Abtak Media Google News

પહેલા યુપીમાં ગુંડા રકજ હતું, હવે તમામ માફિયા જેલના સળિયા ગણે છે : પીએમ મોદી

ઉત્તરપ્રદેશ અલીગઢમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ડિફેન્સ કોરિડોર અને રાજા મહેન્દ્ર પ્રતાપસિંહ સ્ટેટ યુનિવર્સિટીનું શિલાન્યાસ કર્યું હતું. આ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિરોધપક્ષ પર નિશકન તાક્યું હતું. જેમાં પીએમ મોદીએ કહ્યું હતું કે ઉત્તરપ્રદેશમાં હોવી ગુંડા રાજ ખત્મ થયું છે. હાલ રાજ્યના માફિયાઓ જેલના સળિયા ગણી રહ્યા છે.

Advertisement

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આજે લોધામાં  રાજા મહેન્દ્ર પ્રતાપ સિંહ સ્ટેટ યુનિવર્સિટી અને સંરક્ષણ ઔદ્યોગિક કોરિડોર અલીગઢ નોડનો શિલાન્યાસ કર્યો. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કાર્યક્રમ દરમિયાન લોકોને સંબોધિત કર્યા હતા. આ દરમિયાન તેમણે કોરોના મહામારીનો પણ ઉલ્લેખ કર્યો હતો. દેશમાં દરેકને કોરોનાની રસી કેવી રીતે આપવામાં આવે છે તેના માટે તેમણે પીએમ મોદીનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે પીએમ મોદીના નેતૃત્વમાં ભારત વિશ્વ માટે એક ઉદાહરણ બની ગયું છે. સાથે જ તેમણે કહ્યું કે, રાજા મહેન્દ્ર પ્રતાપ સિંહ સ્ટેટ યુનિવર્સિટી શિક્ષણ ક્ષેત્રે રાજ્યની સાથે સાથે દેશને પણ પ્રોત્સાહન આપશે.

Untitled 1 3

આ કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સભા સંબોધતા કહ્યું હતું કે અલીગઢમાં વડાપ્રધાન મોદીએ નરેન્દ્ર મોદીએ સંબોધન કરતાં કહ્યું હતું કે પશ્ચિમી ઉત્તર પ્રદેશ માટે આજનો દિવસ વિશેષ છે. પીએમ મોદીએ સંબોધન કરતાં કહ્યું હતું કે મહારાજા સુહેલદેવ જી હોય, છોટુરામ જી હોય કે રાજા મહેન્દ્ર સિંહ જી, નવી પેઢીને તેમનો પરિચય કરાવવાનું કામ ચાલી રહ્યું છે. દેશ આઝાદીનો અમૃત મહોત્સવ મનાવી રહ્યો છે, આ પ્રયાસોને વધુ વેગ આપવામાં આવી રહ્યો છે. રાજા મહેન્દ્ર પ્રતાપ સિંહના યોગદાનને ક્યારેય ભૂલી શકાય તેમ નથી.

પીએમ મોદી નાના હોલ્ડિંગ્સને મજબૂતી આપવાનો કેન્દ્ર સરકારનો સતત પ્રયાસ છે. એમએસપીનો દોઢ ગણો, કિસાન ક્રેડિટ કાર્ડનો વિસ્તરણ, વીમા યોજનામાં સુધારો, 3 હજાર રૂપિયા પેન્શનની જોગવાઈ, આવા ઘણા નિર્ણયો નાના ખેડૂતોને સશક્ત બનાવી રહ્યા છે તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.