Abtak Media Google News

નિર્ભયત સન્યાસી દયાનંદ સરસ્વતીનો જન્મદિન ભારતીય સમાજને વેદ ને ધર્મ અંગે તદ્દન નવું જ દષ્ટિબિંદુ આપનારા મહર્ષિ દયાનંદ સરસ્વતી એક પ્રતિભાશાળી ઋષિ હતા તેઓ માત્ર ધર્મોપદેશક જ ન હતા પરંતુ સમાજ સુધારક પણ હતા દયાનંદ સરસ્વતીનો જન્મ સૌરાષ્ટ્રની ધરતી પર ટંકારા નગરની પાસે જીવાપુર ગામે થયો હતો  તેમનો જન્મ ઈ.સ. 1824 ની 15 મી સપ્ટેમ્બરે થયો હતો.

દયાનંદનું બાળપણમાં મૂળ નામ મૂળશંકર હતું. તેમના પિતાનું નામ કરસનજી ત્રિવેદી હતું. યુવાનીમાં પ્રવેશેલા મૂળશંકરના વિવાહ માટે તેના પિતાએ વિચાર કર્યો પિતાની આ ઈચ્છા ન ગમી તેથી તેમણે ગૃહત્યાગ કર્યો તેઓ નર્મદા કિનારે જતા રહ્યાં ને પૂર્ણાનંદ પાસેથી દીક્ષા લઈને તે સંન્યાસી બન્યાં ત્યાં તેમનું નામ દયાનંદ સરસ્વતી તરીકે પ્રસિદ્ધ થયું.

તેઓ મથુરામાં ગુરુ વિરજાનંદની પાસે ગયા વિરજાનંદે તેમને વિવિધ વિદ્યાઓ શીખવી અધ્યયન પૂરુ થતાં બે હાથ જોડી ઊભેલા દયાનંદને ગુરુએ કહ્યું હવે તું ભારત દેશમાં લોકો આગળ વેદોનું પવિત્ર ગૂઢ રહસ્ય પ્રગટ કર ખોટી રૂઢિઓના બંધન તોડી નાખ અંધશ્રદ્ધાના અંધકારને ચીરી નાખ દયાનંદે સમગ્ર ભારતમાં વેદધર્મનો ઉપદેશ મૂર્તિપૂજાનો અસ્વીકાર કરીને અસ્પૃશ્યતાનું નિવારણ કર્યું. મુંબઈમાં તેમણે આર્યસમાજ જેવી સંસ્થા સ્થાપી તેઓ તત્ત્વજ્ઞાની વક્તા દેશભક્ત ને લોકોનાં જીવનમાં પરિવર્તન લાવનાર આધુનિક મહર્ષિ એવા દયાનંદે દેશના ઉત્થાનના કાર્યમાં જીવન સમર્પિત.

શિવરાત્રીએ મોડી રાત્રે શિવપૂજા કરતાં શિવલિંગ પર ઉંદરડો ફરતો જોયો આ જોઈને મૂર્તિપૂજામાંથી એની શ્રદ્ધા ડગી ગઈ ત્યારપછી વર્ષોનાં મનોમંથન પછી બાવીસ વર્ષની વયે ગૃહ ત્યાગ કરી ગુરુની શોધમાં નીકળી પડ્યો ચોવીસ વર્ષની વયે વિદ્વાન દંડી સ્વામી પૂર્ણાનંદ સરસ્વતીનો મેળાપ થયો ને સ્વામી દયાનંદ સરસ્વતી બન્યા સંન્યાસનું પદ શોભાવતાં તેમણે શાસ્ત્રોનો સાંગોપાંગ અભ્યાસ કર્યો તે સમયના લોકોના ચિત્તમાં ઘર કરી ગયેલી અંધશ્રદ્ધાને ધર્માધંતાને તોડવા તેમણે કમર કસી દેશભરમાં યાત્રા કરી એમણે અનેક પ્રવચનો કર્યો ને માન્યતાઓનું ખંડન કર્યું.

1857ના એપ્રિલની 10 તારીખે મુંબઈમાં “આર્યસમાજ” તેમણે સ્થાપના કરી ત્યારબાદ દેશમાં અનેક જગ્યાએ  આર્યસમાજ’ની સ્થાપના થઈ જ્યારે ભારતની પ્રજા અસંગઠિત અજ્ઞાન અંધશ્રદ્ધા અને આભડછેટમાં લપેટાયેલી તથા અંગ્રેજોની ગુલામીમાં જકડાયેલી હતી ત્યારે ભારતનો એક સાધુ દયાનંદ હિમાલયથી ક્ધયાકુમારી સુધી ભમી રહ્યો હતો. આ ભ્રમણકાળમાં તેને દેશની પ્રજા અપૃશ્યતા નાત જાત ધર્મના વાડાઓમાં ફસાયેલી છે  એવું જાવ્યું  તેમણે ભારતની પ્રજાને સંગઠિત બનાવવાનો નિશ્ચય કર્યો  આ કાર્યને વેગ આપવા માટે તેમણે “આર્યસમાજ” સ્થાપના કરી “સ્વદેશી ને સ્વરાજ્ય” પ્રથમ મંત્ર ફૂંકી વહેતો કર્યો વેદનું તલસ્પર્શી જ્ઞાન ધરાવનાર આધ્યાત્મિક વિદ્યાના જ્ઞાતા સમાજસુધારક સ્ત્રીઓના ઉદ્ધારક દયાનંદ જેવા વિદ્યાના પિપાસુ હતા તેમના પિતા ત્રવાડી શિવભક્ત હતા પોતાના ગુરુની માગણી સ્વીકારી આશીર્વાદ લઈને ભારતીય સભ્યતાના રક્ષણ અર્થ ભ્રમણ શરૂ કર્યું .

