્ધિ જોવા મળી છે.

સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ ખાદ્ય ફુગાવો ૩.૯૬ ટકાથી ઘટીને ૩.૧૧ ટકા થયો છે. ફ્યુલ અને લાઈટ સાથે જોડાયેલા ફુગાવાનો દર ૧૨.૩૮ ટકાથી વધીને ૧૨.૯૫ ટકા થયો છે. હાઉસિંગ સાથે જોડાયેલા ફુગાવાનો દર ૩.૯૬ ટકાથી વધીને ૩.૯૦ ટકા થયો છે. કપડાં અને ચપ્પલના ફુગાવાનો દર પણ ૬.૪૬ ટકાથી વધીને ૬.૮૪ ટકા થયો છે. જ્યારે દાળના ફુગાવાનો દર ૯.૦૪ ટકાથી ઘટીને ૮.૮૧ ટકા થયો છે.

આગળ કેવી રહેશે મોંઘવારી? 

રિઝર્વ બેંકે ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ માં ગ્રાહક ભાવ અનુક્રમણિકા આધારિત ફુગાવો ૫.૭ ટકા રહેવાનું અનુમાન લગાવ્યું છે. સેન્ટ્રલ બેંકનો અંદાજ છે કે તે બીજા ક્વાર્ટરમાં ૫.૯ ટકા, ત્રીજા ક્વાર્ટરમાં ૫.૩ ટકા અને ચોથા ક્વાર્ટરમાં ૫૮ ટકા રહેશે. જ્યારે આગામી નાણાકીય વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં રિટેલ ફુગાવો ૫.૧ ટકા રહેવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે.

વધતી મોંઘવારીથી કેવી રીતે બચી શકાશે?

મોંઘવારીમાં વધારો થતાં લોકોની ખરીદશક્તિ સમય સાથે ઘટતી જાય છે. કોઈપણ રોકાણ પર મળતા વળતર પર પણ આની અસર પડે છે. આવી સ્થિતિમાં તમારે રોકાણ પર મહત્તમ વળતર મેળવવા માટે જ તમારું ધ્યાન કેન્દ્રિત કરવું પડશે.વધતી જતી મોંઘવારીની સૌથી મોટી અસર તમારા બજેટ પર પડશે. અગાઉ, તમે જરૂરી ખર્ચ માટે જેટલું બજેટની નક્કી કર્યું હતું, હવે તે પૂરતું રહેશે નહીં. આવી સ્થિતિમાં સૌથી પહેલા તમારે તમારો ખર્ચ ઓછો કરવો પડશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.