Abtak Media Google News

લઘુ અને મધ્યમ ઉદ્યોગોને પણ ઇ-કોમર્સ ક્ષેત્રે સમાવવામાં આવશે

હાલ દિનપ્રતિદિન ઈ કોમર્સ નો વ્યાસ ખુબ જ મોટી માત્રામાં વધી રહ્યો છે અને વિશ્વસનીયતા પણ કેળવવામાં આવી છે આ તકે સમગ્ર દેશમાં ઈ કોમર્સ નું કદ વધે તે માટે અનેક પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે જેના ભાગરૂપે ડિસેમ્બર 2021 એટલે કે આગામી ત્રણ માસમાં જ ફ્લિપકાર્ટ લઘુ અને મધ્યમ ઉદ્યોગોને ઇકોમર્શ  ક્ષેત્રે સમાવિષ્ઠ કરશે સાથોસાથ આશરે ચાર લાખથી પણ વધુ વિક્રેતાઓ ને પણ સમાવવામાં આવશે. હાલ ડિજિટલ ક્ષેત્રે ફ્લિપકાર્ટનો માર્કેટ શેર વધુ છે અને તેના 3.75 લાખ વિક્રેતાઓ નો છે જે આગામી 3 માર્ચ સુધીમાં ચાર લાખ સુધી પહોંચાડવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.

કોરોના ના કપરા સમયમાં પણ પ્રકારનો માર્કેટ છે સૌથી વધુ ઊંચો આવ્યો છે ત્યારે હવે કંપની લઘુ અને મધ્યમ ઉદ્યોગને પણ પોતાની સાથે રાખી ઓનલાઈન  વ્યાપારને વેગવંતો બનાવવા માટેના પ્રયત્નો કરી રહ્યું છે. કંપનીના સૂત્રો દ્વારા મળતી વિગતો મુજબ નવા વિક્રેતાઓ અને લઘુ અને મધ્યમ ઉદ્યોગ ના ઉદ્યોગકારો ટાયર ટુ અને થ્રી શહેરોમાંથી આવતા હોય છે જેમાં રાજકોટ, સુરત, આગરા, જયપુર જેવા અને શહેરો ને સમાવવામાં આવ્યા છે.

ફ્લિપકાર્ટ નું માર્કેટ છે વ્યક્તિગત ચીજવસ્તુઓ ઘર અને કિચનની ચીજવસ્તુઓમાં રહેલો છે જેનો વ્યાપ ઓનલાઇન થકી ખૂબ જ વધ્યો છે. કંપનીનું માનવું છે કે જો નવા વિક્રેતાઓ જોડાશે તો ઓનલાઇન પ્યારમાં વૃદ્ધિ પણ થશે સાથોસાથ આ તમામ વ્યાપારીઓ માં ફ્લિપકાર્ટઅંગેની વિશ્વસનીયતા પણ સૌથી વધુ પ્રમાણમાં જોવા મળી રહી છે. આવનારો સમય ત્યોહાર અને ઉત્સવ નો છે. જેથી તમામ નાના વિક્રેતા વો જે કંપની સાથે જોડાઈ છે તેઓને ઘણો ફાયદો મળશે .કંપની સાથે કરીયાણા દુકાનદારો ને પણ જોડવામાં આવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.