ભારતમાં વ્યાપી રહેલા અંધશ્રદ્ધા અવિશ્વાસ કુરિવાજ અજ્ઞાનતા તથા વામમાર્ગીઓ દ્વારા ચલાવાતા ભયંકર ભ્રષ્ટાચાર પાંખડી  સાધુસંતો પુરોહિતોને ધર્મગુરુઓ દ્વારા ચાલતી અવૈદિક પાષાણ પૂજા તેમજ વામમાર્થીઓ દ્વારા થતાં અનેક દૂષણો નાબૂદ કરવા હાકલ કરી ધર્માચાર્યોને પડકાર્યા કુરિવાજો સામે રીતસરની લડાઈ આરંભી બાલવિવાહ સતીપ્રથા પડદાપ્રથાનો વિરોધ કર્યો વિધવા વિવાહને આવકાર ક્ધયાઓ માટે ભારતીય પદ્ધતિ અનુસાર સુસંસ્કારો મળે તે માટે ગુરુકુળો આશ્રમોમાં વિદ્યાભ્યાસ કરાવવાનો આગ્રહ કર્યો મહર્ષિએ ક્ધયાઓને શિક્ષણ આપી ભાવિ ઉજ્જવળ બનાવા પ્રયાસ કર્યા.

પ્રજાને સંસ્કારી બનાવવા માતાઓને શિક્ષણ આપવા સનાતનીઓના ‘સ્ત્રી શુદ્રોના દરીયતાન’નો સૂત્રને ફેકી દેવા પડકાર કર્યા તેમજ સ્ત્રીઓને સમાન હક્ક અને તક આપવા જેહાદ ઉપાડી તેમણે ઠેર ઠેર  “સ્વદેશી ને  સ્વરાજ્ય” મંત્ર મુંજતો કર્યો મહર્ષિ દયાનંદ અને આર્યસમાજ દ્વારા સ્વદેશી ને સ્વરાજ્ય’ના મંત્રથી કેટલાંય નેતાઓએ સ્વાતંત્ર્ય સંગ્રામમાં ઝુકાવ્યું. મહાત્મા ગાંધીજીએ તેમને અંજલિ આપતાં કહ્યું હું જ્યાં જ્યાં જાઉં છું ત્યાં ત્યાં દયાનંદના પગલાં દેખાય છે.

જોધપુરના મહારાજા જશવંતસિંહની માનીતી ગણિકા નન્હીજાને સ્વામી દયાનંદ સરસ્વતીના રસોઈયા જગન્નાથને ભોળવી લલચાવી સ્વામીજીને ભોજનમાં હળાહળ ઝેર આપવામાં સફળતા મળી  આ ઝેરની અસરમાંથી દયાનંદ મુક્ત થઈને સ્વસ્થ થાય એ અંગ્રેજ સરકાર પણ નહોતી ઈચ્છતી સને 1875માં સ્વામીજીએ મુંબઈમાં આર્યસમાજની સ્થાપના કરી ભારતીય સંસ્કૃતિનાં મૂલ્યોનું ગૌરવ કરવાની સાથે સ્વરાજ્યની ભાવના પર પણ ભાર મૂક્યો સ્વામી દયાનંદ સરસ્વતીએ એક મંત્ર આપ્યો સુરાજ કદી સ્વરાજ્યનું સ્થાન લઈ શકે નહીં અંગ્રેજોએ ભારતને અરાજકતામાંથી મુક્ત કરી કાયદાનું રાજ્ય સુરાજ્ય આપ્યું છે એવો પ્રચાર ત્યારે ચાલતો હતો .

તેથી સ્વામીજીએ ભારપૂર્વક કહ્યું કે અમારે સ્વરાજ્ય જોઈએ તમારું સુરાજ તો અમને ગુલામીમાં રાખવા માગે છે સમાજ સુધારણા માટે આર્યસમાજે ગાયની રક્ષા સ્ત્રી કેળવણી બાળલગ્ન -પ્રતિબંધ વિધવા – પુનર્લગ્ન અસ્પૃશ્યતા નાબૂદી દારૂબંધી પર ભાર મૂક્યો. સ્વામીજીની નિર્ભયતા  ઉદારતા ને શક્તિ પુરાવા માટે એમને ગંગામાં ડૂબાડવા આવેલા બે મલ્લને બે હાથમાં દબાવી સ્વામીજી ખુદ ગંગામાં કૂદી પડ્યા હતા અને એમને એમની ભૂલનું ભાન કરાવી છોડી દીધા હતા.

બ્રહ્મચર્યની શક્તિ વિશે સવાલ કરતા ઠાકોરની ઘોડાગાડીના પૈડાને પકડી રાખી જકડી દઈ સ્વામીજીએ વળતો જવાબ આપ્યો હતો સ્વામીજી કોઈ ભેદભાવમાં માનતા નહોતા સ્વામીજી માત્ર ધર્મપુરુષ નહોતા ભારતના તળ જીવનમાં ધૂળિયાં  મૂળિયાં સાથે એમનો અતુટ નાતો હતો. ઈ.સ. 1883માં આ મહર્ષિ રાજસ્થાનની ધરતી પર અજમેર ગામે દિવાળીના દિવસે વિષ પ્રયોગથી તેમનો દેહાંત થયો. તેમનો સમયગાળો ઈ.સ. 1પમી સપ્ટેમ્બર  1824 થી ઈ.સ. 1883 સુધી તેમનું જીવન કવન સંપૂર્ણ નિર્ભયતાનો સંદેશ આપે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.