Abtak Media Google News

અબતક રાજકોટ

તકને તેડાં ન હોય….અફઘાનીસ્તાનમાં તાલીબાન ના કપડા ને લઈને સુકામેવા અને કેસરની નિકાસ માં આવેલી ઓટ ને લઈને કાશ્મિરી કેસર ના ભાવ આંતરરાષ્ટ્રીય બજારમાં ડબલ થઈ જતાં કાશ્મીરના કેસરના ખેડૂતો માટે પાડોશી દેશ ની ધમાચકડી શુકનવંતુ સાબિત થઈ છે

ભારતીય કેસર ની માંગ આંતરરાષ્ટ્રીય બજારમાં વધી રહી છે અને થોડા સમય પહેલાં જે કેસર એક લાખ ચાલીસ હજાર રૂપિયા ભાવે વેચાતું હતું તેનો ભાવ વધીને બે લાખ પચીસ હજાર રૂપિયા સુધી પહોંચી ગયો છે

ભારતમાં વિશેષ પણે જમ્મુ-કાશ્મીરના ચાર જિલ્લાઓ પુલવામાં વડગામ શ્રીનગર અને કિસ વારમાં કેસરની ખેતી થાય છે જેમાં પુલવામાં ના કમ્પોઝ પ્રાંતમાં પાકતા કેસરને કાશ્મીરી કેસરની ઉપમા અને ઉત્તમ કોલેટી ક્ષી હયબફહ મળ્યું છે કાશ્મીરમાં દર વર્ષે 12 મેટ્રિક ટન કેસરનું ઉત્પાદન થાય છે જેનો ઉપયોગ ખોરાક પર્ફ્યુમ અને ઔષધીય રીતે થાય છે

અફઘાન પર તાલિબાનોના કબજા ને લઈને અફઘાની કેસર ની નિકાસ બંધ થતાં આંતરરાષ્ટ્રીય બજારમાં ભારતીય કેસર નો ભાવ સવા બે લાખની વિક્રમજનક સપાટી એ….

આંતરરાષ્ટ્રીય બજારમાં કાશ્મિરી કેસર નો બોલબાલા ભર્યો દબદબો વધી રહયો છે અફઘાનિસ્તાનમાં બાદ કેસરની નિકાસ ઓછી થતા કાશ્મીરના કેસરની માંગ અમેરિકા બેલ્જિયમ ન્યૂઝીલેન્ડ કેનેડા અને આ ખાતના દેશોમાં વધી છે કાશ્મીર ખેતીવાડી વિભાગના સંયુક્ત મહાનિર્દેશક મોહમ્મદ કાસીમ ગાની એ જણાવ્યું હતું કે કેસરરાધિકા સંસ્કારોને અત્યારે ઓનલાઇન કેસરના કિલોના રૂપિયા સવા બે લાખ મળી રહ્યા છે જે અગાઉ ની કિંમત કરતા ડબલ જેટલા થાય છે

કાશ્મીર ની ખેતીના સંવર્ધન માટે થોડા વર્ષો પહેલા શરૂ કરવામાં આવેલા રાષ્ટ્રીય કેસર સંવર્ધન યોજના અંતર્ગત કેસરની ખેતી ને પ્રોત્સાહન મળતાં અગાઉ કાશ્મીરમાં કેસરનું ઉત્પાદન હેક્ટર દીઠ 1.8 કિલો જેટલું સીમિત હતું જે અત્યારે વધીને 4.5 કિલો સુધી પહોંચ્યું છે હજુ આ ઉત્પાદન દર વધારીને સાતથી આઠ કિલો પર હેક્ટર દીઠ ઉત્પાદન મેળવવા માટે કૃષિ વિભાગે 37 હજાર હેક્ટર જમીન ઉપર કેસર સંવર્ધન યોજનાઓ ચલાવાઈ રહી છે

આંતરરાષ્ટ્રીય બજારમાં અફઘાનિસ્તાન ની કેસર ની ખેતી અને તેના માલ નો દબદબો 2010થી શરૂ થયો છે વિશ્વમાં અફઘાન અત્યારે વિશ્વનું સૌથી વધુ કેસર પાતક રાષ્ટ્રમાં ત્રીજા નંબરે આવે છે તેની પાછળ ભારત અને ઈરાનની કેસર નીકાસ થાય છેતાલિબાનોએ અફઘાનિસ્તાન પર કબજો કરતા સુકામેવા અને કેસર સહિતની વિકાસ માં ભારે ઓટ આવી છે

