Abtak Media Google News

વહીદા રહેમાન છે વિશ્ર્વના સૌથી સુંદર મહિલા: અમિતાભ બચ્ચન

આજ ફિર જીને કી તમન્ના હૈ… વહીદા રહેમાનને મળીને શ્રધ્ધા કપૂર સાતવા આસમાને છે. જી હા, અમિતાભ બચ્ચન કહે છે કે-વહીદા રહેમાન વિશ્ર્વના સૌથી સુંદર મહિલા છે. જયાને થોડી જેલસી થાય પરંતુ બચ્ચને બરાબર આમ જ કીધું છે. શ્રદ્ધા કપૂરે ઈન્સ્ટાગ્રામ પર વહીદાજી સાથેનો ફોટો શેર કરીને લખ્યું છે કે વહીદા રહેમાનને મળીને હું ધન્ય થઈ ગઈ. તેઓ મારા સાથી વધુ પ્રિય અભિનેત્રી છે. તેઓનું સ્માઈલ બ્યૂટીફૂલ છે. શ્રધ્ધા કપૂર જયારે ફિલ્મ શાહોના શુટીંગ માટે હૈદરાબાદ ગઈ હતી ત્યારે વહીદાજીને તેમના ઘરે જઈને મળી હતી. બાય ધ વે, શ્રધ્ધાની આગામી ફિલ્મોમાં હસીના પારકર અને શાહો સામેલ છે. ફિલ્મ હસીના પારકર આગામી તા.૨૨મી સપ્ટેમ્બરના રોજ રીલીઝ થશે. જયારે બાહુબલી સ્ટાર પ્રભાસ સાથેની ફિલ્મ શાહોનું શૂટીંગ શ‚ થઈ ચૂકયું છે.

શ્રધ્ધાની છેલ્લે રીલીઝ થયેલી ફિલ્મ હાફ ગર્લફ્રેન્ડ ન હીટ, ન ફલોપની કેટેગરીમાં આવે છે. તેણે હસીનાના પાત્રમાં ઢળવા માટે વજન વધાર્યું અને હવે ફરી તે પાતળી પરમાર થઈ ગઈ છે. ફિલ્મ તીન પત્તીથી બોલીવૂડમાં ડગ માંડનારી શ્રધ્ધા કપૂર અત્યારે ઈન ડીમાન્ડ છે. ખાસ કરીને પ્રભાસ સાથેની ફિલ્મ શાહોથી તેનો ઉત્સાહ બેવડાઈ ગયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.