Abtak Media Google News

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના અધ્યક્ષસ્થાને મળેલી કેબીનેટ બેઠકમાં વિવિધ મુદ્ાઓ થઇ ચર્ચા-વિચારણા

નવનિયુક્ત મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના અધ્યક્ષસ્થાને આજે સવારે રાજ્ય સરકારની કેબીનેટ બેઠક મળી હતી. જેમાં વિવિધ મુદ્ાઓ પર વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી હતી. સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમાં ભાજપને મળેલી ભવ્ય સફળતા બદલ મુખ્યમંત્રીને મંત્રી મંડળના તમામ સભ્યોએ અભિનંદન પાઠવ્યા હતાં.

દર બુધવારે રાજ્ય સરકારની કેબીનેટ બેઠક યોજાઇ છે. જેમાં રાજ્યની વર્તમાન સ્થિતી અને ભવિષ્યના મુદ્ાઓ પર વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવે છે. આજે મળેલી કેબીનેટની બેઠકમાં રાજ્યભરમાં ભારે વરસાદ બાદ બિસ્માર બનેલા રાજમાર્ગોને વહેલીતકે ઝડપથી રિપેર કરવા, નવરાત્રી મહોત્સવની ઉજવણી માટે આપવામાં આવેલી છૂટછાટ બાદ રાજ્યમાં ફરી કોરોનાનું સંક્રમણ વકરે નહીં તેની તકેદારી રાખવા, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પક્ષને મળેલી ભવ્ય સફળતા બાદ હવે લોકોની અપેક્ષાઓ પરિપૂર્ણ કરવા માટે તમામ જન પ્રતિનિધિઓને સક્ષમ બનાવવા સહિતના મુદ્ાઓ પર ચર્ચા કરાય હતી.

રાજકોટ સહિત રાજ્યની આઠ મહાપાલિકાઓ હાલ રાત્રીના 12 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી રાત્રી કરફ્યુ અમલમાં છે. જેની મુદ્ત 10મી ઓક્ટોબરે પૂર્ણ થઇ રહી છે ત્યારે રાત્રી કરફ્યુની સમય મર્યાદા વધારવી કે તહેવારોને ધ્યાનમાં રાખી કરફ્યુમાં છૂટછાટ આપવા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.

રાજ્યમાં કોરોનાનું સંક્રમણ ઘટી રહ્યું છે ત્યારે સ્વનિર્ભર શાળા સંચાલકો દ્વારા ધોરણ 1 થી 5ના વર્ગો પણ ઓફલાઇન શરૂ કરવાની માંગણી કરવામાં આવી રહી છે. આ મુદ્ે પણ કેબિનેટમાં ચર્ચા કરવામાં આવી હતી. સંભવત : દિવાળી બાદ ખૂલતા વેકેશનમાં ધો.1 થી 5ના વર્ગો ઓફલાઇન શરૂ કરવાની પરવાનગી આપવામાં આવે તેવી પણ સંભાવના જણાય રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.