કેસર અને સૂકા મેવા ના આંતરરાષ્ટ્રીય વેપારીઓ હવે કાશ્મીરમાંથી ખરીદી કરતા થયા છે કાશ્મીરમાં ઉત્પન્ન થતી કેસર માંથી માત્ર 10 ટકા જ સ્થાનિક ધોરણે વપરાય છે ભારતમાં પણ ઘરેલુ વપરાશ માટે ઇરાન અને અફઘાનિસ્તાનમાંથી કેસર ની આયાત થાય છે અફઘાનિસ્તાનની કટોકટી ને લઈને ભારતમાં વેચાતા ઈરાનના કેસરના પણ કિલો દીઠ 30 હજાર રૂપિયાનો વધારો થયો છે સાથે સાથે સુકામેવા અને ડુંગળીના ભાવમાં પણ વધારો આવ્યો છે અફઘાનિસ્તાનમાંથી કેસર ઉપરાંત મંદિર સહિતના સુકામેવા માં પણ 300 રૂપિયાનો ભાવવધારો ઝીંકાયો છે ભારત વાર્ષિક ધોરણે 36000ટન સૂકો મેવો અને મસાલા ની આયાત કરે છેઅફઘાનિસ્તાનમાં કેશોદ સૂકોમેવો નું બમ્પર ઉત્પાદન થાય છે. અને મોટાભાગના માલનો ભારતના સુકામેવાના આયાતકારો તો ઉપાડ કરી લે છે.

અફઘાનિસ્તાનમાંથી સુકામેવા અને ગરમ મસાલા ની નિકાસ સપ્ટેમ્બર મહિના થી શરૂ થાય છે અને દિવાળી અને ભારતના વિવિધ તહેવારો માં કાંઈ માલ ની ખૂબ જ માંગ નીકળે છે તહેવારોમાં સુકામેવાની ભેટ સોગાત નો રિવાજ લઈને અફઘાન ના સુકામેવા ની માંગમાં વધારો કરે છે, હાલની સ્થિતિમાં અફઘાનિસ્તાનની તાલિબાન સરકાર દ્વારા સુકામેવાના નિકાસ પર સકંજો રસ્તા ભારત સાથેના વેપારને મોટી અસર થઈ છે પરંતુ આ વ્યવહાર પુન: અને રાબેતા મુજબ થઇ જાય તેવી આશા મુંબઈ સુકામેવા અને ખજૂર વેપારી મહામંડળના વિજય કુમાર ભૂત એ કેવી છે અફઘાનિસ્તાન સાથેનો વેપાર વ્યવહાર રાબેતા મુજબ ટૂંક સમયમાં જ થઈ જશે તેવી આશા તેમણે વ્યક્ત કરી છે.અત્યારની પરિસ્થિતિમાં અફઘાનિસ્તાનના કેસર નિકાસ ઓછી થતાં જમ્મુ-કાશ્મીરના કેસરના ખેડૂતો માટે લાભ ના દિવસો શરૂ થયા છે અને આંતરરાષ્ટ્રીય બજારમાં કાશ્મિરી કેસર બમણા ભાવે વેચાઇ રહી છે

 

કેસર ની ખેતી માં સૌરાષ્ટ્રના સાહસિક ખેડૂતો ના પ્રયોગો સફળતા ભણી….

કેસરની ખેતી જમ્મુ-કાશ્મીરના ચારથી પાંચ જિલ્લામાં જ થાય છે બડગામ શ્રીનગર કિસ્ત્વર, અને પુલવામાં ની કેસર દુનિયામાં મશહૂર છે તેમાં પણ પોમ્પોર વિસ્તારમાં ઉત્પન્ન થતું કેસર વિશ્વમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે. કેસરની ખેતી ધોળા વાળા બરફ આચ્છાદિત વિસ્તારમાં થાય છે અને હેક્ટર દીઠ  તેનું ચારથી પાંચ કિલો ઉત્પાદન થાય છે

ભારે માવજત અને જોખમી પાક ગણાતા કેસરના હજારો છોડવામાં આવતા ફૂલોમાં પુ કેસર પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે આથી કેસરની ખેતી ખર્ચાળ માનવામાં આવે છે

સૌરાષ્ટ્રના કેટલાક પ્રગતિશીલ ખેડૂતોએ કેસરની ખેતી ના પ્રયોગો શરૂ કર્યા છે તેમાં અસંતોષ સફળતા પણ મળી છે પરંતુ હજુ યોગ્ય વાતાવરણ મળ્યું નથી આવનાર દિવસોમાં કદાચ શ્રીનગર ની જેમ સૌરાષ્ટ્રમાં પણ કેસરની ખેતી થાય તો નવાઇ નહીં લાગે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.